Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 4 ગોપાળબાપા (નવલકથા-અંશ)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 4 ગોપાળબાપા (નવલકથા-અંશ)
પાઠ-પરિચય
‘ગોપાળબાપા’ મનુભાઈ પંચોળીલિખિત ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાનો અંશ છે. લેખકે આ પાઠમાં ગોપાળબાપાની સત્યનિષ્ઠા, નીડરતા, પરગજુપણું તથા સમર્પણભાવને દર્શાવતા કેટલાક પ્રસંગો ટાંક્યા છે. આ પ્રસંગોમાં ગોપાળબાપાનો વડોદરાના મહારાજા સયાજીરાવ સાથેનો વાર્તાલાપ છે. એ વાર્તાલાપમાંથી સયાજીરાવની ઉદારતા તેમજ માણસ પારખવાની સૂક્ષ્મ દૃષ્ટિ અને શક્તિનો પરિચય થાય છે. ગુરુના વચનને માથે ચડાવી કેવળ હિરનામનો વેપાર કરનાર ગોપાળબાપા પોતાના મિત્ર પ્રત્યે નિઃસ્વાર્થભાવે વફાદારી અને ઈમાનદારી દાખવે છે અને આ રીતે ગોપાળબાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસધર્મ નિભાવ્યો છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) ‘ગોપાળબાપા’ પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે પરિચય લખો.
ઉત્તર : સયાજીરાવ ગાયકવાડ ગોપાળબાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળબાપાને પારખી લીધા હતા. ગોપાળબાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી-ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળબાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તોપણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન સયાજીરાવ કરે છે. એમાં તેમની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચિરત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ ‘વાહ!’ બોલી ઊઠે છે.
આમ, સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસપારખુ જ નહિ પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા.
(2) ગોપાળબાપાનું પાત્રાલેખન કરો.
ઉત્તર : ગોપાળબાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમન્યા રાખે છે, સાથે સાથે પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળબાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શીંગોડાના મારને રોકી શકાય, તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવાં બોર ઢગલેઢગલા ઊતરે. એમના આ સૂચનમાં એમનું ખેતી-વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. ‘“તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે” એમ નીડરતાથી સયાજીરાવને તે કહી પણ શકે છે. ‘પૂજાનો બંદોબસ્ત’ કરવા સંબંધી સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે, તો ‘ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો’ એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે.
ગોપાળબાપા મૈત્રીધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહિ, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહિ, ક્યાંય બેવફાઈ પણ નહિ. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હિરનામનો જ વેપાર કરનાર ગોપાળબાપા એક નિઃસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજસેવક હતા.
(3) ગોપાળબાપા વિશે સયાજીરાવને શું જાણવા મળ્યું હતું?
ઉત્તર : ગોપાળબાપા વિશે સયાજીરાવને એ જાણવા મળ્યું કે ગોપાળદાસ એક વણિક ખેડૂત છે. એ બરડાના પેટાળમાં રહે છે. ચારેક મહિના પહેલાં એમના ભાઈબંધ મૃત્યુ પામ્યા હતા. તેઓ ઝરિયાની કોલિયારીમાં ભાગીદાર હતા. તેઓ ગોપાળબાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા. એમાં એમણે ગોપાળબાપાને એમની તમામ માલમિલકતની અને દીકરાની ભાળવણી કરવાની ભલામણ કરી હતી. આથી ગોપાળબાપા આ બધી જમીન અંગે ખટપટ કરે છે; પરંતુ એમાં પોતાનો કોઈ અંગત સ્વાર્થ નથી. એ તો કેવળ નિઃસ્વાર્થભાવે મૈત્રીધર્મ નિભાવી રહ્યા છે.
(4) ગોપાળબાપાના ગુરુ માંડણ ભગતનો પરિચય આપો.
ઉત્તર : ગોપાળબાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળબાપાના ગુરુએ જ એમને હિરનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કૂતરાંનું ધ્યાન રાખતા. ગલૂડિયાં સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એક વાર શરીર પર ચડી ગયેલ ગીંગોડાને ઉખેડવાની ના પાડતાં કહ્યું, ‘રે’વા ઘો એને. એને વળી બીજે ખાજ લેવા જાવું પડશે ને? બહુ દી થઈ ગ્યા છે એને.’ માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ ‘હું દેહ નથી, પણ આત્મા છું’ એની પ્રતીતિ કરાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું શું પરિણામ આવ્યું?
ઉત્તર : ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું પરિણામ એ આવ્યું કે સયાજીરાવે એમને કોતરની જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી-ખાતું તે આપશે એની ખાતરી આપી.
(2) સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને શું જણાવ્યું?
ઉત્તર : સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને જણાવ્યું કે આ શિવાલય પેશ્વા સરકારે બંધાવ્યું છે. એ જુનવાણી શિલ્પનો નમૂનો છે, પણ એ અપૂજ રહે છે. એની પૂજાનો બંદોબસ્ત કરો.
(3) ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી?
ઉત્તર : ગોપાળબાપા વાણિયા હતા અને વાણિયા મૂડીનું રોકાણ કરતાં પહેલાં સો ગળણે ગાળે એટલે કે સો વાર વિચાર કરે. ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધની મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માગી.
(4) ગોપાળબાપા શીંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા?
ઉત્તર : ગોપાળબાપા શીંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઇચ્છતા હતા, કારણ કે એ કોતરોનું તળ સાચું છે. એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં આઠ હાથ સુધી ખોદતાં જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ શીંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોનાં અમરફળ જેવાં બોર ઢગલેઢગલા ઊતરે તેમ છે.
(5) ગોપાળબાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી?
ઉત્તર : ગોપાળબાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી?
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘ગોપાળબાપા’ પાઠના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘ગોપાળબાપા’ પાઠના લેખક મનુભાઈ પંચોળી છે.
(2) ‘ગોપાળબાપા’પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘ગોપાળબાપા’ નવલકથા-અંશ છે.
(3) મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો.
ઉત્તર : મનુભાઈ પંચોળીનું ઉપનામ ‘દર્શક’ છે.
(4) ‘ગોપાળબાપા’ કઈ નવલકથાનો અંશ છે?
ઉત્તર : ‘ગોપાળબાપા’ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાનો અંશ છે.
(5) “આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : “આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” આ વાક્ય ગોપાળબાપા બોલે છે.
(6) મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી?
ઉત્તર : મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી.
(7) તુલસીશ્યામ જવા-આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું?
ઉત્તર : તુલસીશ્યામ જવા-આવવાના માર્ગે શિવાલય પેશ્વા સરકારે બંધાવ્યું હતું.
(8) ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા?
ઉત્તર : ગોપાળબાપા હિરનામનો વેપાર કરવા ઇચ્છતા હતા.
(9) “આ તમારી પડખેના દીપડા…’ આ શબ્દો ગોપાળબાપાએ કોના માટે વાપર્યા છે?
ઉત્તર : ‘‘આ તમારી પડખેના દીપડા…” આ શબ્દો ગોપાળબાપાએ સયાજીરાવનો રાજવહીવટ સંભાળનારાઓ માટે વાપર્યા છે.
(10) ગોપાળબાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો?
ઉત્તર : ગોપાળબાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે ધર્મશાળા બાંધવાનો વિકલ્પ સૂચવ્યો.
(11) ગોપાળદાસ ‘જમીનની ખટપટ કરે છે.’ એટલે શું કરે છે?
ઉત્તર : ‘જમીનની ખટપટ કરે છે’ એટલે જમીન અંગે ગોપાળદાસ વાટાઘાટો કરે છે.
(12) માંડણ ભગતની કઈ બાબત ગોપાળદાસ પારખી ગયા?
ઉત્તર : માંડણ ભગતની દરેક જીવમાં આત્મતત્ત્વને જોવાની દૃષ્ટિ ગોપાળદાસ પારખી ગયા.
(13) સાચું જીવતર જીવતા ગોપાળબાપા કેવા લાગે છે?
ઉત્તર : સાચું જીવતર જીવતા ગોપાળબાપા આપણી સંત-પરંપરાના વારસદાર જેવા લાગે છે.
(14) લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે?
ઉત્તર : લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને ‘સ્વપ્નસેવી’ કહ્યા છે.
(15) ગોપાળબાપાના ગુરુનું નામ શું હતું?
ઉત્તર : ગોપાળબાપાના ગુરુનું નામ માંડણ ભગત હતું.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here