Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 15 બોલીએ ના કાંઈ (ગીત)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 15 બોલીએ ના કાંઈ (ગીત)

કાવ્ય-પરિચય

કવિ રાજેન્દ્ર શાહ ‘બોલીએ ના કાંઈ’ ગીત દ્વારા જીવનમાં ક્યાં, ક્યારે બોલવું ને ક્યાં, ક્યારે ચૂપ રહેવું એ અંગે સૂચન કરે છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે; પરંતુ સમાજમાં એવા લોકો હોય છે જેને માત્ર અન્યની વ્યથા જાણવામાં જ રસ હોય છે. જીવનના માર્ગમાં જે કાંઈ દુઃખ, સંઘર્ષ આવે એને આપણે જ સહી લેવાનાં હોય છે. આ બાબતમાં આપણે એકલા જ ચાલવાનું હોય છે. કોઈનીય પાસે આપણું હૈયું ખોલવાથી કશો અર્થ સરતો નથી. હૈયામાં દુઃખનો અગ્નિ ગમે તેટલો સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની છે. આ ગીત દ્વારા સરળ છતાં સચોટ શબ્દોમાં આપણને જીવનના કપરા દિવસોમાં કઈ રીતે જીવવું તે અંગે માર્ગદર્શન મળી રહે છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

‘બોલીએ ના કાંઈ’ કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે?
અથવા
‘બોલીએ ના કાંઈ’ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર : ‘બોલીએ ના કાંઈ’ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતાં કહે છે કે જીવનમાં દુ:ખ કે સંઘર્ષ તો આવવાનાં જ. એમને માણસે એકલા જ સહન કરવાં, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે. એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, પણ માણસે તો પોતાનું ગાન ગાતાં ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત્ ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એક્લા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુ:ખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? 
ઉત્તર : કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા રાખવાની છે.
(2) કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે?
ઉત્તર : આપણા હૃદયમાં ભારે દુ:ખ હોય, વ્યથા હોય, પીડા હોય પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતાં નથી. દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે, બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે, તેથી ‘દુઃખ ઓસડ દહાડા’ એમ સમજી, કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે.
(3) ‘વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ આ પંક્તિ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર : પ્રસ્તુત પંક્તિ દ્વારા કવિ કહે છે કે દુઃખની વાત ઝીલનાર સામેની વ્યક્તિ સાગર જેવી વિશાળ હૃદયની છે કે કૂવા જેવા સાંકડા મનની તે આપણે જોવું જોઈએ. શક્ય હોય તો દુ:ખની વાત કોઈને કરવી નહિ, પણ વાત કરવાની થાય તો સામેની વ્યક્તિને જોઈને કરવી.
(4) પાદરે જામેલા લોકમેળામાં શું થતું જોવા મળે છે?
ઉત્તર : આપણી આજુબાજુ ઘણા લોકો હોય છે. આજકાલ સૌ પોતપોતાની મસ્તીમાં, કે તાનમાં મસ્ત હોય છે. એમાં એકાદ વ્યક્તિની વ્યથા સાંભળવાની કોઈને કંઈ પડી હોતી નથી.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

“પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!”
ઉત્તર : પ્રસ્તુત પંક્તિ ભાવક-આપણ-ને ઉદ્દેશીને લખાઈ છે. આપણું હૃદય દરેક પળે એકસરખી સ્થિતિમાં હોતું નથી. આપણે બળતરા, દાઝ, ગુસ્સો, ક્રોધ અનુભવીએ છીએ. કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાઝતા હોઈએ તોપણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુદ્ધા કોઈને આવવા દેવો જોઈએ નહિ. ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે – આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે. આપણાં વાણી તેમજ વર્તન વિરોધાભાસી ન હોવાં જોઈએ. આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા – પ્રેમની સરવાણી વહેવી જોઈએ.

પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) કવિ વાણી સંદર્ભે શું કહે છે?
ઉત્તર : કવિ વાણી સંદર્ભે ચૂપ રહેવા કહે છે.
(2) કવિ બીજી વ્યક્તિ સામે શું ખોલવાની ના કહે છે?
ઉત્તર : કવિ બીજી વ્યક્તિ સામે હૃદય ખોલવાની ના કહે છે. (૩) કવિ નેણ ભરીને જોવા કોને સંબોધન કરે છે? ઉત્તર : કવિ નેણ ભરીને જોવા વીરાને સંબોધન કરે છે.
(4) ‘વહેણનાં પાણી ઝીલનાર’ શબ્દો દ્વારા કવિ કોની વાત કરે છે? 
ઉત્તર : ‘વહેણનાં પાણી ઝીલનાર’ શબ્દો દ્વારા કવિ સંવાદદાતાની વાત કરે છે.
(5) વહેણના પાણીને કોણ ઝીલે છે?
ઉત્તર : વહેણના પાણીને સાગર ઝીલે છે.
(6) ‘વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ પંક્તિમાં ‘સાગર’ શબ્દનો અર્થ દર્શાવો.
ઉત્તર : ‘વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ આ પંક્તિમાં ‘સાગર’ શબ્દનો અર્થ વિશાળ હૃદયનો એવો થાય છે.
(7) ‘વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ પંક્તિમાં ‘કૂપ’ શબ્દનો અર્થ દર્શાવો.
ઉત્તર : ‘વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ પંક્તિમાં ‘કૃપ’ શબ્દનો અર્થ ‘સંકુચિત વિચારોનું’ એવો થાય છે.
(8) આપણું ગીત કોણ સતત ગુંજતું રહે છે?
ઉત્તર : આપણું ગીત સૂની સીમ સતત ગુંજતી રહે છે.
(9) કવિ શેને જીરવીને જાણવા કહે છે?
ઉત્તર : કવિ આપણી વ્યથાને જીરવીને જાણવા કહે છે.
(10) પ્રાણમાં જલન હોય ને તોય કવિ શું ધારવાનું કહે છે?
ઉત્તર : પ્રાણમાં જલન હોય ને તોય કવિ શીતલ રૂપ ધારવાનું કહે છે.
(11) “બોલીએ ના કાંઈ’ કાવ્ય જીવનની કઈ બાજુને રજૂ કરે છે? 
ઉત્તર : ‘બોલીએ ના કાંઈ’ કાવ્ય જીવનની હકારાત્મક બાજુને રજૂ કરે છે.
(12) બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે?
ઉત્તર : બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે.
(13) કવિ નેણ ભરીને જોવા કોને સંબોધન કરે છે?
ઉત્તર : કવિ નેણ ભરીને વીરાને જોવા સંબોધન કરે છે.
(14) મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી શું રાખવાનું છે?
ઉત્તર : મનમાં ભલે દુ:ખોનો અગ્નિ હોય પણ બહારથી શીતળતા જ રાખવાની છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *