Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 8 છત્રી (હાસ્યનિબંધ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 8 છત્રી (હાસ્યનિબંધ)

પાઠ-પરિચય

‘છત્રી’ નિબંધમાં લેખકના ભૂલકણા સ્વભાવને કારણે તેમની છત્રી ખોવાઈ જવાના પ્રસંગો અને છત્રીને સાચવવા માટે સૂચવેલા ઉપાયોને કારણે હાસ્ય નિષ્પન્ન થાય છે. એક ઉપાય પ્રમાણે લેખક છત્રી ઉપર પોતાનાં નામ, સરનામું, ફોન નં. વગેરે લખાવે છે, આથી એક ફાયદો એ થાય છે કે, છત્રી ભૂલથી રાજકોટ પહોંચી ગયાનો પત્ર મળે છે. અનેક વિચારોને અંતે લેખક રાજકોટથી છત્રી લઈને પાછા તો ફરે છે, પણ ફરી ભૂલી જવાની આદતને કારણે તેઓ છત્રી બસમાં ભૂલી જાય છે. આમ, લેખકે આ નિબંધમાં સામાન્ય વસ્તુને ભૂલી જવાની તેમની આદતને વિષય બનાવી, છત્રી સાથેના પોતાના અનેક સ્વાનુભવો વણી લઈ, તેમાંથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જોકે, આ હાસ્ય વ્યંગ નથી, નિર્મળ છે, કોઈના દિલને ઠેસ પહોંચાડતું નથી.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

(1) છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી?
ઉત્તર : છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી : (1) લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી. એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખૂલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખવો. (2) લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઇવર રાખે છે તેમ તેઓ આવો બે-ત્રણ કલાક પૂરતો પગારઘર માણસ રાખી શકે. (3) તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણાં કરવાં ને પ્રભુભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે. એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે ! (4) તેમણે છત્રી ઉપર પોતાનું નામ, સરનામું લખાવવું. જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે.
(2) અમદાવાદ-રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી’ પાઠના આધારે લખો.
ઉત્તર : અમદાવાદ-રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા. છત્રી પર નામ-સરનામું હતાં. એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો, ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું. હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું? એમાં રાજકોટ જવા-આવવાનાં બસભાડાં અને રિક્ષાભાડાંના તથા ચા-પાણી- નાસ્તો વગેરેના મળીને ત્રણસો-સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા, પત્રલેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા, પણ અમદાવાદ ઊતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ! ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું. તેઓ તરત બસની ઑફિસે ગયા, પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી. આમ કરવા જતાં રિક્ષાભાડાના જવા-આવવાના બીજા એંશી રૂપિયા થયા. આમ, ‘તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ’ એ કહેવત જેવું થયું.
(3) ‘છત્રી’ નિબંધમાંથી હાસ્યરસ રજૂ કરતાં ઉદાહરણો આપો.
ઉત્તર : ‘છત્રી’ નિબંધના હાસ્ય નિષ્પત્તિના કેટલાક પ્રસંગો આપણે જોઈએ :
( 1 ) ‘તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહિ એવી છત્રી તમે રાખો છો?’ આવા વિચિત્ર પ્રશ્નોને હળવાશથી મૂકીને વાચકને લેખક હસતાં કરી દે છે.
( 2 ) ‘દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતાં સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે !’ – જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એ રીતે જણાવીને એમાંથી પણ લેખક ખોવાઈ જવાની વાતને હસી કાઢે છે.
( 3 ) છત્રી ખોવાય નહિ એ માટે લોકોએ આપેલી સલાહો પણ રમૂજનાં જ ઉદાહરણો છે.
( 4 ) છત્રી પર નામ, વીગતવાર સરનામું, ટેલિફોન નંબર લખાવવાની વાત તો રમૂજ પ્રેરે છે, પણ એથીયે વિશેષ છત્રી પર પોતાનો આખો બાયોડેટા લખાવવાના વિચાર પર તેમને સંયમ રાખવો પડ્યો, એમાં પણ હળવો વિનોદ છે.
( 5 ) એ પછી ખોવાયેલી છત્રી લેવા અમદાવાદથી છેક રાજકોટ જવું. એ માટે ખાસ્સો ખર્ચો કરવો અને અંતે ભૂલકણા સ્વભાવને કારણે મેળવેલી છત્રી ફરી બસમાં ભૂલી જવી ત્યારે પેલી કહેવત યાદ આવે છે : ‘તાંબિયાની ડોશી ને ઢીંગલો માથે મુંડામણ.’
આ સર્વે પ્રસંગોની રજૂઆતમાં ન કોઈના પર દોષારોપણ કે ન ખોવાયાનો અફસોસ કે ગમ. વાત સાદીસીધી પણ એને હળવાશથી રજૂ કરીને તેમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની અદ્ભુત કળા લેખકમાં છે, એનો પરિચય આ નિબંધ કરાવે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો.
ઉત્તર : લેખકને દુકાનદારે કહ્યું કે તેમને ત્યાં વેચાતી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તે એક વરસમાં તૂટી જાય એવી નથી હોતી. લેખકને એમની ટકાઉ છત્રી અંગે કોઈ શંકા નહોતી, પણ તેમને ખોવાય નહિ એવી છત્રી જોઈતી હતી. આવી છત્રી ક્યાંથી મળે? આથી દુકાનદાર તેમને જણાવે છે કે તમે જે પ્રકારની છત્રી માગો છો એ કદાચ કોઈ નહિ રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે.
(2) રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાનું તાત્પર્ય જણાવો.
અથવા
રાજા અને તેના કુંવરની રવીન્દ્રનાથ ટાગોરે આલેખેલી વાર્તાનો હેતુ જણાવો.
ઉત્તર : રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે, એમ સમજીને એના રાજ્યના એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂઝે છે. તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતાં કાંટો ન વાગે. આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, પોતાની જાતને સુધારવી.
(3) લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે?
ઉત્તર : લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી ૫૨ પોતાનું નામ-સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકી. એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વીગતવા૨ સ૨નામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીને કારણે એ ભૂંસાઈ ન જાય એટલે આ વીગતો પાકા રંગથી લખાવી.
(4) રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે…
ઉત્તર : છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસ્સો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહિ, પણ મૂર્ખામીભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ, એવો તેમનો દૃઢ મત હતો.
(5) રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી, કારણ કે…
ઉત્તર : અમદાવાદથી છેક રાજકોટ જવાના બસભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષાભાડાં તેમજ ચા-પાણી-નાસ્તા વગેરેનો વધારોનો ખર્ચ ઉમેરીએ તો ત્રણસો-સાડા ત્રણસો રૂપિયા થઈ જાય. આથી, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામીભરી લાગતી હતી.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક ક્યાં ગયા?
ઉત્તર : મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક છત્રી લેવા જાણીતા સ્ટોરમાં ગયા.
(2) લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા શા માટે ગયા?
ઉત્તર : લેખક જાણીતા સ્ટોરમાં છત્રી લેવા ગયા, કારણ કે વરસાદમાં છત્રી જરૂરી હતી.
(3) લેખકે સ્ટોરમાં માલિક પાસે કેવી છત્રીની માગણી કરી?
ઉત્તર : લેખકે સ્ટોરમાં માલિક પાસે નાની ને નાજુક છત્રીની માગણી કરી.
(4) લેખકને કેવી છત્રી ગમી?
ઉત્તર : લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી.
(5) દુકાનદારે કરેલું ક્યું સંબોધન લેખકને ગમ્યું?
ઉત્તર : દુકાનદારે ‘સાહેબ’ તરીકે કરેલું સંબોધન લેખકને ગમ્યું.
(6) કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો લાગતો હશે એ વિચારે લેખકને શું લાગ્યું?
ઉત્તર : કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો લાગતો હશે એ વિચારે લેખક ગભરાયા.
(7) દુકાનદારે પોતાની દુકાનની છત્રી વિશે લેખકને શું કહ્યું?
ઉત્તર : દુકાનદારે પોતાની દુકાનની છત્રી ટકાઉ છે એમ લેખકને કહ્યું.
(8) છત્રી ટકતી નથી, એનુ લેખક કર્યું કારણ જણાવે છે?
ઉત્તર : છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી, એમ લેખક જણાવે છે.
(9) એક માણસે રાજાના કુંવર માટે શું કરી આપ્યું હતું?
ઉત્તર : એક માણસે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા.
(10) પોતાના કુંવરને કટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું?
ઉત્તર : પોતાના કુંવરને કિટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યાં.
(11) જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, જાતને સુધારવાનો ઉપદેશ કોની વાર્તા દ્વારા મળે છે?
ઉત્તર : જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, જાતને સુધારવાનો ઉપદેશ કવિવર ટાગોરની વાતિ દ્વારા મળે છે.
(12) કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ‘રાજાના કુંવર ..’ની વાર્તામાં શો ઉપદેશ આપ્યો છે?
ઉત્તર : કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ‘રાજાના કુંવર . ની વાર્તામાં જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી, પોતાની જાતને સુધા૨વાનો ઉપદેશ આપ્યો છે.
(13) દુકાનદાર લેખકને છત્રી શોધવાનાં ફાંફાં મારવાનું છોડીને, શું કરવા સમજાવી રહ્યા હતા?
ઉત્તર : દુકાનદાર લેખકને છત્રી શોધવાના ફાંફાં મારવાનું છોડીને છત્રી ખોવાય જ નહિ એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા.
(14) શાન અને તેના આચરણ અંગે છત્રી’ નિબંધના લેખક શું માને છે?
ઉત્તર : જ્ઞાન અને તેના આચરણ અંગે ‘છત્રી’ નિબંધના લેખક આમ માને છે : ‘જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી.’
(15) લેખકે કઈ બાબતમાં એકથી વધુ વાર વિક્રમો નોંધાવ્યા છે?
ઉત્તર : લેખકે છત્રી ખોઈ નાખવાની બાબતમાં એકથી વધુ વાર વિક્રમો નોંધાવ્યા છે.
(16) દુકાનદારે ‘છત્રી’ પાઠના લેખકને કઈ સલાહ આપી?
ઉત્તર : દુકાનદારે ‘છત્રી’ પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી.
(17) છત્રી ન ખોવાય એ માટે મળેલી સલાહોમાંથી કઈ સલાહ પાઠને લાગુ પડતી નથી ?
ઉત્તર : છત્રી ન ખોવાય એ માટે મળેલી સલાહોમાંથી આ સલાહ પાઠને લાગુ પડતી નથી : ‘પત્નીને યાદ અપાવવાનું કહી રાખો.’
(18) ‘છત્રી’ પાઠના લેખકનો કર્યો ઉપાય કારગત નીવડ્યો?
ઉત્તર : ‘છત્રી’ પાઠના લેખકનો છત્રી ૫૨ નામ-સરનામું લખાવવાનો ઉપાય કારગત નીવડ્યો.
(19) લેખકની છત્રી પર શું લખાવવાનો વિચાર હતો?
ઉત્તર : લેખકનો વિચાર પોતાનો આખો બાચા છત્રી પર લખાવવાનો હતો.
(20) નવી છત્રી ઉપર લખેલું નામ-સરનાબુ વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એ માટે લેખકે શું કર્યું?
ઉત્તર : નવી જંત્રી ઉપર લખેલું નામ-સરનામું વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એ માટે લેખકે પાકા રંગથી લખાવ્યું,
(21) ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર કયા શહેરથી લેખક ઉપર આવ્યો?
ઉત્તર : ભૂલથી લેખકની છત્રી લઈ ગયાનો એકરાર કરતો પત્ર રાજકોટથી લેખક ઉપર આવ્યો,
(22) છત્રી લેવા જવાની બાબતમાં લેખકનો શો દઢ મત હતો?
ઉત્તર : છત્રી લેવા જવાની બાબતમાં રશિયા જવું પડે તોપણ જવું જોઈએ એવો લેખકનો દઢ મત હતો.
(23) ‘છત્રી’ પાઠ રતિલાલ બૌરીસાગરના કયા સંગ્રહાંથી લીધો છે?
ઉત્તર : ‘છત્રી’ પાઠ રતિલાલ બોરીસાગરના ‘ૐ હાસ્યમ્’ સંગ્રહમાંથી લીધો છે.
(24) છત્રી પાછી મેળવી, રાજકોટથી વળતી બસમાં પાછા ફરતાં, લેખક ક્યાં છત્રી ભૂલી ગયા?
ઉત્તર : છત્રી પાછી મેળવી, રાજકોટથી વળતી બસમાં પાછા ફરતા, લેખક અમદાવાદ ઊતરત બસમાં છત્રી ભૂલી ગયા.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *