Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 17 દિવસો જુદાઈના જાય છે (ગઝલ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 17 દિવસો જુદાઈના જાય છે (ગઝલ)

કાવ્ય-પરિચય

‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલના પહેલા શેરમાં કવિને આશા છે કે જુદાઈ છે, વિરહ છે, પણ એ જ જુાઈ તેમને મિલન તરફ લઈ જશે જ. કવિએ દરેક શેરમાં જીવન જીવવા માટે મહત્ત્વની દિશા ચીંધી છે. જેમ કે, એક્બીજાના મન સુધી પહોંચવું, હૃદયથી નયન સુધી પહોંચવું. એક શેર દ્વારા કવિ કહે છે કે રાજરાણી માટે એનું ચીર બે ઘડીનું છે, પણ બેંક નારીની ચૂંદડી કફન સુધી સાથ આપે છે. ગઝલનો છેલ્લો શેર પણ જીવનની ધન્યતાની ક્ષણ, – છીપમાં જેમ સ્વાતિ નક્ષત્રમાં મોતી પાકે, – એવી ક્ષણને વ્યક્ત કરે છે. જુદાઈ કે વિરહ જ્યારે ઉત્કટતાની પરાકોટિએ અનુભવાય ત્યારે એ પરમાત્મા – ઈશ્વર– ની કૃપા જ બની રહે છે. કવિનો આ શ્રદ્ધા-અનુભવ ઉપનિષદના શ્લોક જેવો છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

(1) ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. 
ઉત્તર : ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમનાં સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે. તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકનાં રતન સમા છો. એમનાં આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય, તો તમે હૃદયથી એ રાંકનાં નયનોમાંથી વહેતાં આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીનાં વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ બેંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના (આગ) વધી જાય અને એ વિરહાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા.
(2) “તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!” દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર : “તમે રાજરાણીનાં ચીર સમ, અમે ટૂંક નારની ચૂંદડી!” આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીનાં ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચૂંદડી પહેરે છે તે બે-ચાર વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. તે વારતહેવારે એ ચૂંદડી પહેરે છે અને તે સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ, ઈશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે. અમે એને જિંદગીભર સાથે રાખીએ છીએ, અર્થાત્ અમારે મન એ ચિરસ્મરણીય છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) શત્રુઓ ઉપર કવિને શો વિશ્વાસ છે ?
ઉત્તર : કવિના દિવસો સ્વજનના વિરહમાં પસાર થઈ રહ્યા છે. કવિને સ્વજનના મિલનની ઝંખના છે, એ ઝંખના કોઈ સ્વજનના દ્વારા નહીં, પણ કોઈ શત્રુ દ્વારા જ સંતોષાશે એવો કવિને વિશ્વાસ છે.
(2) કવિ કઈ અરજ કરે છે?
ઉત્તર : કવિ અરજ કરતાં કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકનાં દર્દનાં આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેનાં આંસુ લૂછવા રાંકનાં નયન સુધી જાઓ.
(3) ઈશ્વરે કવિ પર શી કૃપા કરી?
ઉત્તર : કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના પર કૃપા કરી. પવન તેમની વિરહાગ્નિને સ્પર્શે તે પહેલાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા, અર્થાત્ મૃત્યુ પામ્યા.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

“ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું, ફક્ત એક-મેકના મન સુધી.”
ઉત્તર : કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં (આ પૃથ્વી ૫૨) આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાનાં દિલમાં વસવું હતું.

પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) કાવ્યનાયકની દૃષ્ટિએ જીવનના કેવા દિવસો પસાર થાય છે?
ઉત્તર : કાવ્યનાયકની દૃષ્ટિએ જીવનના જુદાઈના દિવસો પસાર થાય છે.
(2) જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે?
ઉત્તર : જુદાઈના દિવસો મિલન સુધી લઈ જશે.
(3) કાવ્યનાયક પોતાનો હાથ કોણ ઝાલશે એમ કહે છે?
ઉત્તર : કાવ્યનાયક પોતાનો હાથ શત્રુ ઝાલશે એમ કહે છે.
(4) શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને ક્યાં લઈ જશે?
ઉત્તર : શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને સ્વજન સુધી લઈ જશે.
(5) કાવ્યનાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે?
ઉત્તર : કાવ્યનાયક અશ્રુને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે.
(6) કાવ્યનાયક અશ્રુઓને ક્યાંથી ક્યાં સુધી જવા અરજ કરે છે?
ઉત્તર : કાવ્યનાયક અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે.
(7) કવિ માટે કેવા દિવસો જતા હતા?
ઉત્તર : કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા.
(8) અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા શું કરે છે?
ઉત્તર : અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે.
(9) કાવ્યનાયક પ્રિયપાત્રની સરખામણી કોની સાથે કરે છે?
ઉત્તર : કાવ્યનાયક પ્રિયપાત્રની સરખામણી રાજરાણીનાં વસ્ત્રો સાથે કરે છે.
(10) કાવ્યનાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે?
ઉત્તર : કાવ્યનાયક પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે.
(11) રાજરાણીનાં ચીર એનાં અંગો ઉપર કેટલો સમય રહે છે?
ઉત્તર : રાજરાણીનાં ચીર એનાં અંગો ઉપર ઘડી બેઘડી રહે છે.
(12) ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે?
ઉત્તર : ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે.
(13) જો હૃદયની આગ વધી ‘ગની’ તો કોણે કૃપા કરી?
ઉત્તર : જો હૃદયની આગ વધી ‘ગની’ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી.
(14) પ્રિયપાત્રની અમીરાત અને કાવ્યનાયકની ખુવારી-ખુમાની કઈ પંક્તિમાં જોવા મળે છે?
ઉત્તર : પ્રિયપાત્રની અમીરાત અને કાવ્યનાયકની ખુવારી-ખુમાની નીચેની પંક્તિમાં જોવા મળે છે :
‘તમે બે ઘડી રહો અંગ ૫૨, અમે સાથ દઈએ કફન સુધી.’
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *