Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 20 વિરલ વિભૂતિ (ચરિત્રનિબંધ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 20 વિરલ વિભૂતિ (ચરિત્રનિબંધ)

પાઠ-પરિચય

‘વિરલ વિભૂતિ’ ચરિત્રનિબંધમાં લેખકે શ્રીમદ્ રાજચંદ્રની અનોખી આધ્યાત્મિક સંતપ્રતિભાનો પરિચય કરાવ્યો છે. શ્રીમદ્દ્ન જીવન પ્રેરણારૂપ હતું. લેખકે તેમના જીવનના અનેક ગુણોને અહીં પ્રગટ કર્યા છે. કોઈ ઉચ્ચ આત્મામાં હોય તેવી અદ્ભુત શક્તિ તેમને વરી હતી. તેઓ શતાવધાની હતા, તેમનામાં શીઘ્ર કવિત્વ હતું. તેમના પરોપકારી, નિર્મળ, પવિત્ર અને નિખાલસ વ્યક્તિત્વથી મહાત્મા ગાંધી પણ અંજાયા હતા, એવી વિરલ વિભૂતિને લેખકે અહીં શબ્દદેહ આપ્યો છે. અલ્પ આયુષ્યમાં તેઓ એક યુગપ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા. માત્ર 19 વર્ષની વયે શતાવધાની શક્તિ સિદ્ધ કરનાર આ પ્રતાપી પુરુષને ‘સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ પ્રાન થાય એ આપણા સૌના માટે ગૌરવની વાત છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) શ્રીમદ્જીએ બાળકોને ‘દેહ’ અને ‘આત્મા’ની ગૂઢ વાત કેવી રીતે સમજાવી?
ઉત્તર : શ્રીમદ્ભુએ બાળકોને ‘દેહ’ અને ‘આત્મા’ની ગૂઢ વાત બાળકોને એમની ભાષામાં સરળ તેમજ સચોટ ઉદાહરણ આપીને સમજાવી. શ્રીમદ્ભુએ બાળકો સાથે સંવાદ કરતાં પ્રશ્ન કર્યો, ‘તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય અને તમને માર્ગે જતાં કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો?’ બાળકોએ સહજ રીતે, સાચી વાત કરી, ‘ઘીનો લોટો વધારે સાચવીશું.’ બાળકોએ એમ પણ કહ્યું કે છાશ ઢળી જાય તો જલદી કોઈ ભરી આપે પણ ઘીનો લોટો ભરી આપવા કોઈ તૈયાર થાય નહિ. બાળકોના જવાબને આધારે જ શ્રીમદ્ભુએ સમજાવ્યું, દેહ છાશના જેવો છે. જીવ તેને સાચવે છે, જ્યારે આત્મા ઘીના જેવો છે. દેહનો તે ત્યાગ કરે છે. જીવ અવળી સમજણવાળો છે. છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે. દેહ મૃત્યુ પામે, નાશ પામે પણ એથી નુકસાન થતું નથી, તેથી દેહ નહિ, પણ આત્મા મૂલ્યવાન છે.
(2) ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો.
ઉત્તર : ગાંધીજીનો શ્રીમદ્ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદ્દ્ની સ્મરણશક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમના જીવનમાંથી ગ્રહણ કર્યું છે. ગાંધીજીને અધ્યાત્મ અને ધર્મસંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્નો પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમદ્ભુ પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું. શ્રીમદ્ભુની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દૃઢ થયા હતા. ગાંધીજીએ શ્રીમદ્ભુના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’નું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમલિખિત કાવ્ય ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ ને ‘આશ્રમ ભજનાવલિ’માં સ્થાન પામ્યું છે. આ ષ્ટિએ જોતાં એમ કહી શકાય કે, ગાંધીજીનો શ્રીમદ્ભુ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા.
(3) રાયચંદને ક્યારે પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું?
ઉત્તર : એક વખત રાયચંદના ગામમાં તેમના પરિચિત અમીચંદભાઈને સાપે દંશ દીધો. સર્પદંશથી તેઓ ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું એ બાળ રાયચંદ જાણતા નહોતા. તેમણે તેમના દાદા પાસેથી જાણ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. પછી માણસ હાલીચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ-પી ન શકે. એટલે તેને તળાવ પાસેના સ્મશાનમાં બાળી આવે. બાળ રાયચંદને ઉત્સુકતા થઈ. તળાવ પાસેના ઝાડ ઉપર ચડીને તેમણે ભડભડ બળતી ચિતાને જોઈ. આ ઘટના જોયા પછી તેમના મનમાં વિચારોનું મનોમંથન શરૂ થયું. તેઓ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. એમાંથી જ તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું.
(4) ‘શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ … . ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે.’ સમજાવો.
ઉત્તર : શ્રીમદ્ વિશે ગાંધીજીએ લખ્યું છે : ‘મેં ઘણાંનાં જીવનમાંથી ઘણું લીધું છે પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય, તો તે કવિશ્રીના જીવનમાંથી છે.’ શ્રીમદ્ની સ્મરણશક્તિ, બહોળું શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચરિત્ર જોઈને ગાંધીજી તેમના અનુરાગી બન્યા હતા. ગાંધીજી ધર્મ તેમજ અધ્યાત્મસંબંધી પોતાની મૂંઝવણો રજૂ કરતા, પ્રશ્નો પૂછતા અને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન મેળવતા. શ્રીમદ્ની રહેણીકરણી જોઈને પણ ઘણું શિક્ષણ પ્રાપ્ત થતું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય જેવા ગુણો ગાંધીજીમાં પ્રયોગો દ્વારા વિકાસ પામ્યા અને જીવનસંદેશ બન્યા એના મૂળમાં શ્રીમદ્ રાજચંદ્ર છે.
શ્રીમદ્ના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’નું અંગ્રેજી ભાષાંતર ગાંધીજીએ કરેલું, એટલું જ નહિ પણ શ્રીમનું ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ એ પદને ગાંધીજીએ ‘આશ્રમ ભજનાવલિ’માં સ્થાન આપેલું. આમ, ગાંધીજીનો શ્રીમદ્ સાથે ઊંડો આધ્યાત્મિક સંબંધ હતો.
આમ, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમનાં બંનેનાં જીવનનું જ નહિ, માત્ર ગુજરાતનું જ નહિ, પણ ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે.’

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો : 

(1) છાશ અને ઘીના દૃષ્ટાંતથી શ્રીમદ્ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું?
ઉત્તર : છાશ અને ઘીના દૃષ્ટાંતથી શ્રીમદ્ રાજચંદ્રે છોકરાઓને સમજાવ્યું કે દેહ છાશના જેવો છે. તેને જીવ સાચવે છે. આત્મા ઘીના જેવો છે. તે દેહનો ત્યાગ કરે છે. એટલે આ જીવ અવળી સમજણવાળો છે. છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે. છાશની જેમ દેહ ઢોળાઈ જાય એટલે કે મૃત્યુ પામે, નાશ પામે પણ એનાથી નુકસાન થતું નથી. એનો અર્થ એ કે દેહ નહિ, પણ આત્મા મૂલ્યવાન છે.
(2) શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા, ભણતા, ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને સાત ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં સાત વર્ષ લાગે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. આ પરથી કહી શકાય કે, શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી.
(3) શ્રીમદ્ની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? 
ઉત્તર : શ્રીમદ્ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. શાક સુધારવા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા. આ જોઈ તેમની આંખો ભરાઈ આવી. તેમનામાં જીવદયા અને કરુણા હતાં એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે.
(4) શ્રીમદ્જીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ ગ્રંથની ખાસિયત શી છે?
ઉત્તર : શ્રીમદ્ભુનો ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ ગ્રંથ સર્વોત્કૃષ્ટ દર્શનગ્રંથ છે. આ દર્શનગ્રંથમાં બેતાળીસ ગાથાઓ આપેલી છે. નોંધપાત્ર બાબત એ છે કે શ્રીમદે આ ગ્રંથ એક જ બેઠકે દોઢ કલાકમાં જ તેની રચના કરેલી છે.
(5) બાળવયે રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
ઉત્તર : શીઘ્ર કવિ રાયચંદે આઠ વર્ષની ઉંમરે કવિતાની આશરે 5000 કડીઓ લખી હતી. નવમા વર્ષે તેમણે રામાયણ-મહાભારતને કાવ્યરૂપે લખવાનું શરૂ કરેલું. તેઓ રમતગમતમાં પણ રસ લેતા. તેરમા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો હતો. તે સમયે તેઓ પિતા સાથે દુકાને પણ બેસતા.
(6) શ્રીમદ્ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પિરચય આપો.
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિ. સં. 1924 કાર્તિક પૂનમ દેવદિવાળીના દિવસે તા. 09/11/1867ના રોજ વવાણિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. જન્મસમયે શ્રીમદ્નું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું, પણ ચાર વર્ષની ઉંમરે તેમનું નામ બદલીને રાયચંદ રાખવામાં આવ્યું હતું. તેમના દાદા પંચાણભાઈ કૃષ્ણભક્ત હતા. આથી તેમને પિતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા. તેમને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા.
(7) શ્રીમમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો. 
ઉત્તર : શ્રીમદ્ના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજસંબંધી ખટપટ વેર હતું. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો. એમની વાતચીત પરથી શ્રીમદ્ન એ બાબતની ગંધ આવી ગઈ. તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા. આ પ્રસંગ પરથી સમજાય કે, શ્રીમમાં પરહિત અને પરોપકારની ભાવના હતી.
(8) શ્રીમદ્ રાજચંદ્રરચિત ‘સ્ત્રીનીતિબોધક વિભાગ 1’ની વિશેષતા શી છે?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રરચિત ‘સ્ત્રીનીતિબોધક વિભાગ 1’માં સ્ત્રીનું હિત થાય એવા વિષયો પર ભાર મૂક્યો છે. તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય, તેમના માટે સારા ગ્રંથો લખાય, બાળલગ્નો, કજોડાં જેવા કુરિવાજો બંધ થાય એવા વિષયો પર લખીને સમાજને આ બાબતે જાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો છે.
(9) શ્રીમદ્ સાથેના કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચક્તિ થઈ ગયા?
ઉત્તર : શ્રીમદ્ના કાકાજી સસરા ડૉ. મહેતાએ ગાંધીજીને શ્રીમદ્ગો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય કરાવ્યો. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદ્ન વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદ્ સહજ રીતે, એક પછી એક, બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ! ત્યારે ગાંધીજી એમની શતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) મનુષ્ય-આત્મા શાના જેવો છે?
ઉત્તર : મનુષ્ય-આત્મા મૂલ્યવાન ઘી જેવો છે.
(2) શ્રીમદ્ રાજચંદ્રનું ચાર વર્ષની વયે શું નામ રાખવામાં આવ્યું હતું?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રનું ચાર વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું હતું.
(3) કોનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન છે?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન છે.
(4) શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ કયા દિવસે (કઈ તારીખે) થયો હતો?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિ. સં. 1924ની કાર્તિક પૂનમે એટલે કે દેવદિવાળીના દિવસે (તારીખ : 9 – 11 –1867) થયો હતો.
(5) શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ક્યા ગામમાં થયો હતો?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વવાણિયા ગામમાં થયો હતો.
(6) શ્રીમદ્ રાજચંદ્રનું જન્મસમયનું નામ શું હતું?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રનું જન્મસમયનું નામ લક્ષ્મીનંદન હતું.
(7) રાયચંદના દાદા પંચાણભાઈ કોના ભક્ત હતા?
ઉત્તર : રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણના ભક્ત હતા.
(8) રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતારકથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું ?
ઉત્તર : રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતા૨કથાઓનું શ્રવણ દાદા પાસેથી કર્યું હતું.
(9) રાયચંદને બાળવયે પિતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કાર મળ્યા હતા?
ઉત્તર : રાયચંદને બાળવયે પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા.
(10) રાયચંદને બાળવયે માતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કાર મળ્યા હતા?
ઉત્તર : રાયચંદને બાળવયે માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા.
(11) રાયચંદે બાળવયે કોની પાસેથી કંઠી બંધાવી હતી?
ઉત્તર : રાયચંદે બાળવયે રામદાસ સાધુ પાસેથી કંઠી બંધાવી હતી.
(12) શ્રીમદ્દ્ની નિષ્ઠા કયા ધર્મમાં સ્થિર થઈ હતી?
ઉત્તર : શ્રીમદ્ની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થઈ હતી.
(13) શ્રીમદ્ની નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવા- શિખવવાની વૃત્તિ કેવી હતી?
ઉત્તર : શ્રીમદ્ની નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવા- શિખવવાની વૃત્તિ પ્રબળ હતી.
(14) શ્રીમદે કેટલામે વર્ષે કાવ્યરચના કરવાનો પ્રારંભ કરેલો?
ઉત્તર : શ્રીમદે આઠમા વર્ષે કાવ્યરચના કરવાનો પ્રારંભ કરેલો.
(15) નાની ઉંમરે શ્રીમદ્ન કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું?
ઉત્તર : નાની ઉંમરે શ્રીમદ્ન જાતિસ્મરણ (જાતિ અંગેનું જ્ઞાન) પ્રાપ્ત થયું હતું.
(16) બાળપણની કઈ ઘટનાથી શ્રીમમાં જીવદયા અને કરુણા જેવા સંસ્કાર જાગૃત થયા?
ઉત્તર : બાળપણની શાક સુધારવાની ઘટનાથી શ્રીમમાં જીવદયા અને કરુણા જેવા સંસ્કાર જાગૃત થયા.
(17) શ્રીમદ્ન કયું દૃશ્ય જોઈને જાતિસ્મરણ જાગ્યું હતું?
ઉત્તર : અમીચંદકાકાના શબને મસાણમાં બળતું જોઈને શ્રીમદ્ન જાતિસ્મરણ જાગ્યું હતું.
(18) શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતાં શ્રીમને શું થયું?
ઉત્તર : શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતાં શ્રીમદ્ની આંખો ભરાઈ આવી.
(19) અગિયાર વર્ષની ઉંમરે શ્રીમદ્ગા લેખો કયા સુપ્રતિષ્ઠિત સામયિકમાં પ્રગટ થયા હતા?
ઉત્તર : અગિયાર વર્ષની ઉંમરે શ્રીમના લેખો બુદ્ધિપ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિકમાં પ્રગટ થયા હતા.
(20) કોના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી?
ઉત્તર : સૌભાગ્યભાઈના ખિસ્સાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી.
(21) શ્રીમદ્દ્ના જીવનની કઈ ઘટના પરથી ખ્યાલ આવે છે કે તેઓ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા?
ઉત્તર : શ્રીમદ્ગા મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ગોઠવ્યો હતો. તેની જાણ ધારસીભાઈને અગાઉથી કરી સાવચેત કરી દીધા. તે પરથી ખ્યાલ આવે છે કે તેઓ પરહિત અને પરોપકારી ભાવનાવાળા હતા.
(22) વઢવાણ કૅમ્પમાં શ્રીમદે કયા મંડળની સ્થાપના કરેલી?
ઉત્તર : વઢવાણ કૅમ્પમાં શ્રીમદે ‘પરમશ્રુત પ્રભાવક મંડળ’ની સ્થાપના કરેલી.
(23) શ્રીમદે ‘સ્ત્રીનીતિબોધક’ પુસ્તકનો પહેલો ભાગ કેટલા વર્ષની ઉંમરે લખેલો?
ઉત્તર : શ્રીમદે ‘સ્ત્રીનીતિબોધક’ પુસ્તકનો પહેલો ભાગ સોળ- સત્તર વર્ષની ઉંમરે લખેલો.
(24) મુંબઈમાં શ્રીમદ્દે શાના પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા?
ઉત્તર : મુંબઈમાં શ્રીમદે શતાવધાન પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા.
(25) શ્રીમદ્ભુના ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ પદને ગાંધીજીએ શામાં સ્થાન આપેલું?
ઉત્તર : શ્રીમદ્ઘના ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ પદને ગાંધીજીએ આશ્રમ ભજનાવલિમાં સ્થાન આપેલું.
(26) ‘વિરલ વિભૂતિ’ પાઠના લેખકની દૃષ્ટિએ કોની કોની વચ્ચેનું જીવન ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે?
ઉત્તર : ‘વિરલ વિભૂતિ’ પાઠના લેખકની દૃષ્ટિએ ગાંધીજી અને શ્રીમદ્ વચ્ચેનું જીવન ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે.
(27) શતાવધાની શક્તિ એટલે શું?
ઉત્તર : શતાવધાની શક્તિ એટલે એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના, ક્રમમાં યાદ રાખવાની શક્તિ.
(28) શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં ઉત્તરોત્તર કઈ દશા નિર્ણાયક બનતી ગયેલી?
ઉત્તર : શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં સદેહે વિદેહીની દશા નિર્ણાયક બનતી ગયેલી.
(29) શ્રીમદ્નો ગાંધીજીને પરિચય કોણે કરાવી આપેલો?
ઉત્તર : ડૉ. પ્રાણજીવન મહેતાએ શ્રીમદ્નો ગાંધીજીને પરિચય કરાવી આપેલો.
(30) શ્રીમદ્ન મન દેહ શેનું સાધન માત્ર હતું ?
ઉત્તર : શ્રીમદ્ન મન દેહ ધર્મસાધનાનું સાધન માત્ર હતું.
(31) ‘વિરલ વિભૂતિ’ કૃતિમાં જણાવ્યા પ્રમાણે ‘સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું?
ઉત્તર : ‘વિરલ વિભૂતિ’ કૃતિમાં જણાવ્યા પ્રમાણે ‘સાક્ષાત્ સરસ્વતી’નું બિરુદ શ્રીમદ્ રાજચંદ્રને પ્રાપ્ત થયું હતું.
(32) ગાંધીજીએ શ્રીમદ્ભુના કયા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું? 
ઉત્તર : ગાંધીજીએ શ્રીમદ્ભુના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું.
(33) લેખકની દૃષ્ટિએ શ્રીમદ્ કઈ પરંપરામાં આજના યુગના મહાન તીર્થંકર સમાન હતા?
ઉત્તર : લેખકની દૃષ્ટિએ શ્રીમદ્ જૈન તીર્થંકરોની પરંપરામાં આજના યુગના મહાન તીર્થંકર સમાન હતા.
(34) ‘વિરલ વિભૂતિ’ પાઠમાં કોના જીવન-દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે?
ઉત્તર : ‘વિરલ વિભૂતિ’ પાઠમાં શ્રીમદ્ રાજચંદ્રના જીવન-દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે.
(35) ‘દેહ છતાં વિદેહી દશા’ આ શબ્દો કોને લાગુ પડે છે?
ઉત્તર : ‘દેહ છતાં વિદેહી દશા’ આ શબ્દો શ્રીમદ્ રાજચંદ્રને લાગુ પડે છે.
(36) આત્માર્પિત અપૂર્વજીનો ક્યો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં છે?
ઉત્તર : આત્માર્પિત અપૂર્વજીનો ‘વિરલ વિભૂતિ’ પાઠ અમારા પાઠ્યપુસ્તકમાં છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *