Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 11 શિકારીને (સૉનેટ)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 11 શિકારીને (સૉનેટ)
કાવ્ય-પરિચય
‘શિકારીને’ કાવ્યના આરંભે કવિ કોઈ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે. પરમાત્માએ કરેલું વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સૌએ સૌંદર્યદૃષ્ટિ કેળવવાની છે. આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે, એનાં મધુર ગીતો (કલરવ) સાંભળવા નહિ મળે. પ્રકૃતિનાં તત્ત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં ‘વસુધેવકુટુંબકમ્’ની ભાવના જળવાશે. કોઈનો સંહાર કરવાની ઇચ્છા પણ નહિ થાય; પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રહેશે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) કવિ શિકારીને કઈ શિખામણ આપે છે?
ઉત્તર : કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણાં, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહિ મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓનાં મધુરાં ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે, તું એનાં મધુરાં ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દૃષ્ટિ કેવળ. પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે, એમાં જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ, એમાં જ આપણું ભલું છે.
(2) ‘શિકારીને’ કાવ્યનો ભાવાર્થ સમજાવો.
ઉત્તર : કાવ્યના આરંભે ‘રહેવા દે! રહેવા દે’ એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્યદૃષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદયભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં ‘વસુધૈવકુટુંબકમ્’ની ભાવના રહેલી છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ક્લાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્યદૃષ્ટિને આવરી લીધાં છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણાંમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉ૫૨ ક્લ૨વ કરતાં પક્ષીઓનાં ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે.
(2) કવિ સૌંદર્યને પામવા શી સલાહ આપે છે?
ઉત્તર : કવિ કહે છે કે સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્યને પામી શકાય નહિ. સૌંદર્યને પામવા માટે એનું જતન, પોષણ ને સંવર્ધન કરવું જોઈએ. સુંદરતા પામવા સુંદર બનવું પડે, ક્રૂરતા છોડવી પડે.
(3) કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે?
ઉત્તર : કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીત (કલરવ) સાંભળવાનાં છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે, અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે.
પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
“સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.”
ઉત્તર : સમગ્ર વિશ્વમાં ઠેરઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્યદૃષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે.
પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે?
ઉત્તર : સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે.
(2) સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : સૃષ્ટિનું સૌંદર્ય કવિને પંખીઓ, ફૂલો, લતા-વેલ, ઝરણાં, વૃક્ષો વગે૨ે પ્રકૃતિતત્ત્વોમાં જોવા મળે છે.
(3) સૌંદર્યની આ સૃષ્ટિમાં કવિ કેવી ષ્ટિ ન રાખવા કહે છે?
ઉત્તર : સૌંદર્યની આ સૃષ્ટિમાં કવિ ક્રૂરષ્ટિ ન રાખવા કહે છે.
(4) કવિની દૃષ્ટિએ વિશ્વસૌંદર્ય કેવું છે?
ઉત્તર : કવિની દૃષ્ટિએ વિશ્વસૌંદર્ય કુમળું છે.
(5) વ્યક્તિ પક્ષીને શાનાથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે?
ઉત્તર : વ્યક્તિ પક્ષીને તીરથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.
(6) કવિની દૃષ્ટિએ પક્ષી ક્યાં મળશે?
ઉત્તર : કવિની દૃષ્ટિએ પક્ષી એનાં મધુર ગીતમાં મળશે.
(7) શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે?
ઉત્તર : શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે.
(8) કવિ પંખીનાં ગીત કેવી રીતે સાંભળવાનું કહે છે?
ઉત્તર : કવિ પંખીનાં ગીત છાની રીતે સાંભળવાનું કહે છે.
(9) કવિ પ્રકૃતિને પામવા શાને મહત્ત્વ આપે છે?
ઉત્તર : કવિ પ્રકૃતિને પોષણ કરીને પામવા મહત્ત્વ આપે છે.
(10) પક્ષી તેના પ્રભુ સાથે શિકારીને ક્યાં મળશે? એમ કવિ કહે છે?
ઉત્તર : કવિ કહે છે કે પક્ષી શિકારીને તેના હૈયામાં પ્રભુ સાથે મળશે.
(11) કવિની દૃષ્ટિએ સૌંદર્યો વેડફી દેતાં શું મળતું નથી?
ઉત્તર : કવિની દૃષ્ટિએ સૌંદર્યો વેડફી દેતાં સુંદરતા મળતી નથી.
(12) સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે?
ઉત્તર : સૌંદર્ય પામવા માટે સુંદર બનવાની, સૌંદર્યદૃષ્ટિ કેળવવાની જરૂર છે.
(13) ‘સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે.’’ આ પંક્તિમાં ‘સૌંદર્યે ખેલવું’ એટલે શું?
ઉત્તર : ‘‘સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે.” આ પંક્તિમાં ‘સૌંદર્યે ખેલવું’ એટલે સૌંદર્યનો સહવાસ કેળવવો.
(14) કવિની દૃષ્ટિએ સૌંદર્ય ખેલવું એ વાસ્તવમાં કોનો ઉપયોગ છે?
ઉત્તર : કવિની દૃષ્ટિએ સૌંદર્ય ખેલવું એ વાસ્તવમાં પ્રભુનો ઉપયોગ છે.
(15) કવિ કલાપી સમગ્ર કાવ્યમાં કોને ઉદ્બોધન કરે છે?
ઉત્તર : કવિ કલાપી સમગ્ર કાવ્યમાં યુવાનને ઉદ્બોધન કરે છે.
(16) ‘બધે છે આર્દ્રતા છાઈ તેમાં કૈં ભળવું ભલું’ એટલે શું?
ઉત્તર : ‘બધે છે આર્દ્રતા છાઈ તેમાં મેં ભળવું ભલું’ એટલે સૌ પ્રત્યે અનુકંપા રાખવી.
(17) ‘કલાપી’ કોનું ઉપનામ છે?
ઉત્તર : ‘કલાપી’ એ સુરસિંહજી ગોહિલનું ઉપનામ છે.
(18) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ છે?
ઉત્તર : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ ‘કલાપી’ છે.
(19) ‘શિકારીને’ કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે?
ઉત્તર : ‘શિકારીને’ કાવ્ય ‘કલાપીનો કેકારવ’માંથી લેવામાં આવ્યું છે.
(20) ‘સૉનેટ’માં કેટલી પંક્તિઓ હોય છે?
ઉત્તર : ‘સૉનેટ’માં ચૌદ પંક્તિઓ હોય છે.
(21) ‘શિકારીને’ કાવ્ય કયા છંદમાં રચાયેલું છે?
ઉત્તર : ‘શિકારીને’ કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે.
(22) ‘શિકારીને’ કાવ્યનો મુખ્ય ધ્વનિ શો છે?
ઉત્તર : ‘શિકારીને’આ કાવ્યનો મુખ્ય ધ્વનિ પ્રકૃતિ પ્રત્યે અનુકંપા છે.
(23) ‘વસુધેવકુટુંબકમ્’ની ભાવના કયા કાવ્યમાં વ્યક્ત થાય છે?
ઉત્તર : ‘વસુધેવકુટુંબકમ્’ની ભાવના ‘શિકારીને’ કાવ્યમાં વ્યક્ત થાય છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here