Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 9 માધવને દીઠો છે ક્યાંય? (ઊર્મિગીત)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 9 માધવને દીઠો છે ક્યાંય? (ઊર્મિગીત)
કાવ્ય-પરિચય
‘માધવને દીઠો છે ક્યાંય?’ ગીતનો આરંભ પ્રશ્નથી થાય છે. આ પ્રશ્ન પૂછનાર ગોપી નથી, પણ વાંસળી છે. કવિએ વાંસળીને જાણે ગોપીરૂપે ક્લ્પીને વાંસળીના વિરહને વાચા આપી છે. કૃષ્ણ સાથે અવિનાભાવે જોડાયેલી આ વાંસળી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે અને કૃષ્ણની શોધમાં એના સૂર મારગની ધૂળને, યમુનાનાં વહેણ વગેરેને પૂછે છે. આ ગીતમાં રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપિચ્છના સુંવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય વાંસળીના વિરહને વધારે ઉત્કટ બનાવે છે. આખરે યમુનાના જળના આભાસમાં સૂરને કૃષ્ણની પ્રતીતિ થાય છે. સૂરનો આ વિરહ કવિએ લયાન્વિત પદાવલિઓથી ગીત દ્વારા ફ્રૂટ કર્યો છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : ‘માધવ દીઠો છે ક્યાંય ?’ ગીતની ધ્રુવપંક્તિ છે, વાંસળીનો સૂર, તીવ્ર ઉત્કંઠા સાથે, કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે.
સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલાં તમામ સજીવ-નિર્જીવ તત્ત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે ઃ ‘(કોઈએ) માધવ દીઠો છે ક્યાંય?’ પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંકથી તો મળી જશે જ એવી શ્રદ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલાં પૂછે છે. ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી. ત્યાંથી આગળ યમુનાનાં વહેણને પૂછે છે પણ યમુનાનાં વહેણ મૂંગાં જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજના સમયે પવનની ઠંડી. લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દે છે. તે પણ કૃષ્ણવિરહમાં ઉદાસ હતી. સાંજનો ઉજાસ ઉદાસ હતો. સૂરની વિહ્વળતા વધી ગઈ. સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે, એમનું મોરપિચ્છ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે! આકાશનો ચંદ્ર પણ વિહ્વળ એવા સૂરને શ્યામ ભાસે છે.
આમ, સજીવ-નિર્જીવ, જલ-સ્થલ-સર્વત્ર સૂર ફરી વળે છે, પણ ક્યાંય માધવ મળતા નથી, તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે.
(2) ‘માધવને દીઠો છે ક્યાંય ?’ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર : ‘માધવને દીઠો છે ક્યાંય?’ ગીતના કેન્દ્રમાં છે : માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા. આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે. એ બાળકૃષ્ણ સાથે જોડાયેલાં તમામ સજીવ-નિર્જીવ તત્ત્વો પાસે જઈ ‘મારા માધવને દીઠો છે ક્યાંય?’ એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ. એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી મારગની ધૂળને પૂછે છે. ત્યાંથી કોઈ જવાબ ન મળતાં, એ યમુનાનાં વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાનાં વહેણને મૂંગાં જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિનાં પગલાંના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નહાતી જુએ છે, પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી. કૃષ્ણના મુગટનું મોરપિચ્છ ઊડતું આવે તો એના સુંવાળા રંગ સાચવવાની એને ઇચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે. સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઊગતો દેખાય છે અને એ ચંદ્રનાં કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે એને પાતાળમાં હિરવર (કૃષ્ણ) પરખાય (દેખાય) છે. અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) રાતરાણી ઝાકળથી કઈ રીતે ન્હાય છે?
ઉત્તર : રાતરાણી સુંદર સુવાસવાળું ફૂલ છે, જે રાત્રે ખીલે છે. રાત્રીના ગાઢ વાતાવરણમાં, ઠંડી વધે છે. કવિ કલ્પે છે કે જાણે ઝાકળના લાગણીભીનાં પગલાંથી, પાછલી રાતે રાતરાણી ન્હાય છે.
(2) વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે? શા માટે?
અથવા
વાંસળીના સૂર મારગની ધૂળ, યમુનાનાં જળ અને રાધાની આંખને શું પૂછે છે? શા માટે?
ઉત્તર : વાંસળીના સૂર મારગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે? સૂર યમુનાનાં જળને પૂછે છે કે તમે કેમ ભૂંગાં છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે; કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે.
(3) વાંસળીનો સૂર કદંબ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે?
ઉત્તર : વાંસળીનો સૂર વાંસળીથી, કૃષ્ણથી, છૂટો પડી ગયો છે. તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબવૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે. એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે, આ રસ્તેથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા?
(4) યમુનાનાં જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે?
ઉત્તર : યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે, યમુનાનાં જળમાં રિવર (કૃષ્ણ) સંતાયા છે. પાતાળે સંતાયેલા રિવરનું તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે.
પ્રશ્ન 3. કાવ્યપંક્તિ સમજાવો :
વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય, મારગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય ?
ઉત્તર : ‘વાંસળી’ છે, સાથે ‘સૂર’ છે. બંને એકબીજા સાથે અભિન્ન છે; ‘વાંસળી’નું, તેમજ એના વગાડનારનું ગૌરવ પણ ‘સૂર’ને કારણે છે. જોકે કાવ્યમાં, પ્રસ્તુત પંક્તિમાં વાંસળીથી આ સૂર વિખૂટો પડી ગયો છે. છૂટો પડી ગયેલો સૂર વાંસળી(કૃષ્ણ)ને કદંબ વૃક્ષની છાયામાં શોધે છે. એમાં વિયોગ છે, વ્યાકુળતા છે, વ્યથા છે. આગળ જતાં, એ સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે : ‘મારા માધવને દીઠો છે ક્યાંય?’ પ્રસ્તુત પંક્તિ કાવ્યની ધ્રુવ (મુખ્ય) પંક્તિ છે, જે કાવ્યપાઠમાં વારંવાર આવે છે, ભાવ – વ્યથા – નું સતત દઢીકરણ થાય છે. કાવ્યાભિવ્યક્તિની મહત્ત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્ત્વ છે.
પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) મારગની ધૂળને કવિ શું પૂછે છે? (March 20)
ઉત્તર : મારગની ધૂળને કવિ પૂછે છે કે, તમે મારા માધવને ક્યાંય દીઠો છે?
(2) સૂરને યમુનાનાં વ્હેણ કેવાં લાગે છે?
ઉત્તર : સૂરને યમુનાનાં વ્હેણ મૂંગાં લાગે છે.
(3) રાધાની આંખમાં શું જોવા મળે છે?
ઉત્તર : રાધાની આંખમાં ઉદાસી જોવા મળે છે.
(4) કવિની દૃષ્ટિએ કોણ વ્યાકુળ કરે છે?
ઉત્તર : કવિની દૃષ્ટિએ લ્હેરખી વ્યાકુળ કરે છે.
(5) વિભાવરી (રાત્રી) કેવી લાગે છે?
ઉત્તર : વિભાવરી (રાત્રી) સૂની લાગે છે.
(6) વિભાવરીનાં પગલાંમાં શું અનુભવાય છે?
ઉત્તર : વિભાવરીનાં પગલાંમાં લાગણી અનુભવાય છે.
(7) રાતરાણી શેનાથી ન્હાય છે?
ઉત્તર : રાતરાણી ઝાકળથી ન્હાય છે.
(8) કવિ કોના સુંવાળા રંગ સાચવવાનું કહે છે?
ઉત્તર : કવિ મોરપિચ્છના સુંવાળા રંગ સાચવવાનું કહે છે.
(9) મોરલીના આભમાં કોણ ઊગે છે?
ઉત્તર : મોરલીના આભમાં શ્યામ(કૃષ્ણ)ના નામનો મયંક ઊગે છે.
(10) શ્યામના નામનો મયંક ક્યાં ઊગે છે?
ઉત્તર : શ્યામના નામનો મયંક મોરલીના આભમાં ઊગે છે.
(11) જળમાં કોનું તેજ રેલાય છે?
ઉત્તર : જળમાં ચંદ્રનાં કિરણોનું તેજ રેલાય છે.
(12) શ્યામ(કૃષ્ણ)ના નામના ચંદ્રનાં કિરણોનું તેજ ક્યાં રેલાય છે?
ઉત્તર : શ્યામ(કૃષ્ણ)ના નામના ચંદ્રનાં કિરણોનું તેજ જળમાં રેલાય છે.
(13) પાતાળમાં કોણ પરખાય છે?
ઉત્તર : પાતાળમાં હિરવર પરખાય છે.
(14) રાતરાણી ઝાકળથી ન્હાય છે, કારણ કે …
ઉત્તર : રાતરાણીને બ્યાવરી રાત્રિનાં પગલાંનો સ્પર્શ થયો છે.
(15) ‘માધવને દીઠો છે ક્યાંય?’ એ કોના તીવ્ર વિરહનું ગીત છે?
ઉત્તર : ‘માધવને દીઠો છે ક્યાંય?’ એ કૃષ્ણના તીવ્ર વિરહનું ગીત છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here