Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 23 લઘુકાવ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 23 લઘુકાવ્યો

કાવ્ય-પરિચય

મુક્તક
મુકુન્દરાય પારાશર્ય [જન્મ : 13 – 02 – 1914, મૃત્યુ : 19 – 05 – 1985]
આ મુક્તકમાં કવિએ જિંદગીમાં આવતી મુશ્કેલીઓથી જે ન ડરે એ મૃત્યુથી પણ ન ડરે એ વાત આગ અને આરસપહાણના દૃષ્ટાંત દ્વારા સમજાવી છે.
હાઈકુ
સ્નેહરશ્મિ [જન્મ : 16 – 04 – 1903, મૃત્યુ : 06 – 01 – 1991]
આ હાઈકુમાં બાળક ખોળામાં હોય ત્યારે ટેલિવિઝન કામ કરતું નથી તે જણાવ્યું છે.
દુહો
આ દુહામાં કળિયુગના માનવીનાં લક્ષણો જણાવ્યાં છે.

કાવ્યની સમજૂતી

મુક્તક
જે વ્યક્તિ જીવનના આઘાત-પ્રત્યાઘાત કે સુખ-દુ:ખથી ન ડરે એને મૃત્યુ પણ ન ડરાવી શકે, જે આગને એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિ સામે જે ટક્કર ઝીલે છે એ ગમે તેવી વિકટ સ્થિતિને શાંત કરી શકે છે. આરસપહાણ ટાંકણાના ઘા સહન કરે છતાં કદી તૂટે નહિ એ જ આરસપહાણ પોતાના પર શિલ્પને ધારણ કરી શકે. [1 – 4]
હાઈકુ
(ઘરમાં) બાળક (છોકરો) ખોળો ખૂંદે છે, એટલે ટેલિવિઝન ચાલતું નથી. [1-3]
દુહો
જે શરીરથી સ્વસ્થ ન હોય, જે હૈયાફૂટલ અર્થાત્ કાચા કાનના હોય એટલે કે બીજાની ચડામણીથી ભોળવાઈ જતાં હોય અને જેને કોઈ વાતે સંતોષ ન હોય. એ કળિયુગનાં લક્ષણ છે. શાણો સાનમાં સમજે. [1-2]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

ટાંકણાના ઘા સહીને … પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે? સમજાવો.
ઉત્તર : આરસપહાણ ટાંકણાના ઘા સહન કરે છે. એ એના ઘાથી ડરતો નથી કે તૂટી પડતો નથી. આથી આરસપહાણ સુંદર શિલ્પને ધારણ કરી શકે છે. કવિએ આરસપહાણના દૃષ્ટાંતથી સમજાવ્યું છે કે માનવીએ જિંદગી અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે. આવી વ્યક્તિ જ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હારી જતી નથી કે કોઈથી ડરી જતી નથી. એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય છે. આવી વ્યક્તિ જ જીવનની વિકટ પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

(1) આગને કોણ ઠારી શકે છે?
ઉત્તર : જે આગને પી શકે છે, એ જ આગને ઠારી શકે છે. કવિ કહે છે કે જીવનમાં જે વ્યક્તિ જીવનની ભીષણ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલે છે એ જ વિકટ સ્થિતિને શાંત કરી શકે છે.
(2) હાઈકુમાં કવિએ માનવીય સંવેદનાની વાત કઈ રીતે રજૂ કરી છે?
ઉત્તર : આજે ટેલિવિઝન માનવીના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. નાના બાળકથી લઈને વૃદ્ધજનોને ટેલિવિઝન વિના ચાલતું નથી. ટેલિવિઝન વગર જીવનમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે છે; પરંતુ જ્યારે દીકરો માતાનો ખોળો ખૂંદે છે ત્યારે ટીવી બંધ છે.
(3) શાણા માણસો કઈ વાત સાનમાં સમજી જાય છે?
ઉત્તર : જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, એટલે કે જે કામકાજ કર્યા વગર આળસુ બનીને પડ્યા રહેતા હોય, જે હૈયાફૂટલ હોય એટલે કે કાચા કાનના હોય અને જેને ગમે તેટલું મળે તોપણ કોઈ વાતનો સંતોષ ન હોય એ કળિયુગના માણસનાં લક્ષણ છે. આ વાત શાણા સાનમાં સમજી જાય છે.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓનો અર્થવિસ્તાર કરો :

જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે
આગને જે પી શકે તે આગને ઠારી શકે.
ઉત્તર : આ પંક્તિમાં કવિએ અડગ આત્મવિશ્વાસ પર ભાર મૂક્યો છે. જે વ્યક્તિ જિંદગીમાં આવતી કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર સામનો કરે છે, એ મોતથી ડરતી નથી. એ મોત સામે અડગ આત્મવિશ્વાસથી ઝઝૂમી શકે છે. આ હકીકત કવિ આગના દૃષ્ટાંતથી સમજાવે છે કે જે વ્યક્તિ આગ પર કાબૂ મેળવે છે, એ આગને શાંત પાડી શકે છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘મુક્તક’ના કવિનું નામ લખો.
ઉત્તર : ‘મુક્તક’ના કવિ મુકુન્દરાય પારાશર્ય છે.
(2) છૈયો ખૂંદતો ખોળો …’ ‘હાઈકુ’ના કવિનું નામ લખો.
ઉત્તર : ‘હાઈકુ’ના કવિ ‘સ્નેહરશ્મિ’ છે.
(3) ‘સ્નેહરશ્મિ’ કોનું ઉપનામ છે?
ઉત્તર : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ છે.
(4) ‘હાઈકુ’ મૂળ કયા દેશનો કાવ્યપ્રકાર છે?
ઉત્તર : ‘હાઈકુ’ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે. :
(5) ‘હાઈકુ’નું બંધારણ જણાવો.
ઉત્તર : ‘હાઈકુ’ ત્રણ પંક્તિમાં પાંચ-સાત-પાંચ અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે.
(6) મોતને કોણ ડરાવી શકે?
ઉત્તર : જિંદગીની મુશ્કેલીઓથી જે ન ડરે તે મોતને ડરાવી શકે.
(7) કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે?
ઉત્તર : જે ટાંકણાના ઘા સહે છે પણ કદી તૂટતો નથી તે પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે.
(8) કળિયુગમાં માણસો કેવા હોય?
ઉત્તર : કળિયુગમાં માણસો હૈયાફૂટલ અને અસંતોષી હોય.
(9) છૈયો ખૂંદતો ખોળો …’ હાઈકુમાં શાનાં દર્શન થાય છે?
ઉત્તર : ‘ધ્યેયો ખૂંદતો ખોળો …’ હાઈકુમાં માતૃત્વની ભાવનાનાં દર્શન થાય છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *