Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 10 ડાંગવનો અને … (લલિતનિબંધ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 10 ડાંગવનો અને … (લલિતનિબંધ)

પાઠ-પરિચય

‘ડાંગવનો અને …’ નિબંધમાં લેખકે નર્મદા અને ડાંગનાં વનોના પ્રવાસનાં સંસ્મરણોને આલેખ્યાં છે. આ નિબંધની વિશેષતા એ છે કે એ પત્રશૈલીમાં રજૂ થયો છે. લેખકે પોતાના પિતાજીને પત્ર દ્વારા અનુભવોને વર્ણવ્યા છે. એ વર્ણન લેખકની ઋજુ સંવેદનશીલતા તેમજ પોતીકી સૌંદર્યદૃષ્ટિની પણ પ્રતીતિ કરાવે છે. આ નિબંધમાં ‘નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય’ લેખકના આ શબ્દો નર્મદા નદી સાથેની તેમની આત્મીયતાને પ્રતિબિંબિત કરે છે. આ નિબંધમાં ગુજરાતનાં નયનરમ્ય ડાંગનાં જંગલો, એનું પ્રાકૃતિક સૌંદર્ય, ત્યાંના લોકોની જીવનશૈલી અને ખાસ કરીને આ ભોળી પ્રજાનું મૃત્યુ અંગેનું જીવનસત્ય સરસ રીતે રજૂ કર્યું છે. પત્રશૈલીની એક ખાસિયત એ છે કે એમાં લેખક અને ભાવક વચ્ચે સેતુ રચાય છે, આત્મીયતાની અનુભૂતિ થાય છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

(1) લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે?
ઉત્તર : આમ તો લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ‘ગંદકેશ્વર’ કહેતા હોય છે, તેમ છતાં એની દુર્ગંધ સાથે લેખકને એક ઘરોબો કેળવાઈ ગયો છે. અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં ભેખડવતી નર્મદા આવે છે. તેમણે અહીં ઉચ્ચાસને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી ૫૨ છેક એમના સુધી લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું. તેઓ આ રાજમાર્ગ પર ટપટપ કરતાં દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી. ભેખડવતી નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળતું, અને એને કારણે જ લેખકને અંકલેશ્વર પ્રિય છે.
(2) આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો.
ઉત્તર : આહવાની વનસંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગરમણા અદ્ભુત છે. નીચે માનવવસવાટની ઝાંખી કરાવતાં ઘરો લાલ પર્ણોનાં હોય તેવાં લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી (રસ્તો) સાપના આકારની છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ (લીલાશ) છે. એ બંનેનો તોર (મિજાજ) સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. આ દશ્ય નયનરમ્ય છે. પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ-ગંધ-અવાજના ત્રિવિધ રૂપની, ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દૃશ્ય-શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે. થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વનસંપદાની મનોહર દુનિયા છે.
(3) લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : આહવાના આદિવાસીઓની આગવી લોકસંસ્કૃતિ છે. ત્યાંનાં લોકગીતો, લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોકસંસ્કૃતિ જીવંત લાગે છે. ત્યાંના ‘ડાંગ દરબાર’ વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી. મિત્રનું બાઇક લઈને લેખક સ્થાનિક પ્રજાને, એના જીવંત વારસા સાથે જોવા નીકળી પડતા હતા. લેખકને એક વખત ડાંગીઓનું સરઘસ સામે મળ્યું. આગળ બે-ત્રણ આદિવાસી ફટાકડા ફોડતા હતા. લેખકને એમ કે લગ્નયાત્રા હશે! – પણ આ તો સ્મશાનયાત્રા હતી. નનામી ઊંચકીને ડાઘુ જતા હતા. લગ્નની જેમ, મરણને ઊજવવાની આ તાત્ત્વિક રીત લેખકને સ્પર્શી ગઈ. આદિવાસીઓના સંસ્કારજીવનની કેવી ઉજ્જ્વળ પરંપરા! ભોળી પ્રજા પાસે કેવું જીવનસત્ય!
(4) રાતના સમયે ખીણને રસ્તે જતાં લેખક શા માટે સ્તબ્ધ થઈ જાય છે?
ઉત્તર : રાતના સમયે ખીણને રસ્તે ચારે બાજુ આગિયા ઊડતા હતા. આ આગિયાઓએ જાણે સાગનાં ઝાડને રાતોરાત શણગારી દીધાં હતાં! ઉપર આકાશ તારાખચિત અને નીચે આગિયાની ઊડાઊડ ! કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિમાં જણાવ્યા પ્રમાણે કેવળ સ્થાનનો જ ફરક હતો. મૂળમાં તો અજવાળું હતું. શિખર તારલાઓથી શોભતું હતું ને તળેટીમાં આગિયા ઝગમગતા હતા. અહીં-તહીં ઊડાઊડ કરતા આગિયાઓએ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપ્યું હોય એવું એ દૃશ્ય હતું. લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) નર્મદાસ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો.
ઉત્તર : લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી. કાલાન્તરોની સૃષ્ટિમાં નહાતા હોય એવું તેમને લાગતું. તેઓ નર્મદાના જળની એક જ અંજલિ ભરે તો હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દશ્યો વર્તમાનની સમીપતાને તાદશ કરતાં. તેઓ ભૂખ-તરસ બધું ભૂલી જતા.
(2) લેખક શા માટે પોતાને ટચૂકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે?
ઉત્તર : લેખક પોતાને ટચૂકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાંની રાહ જોતાં ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલાં નદી, ધોધ અને તળાવનાં રમ્ય રૂપને જોવા ઊભા છે. એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે. ભાષાને પણ જાણે ઊર્જા મળે છે!
(3) ગિરમાળના ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર : ગિરમાળનો ધોધ જોતાં લેખકને એક જાદુનો અનુભવ થયો. ગિરનદીનો આ ગિરમાળ ધોધ ત્રણસોક મીટર ઊંચાઈથી પડે છે. પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે. ચોતરફ પર્વતમાળા ને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતિરત થઈ જાય છે. ધોધની ગતિ ભાષાને ઊર્જા પહોંચાડે છે.
(4) લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી?
ઉત્તર : લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું.
(5) ડાંગના આદિવાસીઓની મરણને ઊજવવાની રીત વિશે જણાવો.
ઉત્તર : ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા! ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઊજવવાની આ તાત્ત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવનસત્ય લાધ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) નર્મદા અને ડાંગનાં જંગલોના પ્રવાસ વિશે લેખકે કોને પત્ર લખ્યો છે?
ઉત્તર : નર્મદા અને ડાંગનાં જંગલોના પ્રવાસ વિશે લેખકે બાપુજીને પત્ર લખ્યો છે.
(2) તમે એવો કયો પાઠ ભણ્યાં છો, જેમાં પત્રરૂપે નિબંધ લખાયો હોય?
ઉત્તર : ‘ડાંગવનો અને …’ એ પત્રરૂપે લખાયેલો નિબંધ અમે ભણીએ છીએ.
(3) મહેન્દ્રસિંહ પરમારે પોતાના અનુભવોને સાહિત્યના કયા સ્વરૂપમાં વ્યક્ત કર્યા છે?
ઉત્તર : મહેન્દ્રસિંહ ૫૨મા૨ે પોતાના અનુભવોને નિબંધના સ્વરૂપમાં વ્યક્ત કર્યા છે.
(4) લેખક એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણે છે?
ઉત્તર : લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક ગણે છે.
(5) લેખકને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો?
ઉત્તર : લેખકને અંકલેશ્વરનાં કારખાનાઓની દુર્ગંધ સાથે ઘરોબો કેળવાઈ ગયેલો.
(6) ‘ડાંગવનો અને નિબંધના લેખકે ભેખડવતી …’ નર્મદાના ઉચ્ચાસને બેસીને શાની મજા લૂંટી છે?
ઉત્તર : ‘ડાંગવનો અને ‘ નિબંધના લેખકે ભેખડવતી નર્મદાના ઉચ્ચાસને બેસીને સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે.
(7) અંકલેશ્વર શા કારણે લેખકને પ્રિય છે?
ઉત્તર : અંક્લેશ્વર ભેખડવતી નર્મદાને કારણે લેખકને પ્રિય છે.
(8) લાલ કાર્પેટના રાજમાર્ગે દોડીને મળવા જતાં કોણ ગાયબ થઈ જાય છે?
ઉત્તર : લાલ કાર્પેટના રાજમાર્ગે દોડીને મળવા જતાં સૂર્ય ગાયબ થઈ જાય છે.
(9) ક્ષિતિજ પરના સૂર્યમા’રાજ જળવતી નર્મદાની સપાટી ઉપર શું બિછાવી આપે છે?
ઉત્તર : ક્ષિતિજ પરના સૂર્યમા’રાજ જળવતી નર્મદાની સપાટી ઉપર લાલ કાર્પેટ બિછાવી આપે છે.
(10) લેખકને કોણે હરહંમેશ ઝંકૃત કર્યા છે?
ઉત્તર : લેખકને નર્મદાએ હરહંમેશ ઝંકૃત કર્યા છે
(11) કબીરવડ, નારેશ્વર, જબલપુર અને સબલપુર – આમાંથી કોનો ઉલ્લેખ સામા પ્રવાહે દર્શાવેલાં સ્થળોમાં લેખકે કર્યો નથી?
ઉત્તર : ‘સબલપુર’નો ઉલ્લેખ સામા પ્રવાહે દર્શાવેલાં સ્થળોમાં લેખકે કર્યો નથી.
(12) લેખક કબીરવડ જોઈ કોને કોને અનુભવે છે?
ઉત્તર : લેખક કબીરવડ જોઈ કબીરજીને અને તપસ્વીઓનાં તપને અનુભવે છે.
(13) હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દશ્યો વર્તમાનની સન્નિધિએ ક્યારે ઉઘાડતું આવે છે?
ઉત્તર : હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દશ્યો વર્તમાનની સન્નિધિએ જળની અંજલિ ભરતાં ઉઘાડતું આવે છે.
(14) ‘મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાંનું મીઠું પાણી …’ આ પંક્તિના કવિ કોણ છે?
ઉત્તર : ‘મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાંનું મીઠું પાણી …’ આ પંક્તિના કવિ રાજેન્દ્ર શુક્લ છે.
(15) ‘ડાંગવનો અને …’ કૃતિમાં લેખકે કયા કવિની પંક્તિઓનો વારંવાર ઉપયોગ કર્યો છે?
ઉત્તર : ‘ડાંગવનો અને ……’ કૃતિમાં લેખકે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓનો વારંવાર ઉપયોગ કર્યો છે.
(16) લેખક પહેલી વાર કયા પ્રદેશની વનસંપદા જોઈ ઘાયલ થઈ ગયા હતા?
ઉત્તર : લેખક પહેલી વાર આહવાની વનસંપદા જોઈ ઘાયલ થઈ ગયા હતા.
(17) સનસેટ પૉઇન્ટની ઊંચાઈથી નીચેની બાજુને લેખકે કેવી કહી છે?
ઉત્તર : સનસેટ પૉઇન્ટની ઊંચાઈથી નીચેની બાજુને લેખકે ‘રંગભૂમિ’ કહી છે.
(18) લેખકે આહવામાં કયા અરણ્યનાં જુદાં જુદાં રૂપ જોયાં?
ઉત્તર : લેખકે આહવામાં દંડકારણ્યનાં જુદાં જુદાં રૂપ જોયાં.
(19) સાગ અને ઘાસની લીલપનો છાક કોને આંટી મારે એવો છે?
ઉત્તર : સાગ અને ઘાસની લીલપનો છાક સૂર્યપ્રકાશને આંટી મારે એવો છે.
(20) પવન સાથે ઘૂમરાઈને ઉ૫૨ વહી આવતા ત્રિવિધરૂપમાં લેખક કોનો કોનો સમાવેશ કરે છે?
ઉત્તર : પવન સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા ત્રિવિધરૂપમાં લેખક રંગ, ગંધ અને અવાજનો સમાવેશ કરે છે.
(21) પવનની જાદુઈ લાકડીથી લેખકને શું પરિવર્તનશીલ લાગે છે?
ઉત્તર : પવનની જાદુઈ લાકડીથી લેખકને સૌંદર્યનું દૃશ્ય-શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તનશીલ લાગે છે.
(22) અસ્તિત્વની પરમતા અને ભવ્યતાના અનુભવની લેખક ઉપર શી અસર થઈ?
ઉત્તર : અસ્તિત્વની ૫રમતા અને ભવ્યતાનો ખૂબ નજીકથી તેમજ બારીકાઈથી અનુભવ થતાં લેખકને પોતાનું અસ્તિત્વ જાણે નાનું થઈને ઓગળી જતું અનુભવાય છે.
(23) ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો?
ઉત્તર : ગિરમાળનો ધોધ ગિરા નદી પરથી પડતો હતો.
(24) લેખકને લળીલળીને કોણ હેત કરતું લાગે છે?
ઉત્તર : લેખકને વાંસનાં ઝુંડ લળીલળીને હેત કરતાં લાગે છે.
(25) ‘ક્યાંક ઉન્મત્ત ગજયૂથ જેવાં, ક્યાંક એકલદોકલ પ્રણયીજન જેવાં!’ આ વાક્યો કોનો નિર્દેશ કરે છે?
ઉત્તર : ‘ક્યાંક ઉન્મત્ત ગજયૂથ જેવાં, ક્યાંક એકલદોકલ પ્રણયીજન જેવાં!’ આ વાક્યો વાંસના ઝુંડનો નિર્દેશ કરે છે.
(26) શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા?
ઉત્તર : મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા.
(27) ‘ડાંગવનો અને …’ના લેખકને લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડનાં ઝુંડ કોના જેવાં લાગે છે?
ઉત્તર : ‘ડાંગવનો અને …..’ના લેખકને લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડનાં ઝુંડ એકલદોકલ પ્રણયીજન જેવાં લાગે છે.
(28) લેખક પોતાને કોની સાથે સરખાવે છે?
ઉત્તર : લેખક પોતાને માછીમારો સાથે સરખાવે છે.
(29) આહવાની ગલીકૂંચીઓમાં લેખક શું લઈને રખડ્યા કરતા?
ઉત્તર : આહવાની ગલીકૂંચીઓમાં લેખક બાઇક લઈને રખડ્યા કરતા.
(30) સાગ અને ઘાસની લીલપનો છાક કોને આંટી મારે એવો છે?
ઉત્તર : સાગ અને ઘાસની લીલપનો છાક સૂર્યપ્રકાશને આંટી મારે એવો છે.
(31) ‘ડાંગવનો અને …’ પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : ‘ડાંગવનો અને …’ પાઠ લેખકના ‘રખડુનો કાગળ’ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *