Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 23 લઘુકાવ્યો : દુહા – મુક્તક – હાઈકુ
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 23 લઘુકાવ્યો : દુહા – મુક્તક – હાઈકુ
કાવ્ય-પરિચય
દુહા
દુધ્ધ લોકસાહિત્યનો અત્યંત લોકપ્રિય પ્રકાર છે. દુહાને ‘દસમો વેદ’ કહે છે. લોકસાહિત્યમાં પુષ્કળ દુહાઓ મળી આવે છે. એક દૃષ્ટિએ લોક્સાહિત્ય એવું સાહિત્ય છે, જે લોકકંઠે રમતું રહે છે, લોકકંઠે જીવતું રહે છે. દુહા મોટે ભાગે બેથી ચાર પંક્તિઓના હોય છે. શ્લોક્ની જેમ દુહા એની ચોટાર સરળ-સહજ અભિવ્યક્તિ તેમજ અર્થપૂર્ણ લાધવને કારણે વિશેષ પ્રચલિત રહ્યા છે.
(1) પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એ સમજાવવા કુલદીપક, દેશદીપક અને જગદીપકનાં દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે.
(2) બીજા દુહામાં સ્વાભિમાનને મહત્ત્વનું ગણ્યું છે. જ્યાં મીઠો આવકાર, આદર અને આંખોમાં સ્નેહ મળે ત્યાં જ સ્વાભિમાન જળવાય.
મુક્તક
મુક્તક એ મૌક્તિક શબ્દ પરથી ઊતરી આવ્યો છે. મૌક્તિક એટલે મોતી. મોતી નાનું પણ ઘાટીલું, ચમકદાર ને કિંમતી હોય છે એમ મુક્તક પણ લઘુ, ભાવ-વિચારની સઘનતા સાથે અર્થભાવની મૂલ્યવત્તા ધરાવનારું હોય છે.
મુક્તકનું મહત્ત્વનું લક્ષણ ચમત્કૃતિ છે. મુક્તક સામાન્ય રીતે બેથી ચાર પંક્તિઓનાં હોય છે. તેમાં માનવીનાં ભાવસંવેદનો રજૂ કરવામાં આવે છે. થોડામાં ઘણું કહેવાની કળા એ એની વિશેષતા છે.
રઈશ મણિયાર [જન્મ : 19-08- 1966]
રઈશ મણિયારરચિત મુક્તકમાં કવિ માનવીને ચેતવે છે કે જગતમાં સુખ અને દુઃખ બંને આવ્યા જ કરવાનાં. સુખમાં છકી જવું નહિ અને દુઃખમાં નિરાશ થવું નહિ. આ જગતમાં એવો કોઈ તાજ નથી એટલે કે જવાબદારી નથી કે જેનો ભાર ન હોય, પણ એ ભારને શાંતિથી વહન કરવાનો હોય છે.
બરકત વીરાણી ‘બેફામ’ [જન્મ : 25 – 11 – 1923; મૃત્યુ : 02 – 01 – 1994]
આ મુક્તકમાં બરકત વીરાણી ‘બેફામ’ કહે છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં સફળતાની હસ્તરેખા નથી હોતી. એ જ રીતે ઇમારત બનાવવા માટે નકશો તૈયાર કરવો પડે, પણ ચણાયેલી ઇમારત (મકાન) નકશામાં નથી દેખાતી. અર્થાત્ નસીબ એ જીવન નથી. વ્યક્તિનું જીવન એની મહેનત અને પ્રયત્નથી બને છે. આમ, ઇમારતનું દૃષ્ટાંત આપીને કવિએ કર્મનો, પુરુષાર્થનો મહિમા કહ્યો છે.
હાઇકુ
હાઈકુ જાપાની સાહિત્યનો લઘુ કાવ્યપ્રકાર છે. એમાં સાત, પાંચ અને સાત એમ કુલ સત્તર અક્ષરોની ત્રણ પંક્તિઓ હોય છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુનું સ્વરૂપ ખેડનારાઓમાં ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ મુખ્ય છે. એમાં ઓછામાં ઓછા શબ્દોમાં સંવેદનાને ચિત્રાત્મક રીતે રજૂ કરવાની હોય છે.
મુરલી ઠાકુર [જન્મ : 1910; મૃત્યુ : 1975]
મુરલી કુરરચિત હાઈકુમાં દિવસે ઊગતા સૂરજના ઉજાસની વાત છે. ખોરડું ભલે નાનું હોય, પણ સૂરજનો ઉજાસ તો મોટા આંગણા સુધી ફેલાય છે.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ [જન્મ : 11 – 11 – 1937; મૃત્યુ : 31 – 07 – 1981]
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. દીપ હોલવીશ તો અંધારું થઈ જશે, પણ એની ચિંતા નથી. બારીમાં ચંદ્ર ખીલ્યો છે. આમ, અંધકાર અને પ્રકાશ બંનેની એકસાથે સર્જાતી પરિસ્થિતિમાં આશાનું કિરણ દેખાય છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે, તે વિસ્તારથી સમજાવો.
ઉત્તર : પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહિ. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલાં છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા ૫૨ મૂકતાં એનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારી હોય છે. એ જવાબદારી એને નિભાવવી જ પડે છે. મુગટ કાંઈ માત્ર શોભા માટે નથી.
(2) પંક્તિઓ સમજાવો :
“સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.”
ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ ર્યો છે. જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધ(નસીબ)માં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયાં હશે તો મળશે.
તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતાં કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કાંઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. એ માટે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે?
ઉત્તર : ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે. સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે.
(2) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુનો ભાવાર્થ સમજાવો.
ઉત્તર : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. રાત થતાં દીપક બુઝાવી દેશે તો ચારે બાજુ અંધારું થઈ જશે એની ચિંતા છે. અરે! એ ચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર બારીમાં દેખાય છે. અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એકસાથે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ગમે તે બે લઘુકાવ્ય સ્વરૂપોનાં નામ દર્શાવો.
ઉત્તર : બે લઘુકાવ્ય સ્વરૂપો : (1) દુઘ અને (2) મુક્તક.
(2) દુહ્યની દૃષ્ટિએ શું થવું કઠિન છે?
ઉત્તર : દુહ્યની દૃષ્ટિએ કુલદીપક થવું કઠિન છે.
(3) કવિ રઈશ મણિયાર જીતમાં શું ન હોય, એ અંગે ચેતવે છે?
ઉત્તર : કવિ રઈશ મક્રિયાર જીતમાં ઘર ન હોય, એ અંગે ચેતવે છે.
(4) કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું?
ઉત્તર : કવિની દિષ્ટએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ.
(5) ‘સફ્ળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી’ પંક્તિ દ્વારા કવિ કઈ બાબતને મહત્ત્વ આપતા નથી?
ઉત્તર : ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી’ પંક્તિ દ્વારા કવિ પ્રારબ્ધ(નસીબ)ને સ્વીકારીને નિષ્ક્રિય રહેવાની બાબતને મહત્ત્વ આપતા નથી.
(6) બરકત વીરાણીનું ઉપનામ શું છે?
ઉત્તર : બરકત વીરાણીનું ઉપનામ ‘બેફામ’ છે.
(7) ‘હાઈકુ’ ક્યાંનો સાહિત્યપ્રકાર છે?
ઉત્તર : ‘ાઈકુ’ જાપાનનો સાહિત્યપ્રકાર છે,
(8) ‘હાઇકુ’માં કેટલા અક્ષર હોય છે?
ઉત્તર : ‘હાઈકુ’માં સત્તર અક્ષર હોય છે.
(9) ‘હાઈકુ’ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે?
ઉત્તર : ‘ઇકુ’ કાવ્ય ત્રણ પંક્તિનું હોય છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here