Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 24 ઘોડીની સ્વામીર્થાત (લોકશા)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 24 ઘોડીની સ્વામીર્થાત (લોકશા)
પાઠ-પરિચય
‘ઘોડીની સ્વામીભક્તિ’, લોકકથામાં ગોહિલવાડમાં આવેલ વાવડી ગામના વતની અને અશ્વના શોખીન આંબા વાછાણીની થાને નિરૂપી છે. પોતાનો શોખ પૂરો કરવા આંબા પટેલ બાબરાથી ઢેલ(ઘોડીની જાત)ની અસલ ઓલાદની છ મહિનાની વછેરીને ખરીદીને લઈ આવ્યા. એ વછેરીનું જીવની જેમ જતન કર્યું, એને પોતાના સંતાનની જેમ વહાલથી ઉછેરી, એને રેવાળની ચાલ શીખવી. આ જાતવાન ઘોડીએ પણ પોતાના માલિક પ્રત્યે વફાદારી અને સ્વામીભક્તિ દર્શાવવામાં કોઈ કચાશ રાખી નહિ. લેખકે આ લોકકથામાં વિષયને અનુરૂપ સૌરાષ્ટ્રની તળપદી બોલીનું જોમ, ખમી૨, મીઠાશ અને પ્રેમાળ જીવનને પણ વણી લીધા, માણસ અને પશુ બંને એકબીજા સાથે પ્રેમ અને વફાદારી કેવાં નિભાવે છે એનું સચોટ દૃષ્ટાંત આંબા વાછાણી અને ઘોડી પૂરું પાડે છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) આંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી?
ઉત્તર : ઘોડાના શોખીન આંબા પટેલ છ મહિનાની ઢેલ ઘોડીને પોતાને ઘેર લઈ આવ્યા. પોતાના સગા દીકરાની જેમ તેનું જીવની જેમ જતન કર્યું. ભરવાડના ઝોકમાંથી બે-ત્રણ બકરી લાવીને, બકરીને દોહીને તેનું દૂધ ઘોડીને પાતા. તેમની આટલી કાળજીથી બે વરસમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ. આંબા પટેલે તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી. ઢેલ ઘોડી જાણે માના કોઠા(ગર્ભ)માંથી જ બધું શીખીને આવી હતી. એ રેવાલ ચાલમાં એટલી નિષ્ણાત થઈ ગઈ કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધની ટબુડી લઈને બેસે અને ઢેલ ઘોડી પાંચ ગાઉ રેવાલમાં દોડે તોપણ દૂધનું એક ટીપું પણ નીચે ન પડે. આનો યશ આંબા પટેલનાં વહાલ, જતન અને ઉછેરને દેવો ઘટે.
(2) ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો.
ઉત્તર : આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા. મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો, એમ વિચારીને આંબા પટેલે કેડ્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી; પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું. ઢેલ ઘોડી તો જેમતેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરાં ફુલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત રહી નહોતી. ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી. આમ, જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી.
(3) આંબા પટેલનું પાત્રાલેખન કરો.
ઉત્તર : આંબા પટેલને અર્થાત્ આંબા વછાણીને ગામ અને પરગામના સૌ આંબાઅદા(દાદા)ના નામથી બોલાવતા. ઘોડાના શોખીન આંબા પટેલ અસલ ઓલાદની જાતવાન છ મહિનાની વછેરી મૂલવીને પોતાના ઘેર લઈ આવ્યા હતા. પોતાના દીકરાની જેમ તેને વહાલથી ઉછેરી હતી. તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી હતી. તેઓ માનતા હતા કે આ જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચિંતા કરવાની જ ન હોય. આંબા પટેલ તેમના મામાને લાખ રૂપિયાના માણસ એટલે કે પ્રતિષ્ઠિત માણસ ગણતા હતા એટલે મામાનો સંદેશો આવે કે તરત જ ભર્યું ભાણું એક બાજુ હડસેલીને પણ મામાને મળવા જવું એમ આંબા પટેલ માનતા હતા. મામાને પણ તેમના ભાણેજ પર વિશ્વાસ હતો એટલે જ તેમણે ભાણેજ આંબા પટેલને પોતાની દીકરીની સગાઈ અંગે ભલામણ કરી. મામાને ત્યાંથી ઘેર પાછા ફરતાં શેત્રુંજી નદીમાં પૂર આવ્યું ત્યારે તેમની જાતવાન ઢેલ ઘોડીની ખાનદાની અને વફાદારીને કારણે તેમને જીવતદાન મળ્યું હતું. એ માટે તેમણે ઢેલ ઘોડી અને ગામના ઠાકોરજીનો આભાર માન્યો હતો.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) ઢેલ ઘોડીનું વર્ણન કરો.
ઉત્તર : ઢેલ ઘોડી અસલ ઓલાદની જાતવાન વછેરી હતી. તે રૂપાળી હતી. તેના ચારેય પગ ને કપાળ ધોળેલાં હતાં. તેના કાનની ટીસિયું બેવડ વળી જતી હતી. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામના લોકો ફાટી આંખે વિસ્મયથી જોઈ રહેતા.
(2) વછેરીની રેવાળ વિશે ટૂંકમાં લખો.
ઉત્તર : ચારે પગની ચોગઠ પડતી જાય તેવી ઘોડા કે ઘોડીની ઝડપી સ્થિર ચાલને રેવાળ કહે છે. આંબા પટેલ વછેરી(ઘોડી)ને રેવાળ શીખવી. જોકે આ ઘોડી અસલ ઓલાદની હતી. જાણે એ તો માના કોઠામાંથી જ અનોખી રેવાળ શીખીને આવી હતી. માથે અસવાર બેઠો હોય, એના હાથમાં દૂધની ટબૂડી હોય ને પાંચ ગાઉ જવાનું હોય, તોપણ દૂધનું ટીપુંય ન પડવા દે એવી વછેરી(ઘોડી)ની રેવાળ હતી.
(3) આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું?
ઉત્તર : આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો. સંદેશામાં ભાણાને જે કામ કરતા હોય તે પડતાં મૂકીને મણાર (ગામ) આવીને રોટલા શિરાવવા જણાવ્યું હતું. મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું.
(4) મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલના મનમાં ચાલતા વિચારો જણાવો.
ઉત્તર : મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલના મનમાં સારા- માઠા વિચારો આવવા લાગ્યા. તેમને થયું કે કોઈ દિવસ નહિ ને આજે મામાએ આવા સમાચાર કેમ કહેવડાવ્યા હશે? નક્કી કાંઈક નવા-જૂની થઈ હશે, નહિતર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહિ.
(5) મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલને ઘરવાળાંએ શા માટે રોક્યા?
ઉત્તર : મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલને ઘરવાળાંએ રોક્યા, કારણ કે આંબા પટેલ અસૂરવેળાએ જવા નીકળ્યા હતા એટલે એમનાં ઘરવાળાંનું મન કબૂલ કરતું નહોતું. મામાને ત્યાં જવામાં શેત્રુંજી નદી ઓળંગવી પડે. ચોમાસાના દિવસો હતા અને નદીમાં પાણી ભરાયાં હશે, પણ તેઓ આબરૂને ખાતર પણ ગયા વિના નહિ રહે. ઘરવાળાંને ચિંતા કરાવશે.
(6) પત્નીને આંબા પટેલે કેવી રીતે સમજાવ્યાં?
ઉત્તર : મણાર જવામાં જોખમ હોવાથી આંબા પટેલની પત્ની તેમને રોકતાં હતાં, પણ આંબા પટેલ સાથે ઢેલ જેવી ઘોડી હતી તેથી પૂરની એમને ચિંતા નહોતી. લાખ રૂપિયાના મામાનો સંદેશો આવે ને પોતે ન જાય તો મામા-ભાણાનો વિશ્વાસ તૂટે ને લોકો આંબા પટેલને બીકણ કહી ટોણો મારે! તેથી આંબા પટેલે પત્નીને આ સઘળી વાત કહીને સમજાવ્યાં ! ‘પટલાણી થૈને મોળું ઓહાણ આલો છો?’
(7) ઘોડાપૂર જોઈને આંબા પટેલે શી મૂંઝવણ અનુભવી?
ઉત્તર : શેત્રુંજી નદીનાં ઘોડાપૂર આંબા પટેલે જોયાં. પોતે મૂંઝવણના વમળમાં ઘેરાયા. શું કરવું? વાવડી પહોંચાય એમ નહોતું ને મણાર પાછા જવાય એમ નહોતું. વિકટ સંજોગોમાં, એમનું બળ વધી ગયું. ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો – સૌ ઘેર ચિંતા કરતાં હશે. આખરે નદીમાં ઘોડીને વિશ્વાસે ઝંપલાવવા વિચાર્યું.
(8) પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું?
ઉત્તર : કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ ૫૨ આંબા પટેલ નથી એટલે નસકોરાં ફુલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવતદાન મળ્યું.
(9) “આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે.’ આ વાક્ય કોણ બોલે છે? શા માટે?
ઉત્તર : ‘‘આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે.” આ વાક્ય આંબા પટેલનાં ઘરવાળાં બોલે છે. ઘોડીએ ઘરવાળાંના પતિ આંબા પટેલને મોતના મુખમાંથી બચાવ્યા હતા. પોતાના સુહાગનું રક્ષણ કરનાર ઘોડી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં તેઓ આ વાક્ય બોલે છે.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘ઘોડીની સ્વામીભક્તિ’ એ કયા પ્રદેશની લોકકથા છે?
ઉત્તર : ‘ઘોડીની સ્વામીભક્તિ’ એ ગોહિલવાડની લોકકથા છે.
(2) આંબા પટેલને ગામના અને પરગામના સૌ કયા નામથી બોલાવતા?
ઉત્તર : આંબા પટેલને ગામના અને પરગામના સૌ આંબાઅદા (દાદા) નામથી બોલાવતા.
(3) આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને કયો શોખ વળગેલો?
ઉત્તર : આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો શોખ વળગેલો.
(4) ઘરનો કારભાર હાથમાં આવતાં આંબા પટેલ બાબરા જઈને શું મૂલવી લાવ્યા?
ઉત્તર : ઘરનો કારભાર હાથમાં આવતાં આંબા પટેલ બાબરા જઈને છ મહિનાની વછેરી લઈ આવ્યા.
(5) આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી શા માટે બે બકરીઓ લઈ આવ્યા?
ઉત્તર : આંબા પટેલ ભરવાડની ઝોકમાંથી વછેરીને દૂધ પાવા માટે બે બકરીઓ લઈ આવ્યા.
(6) ‘ગણેશની બા, હાંભળો છો કે?’ …. આ વાક્ય કોણ, કોને કહે છે?
ઉત્તર : ‘ગણેશની બા, હાંભળો છો કે?’ . આ વાક્ય આંબા પટેલ એમની પત્નીને કહે છે.
(7) ‘શેત્રુંજી જેવી સાત નદિયું આડી અમ નથી પડી?’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : ‘શેત્રુંજી જેવી સાત નદિયું આડી ચ્યમ નથી પડી?’ આ વાક્ય આંબા પટેલ બોલે છે.
(8) આંબા પટેલના બળદને કોનાં ઓહિયાંએ ભારે કાહરી કરી?
ઉત્તર : આંબા પટેલના બળદને ભાયા ભરવાડનાં ઓડિયાંએ ભારે કાહરી કરી.
(9) મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને શી ભલામણ કરી?
ઉત્તર : મામાએ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજને સગાઈ(સગપણ)ની ભલામણ કરી.
(10) ઉપરવાસમાં કઈ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં?
ઉત્તર : ઉપરવાસમાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.
(11) આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને કેવા કહ્યા?
ઉત્તર : આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકોએ આંબા પટેલને છાતીચલો (હિંમતવાળો) કહ્યો.
(12) શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે ઢેલ ઘોડીને શું કહીને આંસુ સાર્યાં?
ઉત્તર : “બાપ ઢેલ, તેં આજ જીવતરનાં દાન દીધાં છે.” એમ કહીને શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે આંસુ સાર્યાં.
(13) ભાણેજના હાથમાંથી ઘોડી દોરીને કોણ ઢાળિયામાં લઈ ગયું?
ઉત્તર : ભાણેજના હાથમાંથી ઘોડી દોરીને મામા ઢાળિયામાં લઈ ગયા.
(14) મામાએ ઘોડીનાં દળી, તંગ ને પેંગડાં ઉતારીને ક્યાં મૂક્યાં?
ઉત્તર : મામાએ ઘોડીનાં દળી, તંગ ને પેંગડાં ઉતારીને ગમાણમાં મૂક્યાં.
(15) ઘોડીને ઢાળિયામાં લઈ જઈને, મામા સૂંડલો ભરીને શું લઈ આવ્યા?
ઉત્તર : ઘોડીને ઢાળિયામાં લઈ જઈને, મામા સૂંડલો ભરીને ઘઉં લઈ આવ્યા.
(16) વાળુ કરતાં કરતાં મામા-ભાણેજે શી શી વાતો કરી?
ઉત્તર : વાળુ કરતાં કરતાં મામા-ભાણેજે સુખદુ:ખ ને વહેવારની વાતો કરી.
(17) નીચેનું વર્ણન કોના સંદર્ભમાં કરવામાં આવ્યું છે?
‘ડોકના ત્રણ-ત્રણ કટકા કરીને ‘મેઆઉ’, ‘મેઆઉ’ કરતા મોરલા ગહેંકી ઊઠ્યા.
પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળાંભઠ વાદળાં ડિયાપાટી લેવા માંડ્યાં ‘
ઉત્તર : ‘ડોકના ત્રણ-ત્રણ કટકા કરીને ‘મેઆઉ’, ‘મેઆઉ’ કરતા મોરલા ગહેંકી ઊઠ્યા.
પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળાંભઠ વાદળાં હિડયાપાટી
લેવા માંડ્યાં …’ આ વર્ણન મેહુલાના સંદર્ભમાં કરવામાં આવ્યું છે.
(18) નીચેનું વર્ણન કોના વિશેનું છે?
‘આઈ શેતલ જાણે માથાના વાળ છુટ્ટા મેલીને રમણે ના ચડી હોય એમ એનાં પાણી ઘુઘવાટા મારે છે.’
ઉત્તર : ‘આઈ શેતલ જાણે માથાના વાળ છુટ્ટા મેલીને ૨મણે ના ચડી હોય એમ એનાં પાણી ઘુઘવાટા મારે છે.’ આ વર્ણન શેત્રુંજીનાં ઘોડાપૂર વિશેનું છે.
(19) સતલાંગ મારીને કાંઠે પડેલી ઘોડી શું કળી ગઈ?
ઉત્તર : સતલાંગ મારીને કાંઠે પડેલી ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે.
(20) ‘ઘોડીની સ્વામીભક્તિ’ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : ‘ઘોડીની સ્વામીભક્તિ’ પાઠ ‘લોકસાહિત્યની અશ્વ- કથાઓ’માંથી લેવામાં આવ્યો છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here