Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 1 सं वदध्वम् [સાથે મળીને બોલો. (પઘ)]
Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 1 सं वदध्वम् [સાથે મળીને બોલો. (પઘ)]
परिचयः
આ પદ્યપાઠના પહેલા ત્રણ મંત્રો અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના છે. છેવટના બે શ્લોકોમાં સમાજ તથા દેશના કલ્યાણની શુભકામના વ્યક્ત થઈ છે.
ઋગ્વેદ આ વિશ્વનું આદિ કાવ્ય છે. તે પ્રાચીનતમ મહત્ત્વપૂર્ણ રચના છે. ચાર વેદોમાં તે સર્વપ્રથમ છે. તેમાં ઋ નામના મંત્રો છે. દસ મંડલમાં વિસ્તરેલા આ વેદમાં મોટે ભાગે દેવોની સ્તુતિ છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, વિશ્વકર્મા, જલદેવતા વગેરેની સ્તુતિ તેમાં છે. વળી, તેમાં માનવજીવન અને સમાજજીવન સાથે સંબંધ ધરાવતા વિષયોનો પણ સમાવેશ થયો છે.
યજુર્વેદમાં યજ્ઞમાં ઉપયોગી થનુસ્ તરીકે ઓળખાતા મંત્રો છે. યજુર્વેદની બે સંહિતાઓ છે : વસ્તયનુર્વેદ્ર અને વૃાયનુર્વેદ્ર શુક્લ યજુર્વેદમાં કુલ 40 અધ્યાયો અને 1975 મંત્રો છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય, મૈત્રાયણી, કઠ અને કાપિષ્ઠલ-કઠ નામની ચાર શાખાઓ છે.
યજુર્વેદમાં યજ્ઞસંસ્થાનું વિકસિત રૂપ જોવા મળે છે. એમાં તત્કાલીન સમાજનું સુંદર પ્રતિબિંબ પડે છે.
અથર્વવેદના ઋષિ અથર્વ અને અંગિરા છે. આ વેદમાં ગૃહસંસ્કારને ઉપયોગી મંત્રો છે. આમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર માટે શાંતિની તથા સર્વના યોગક્ષેમની કામના છે. આ વેદમાં અનેક વૈજ્ઞાનિક તથ્યો પણ મળે છે. આયુર્વેદે પણ અથર્વવેદમાંથી જ પ્રેરણા લીધી છે. ભૈષજ્યસૂક્ત, આયુષ્યસૂક્ત, વિવાહસૂક્તો, ભૂમિસૂક્ત વગેરે આ વેદનાં અતિ મહત્ત્વનાં સૂક્તો છે. આ સૂક્તોમાં તત્કાલીન સમાજનું સુંદર ચિત્ર અંકિત થયું છે.
વેદોમાં સમગ્ર માનવસમાજ માટે ઉપયોગી એવા વિધિ-નિષેધો છે. ‘વિધિ’ એટલે ‘અમુક કાર્યો કરવાં જોઈએ’ અને ‘નિષેધ’ એટલે ‘અમુક કાર્યો ન કરવાં જોઈએ.’ આ વિધિ-નિષેધોનું સારી રીતે પાલન થાય તેનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે અથર્વવેદમાં કેટલીક પ્રાર્થનાઓ છે.
विषयप्रवेशः આ પદ્યપાઠના પ્રથમ ત્રણ મંત્રોમાં ત્રણ પ્રાર્થનાઓ છે. ઋગ્વેદના મંત્રમાં વ્યવહારવિષયક ઉપદેશ, યજુર્વેદના બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવાની પ્રાર્થના અને ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનના આદર્શની વાત છે. ચોથા અને પાંચમા શ્લોકોમાં સમગ્ર માનવસમાજ તથા રાષ્ટ્રનું શુભ અને મંગળ થાઓ એવી પ્રાર્થના છે.
स्वाध्यायः
प्र. 1. अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत-
(1) पूर्वे के सं जानाना: भागम् उपासते ?
A. मनुष्याः
B. असुराः
C. देवा:
D. सर्वे
उत्तरम् – C. देवा:
(2) कविः किं याचते ?
A. भद्रम्
B. दुरितम्
C. सुखम्
D. धनम्
उत्तरम् – A. भद्रम्
(3) जाया कीदृशीं वाचं वदतु ?
A. ललिताम्
B. शान्तिवाम्
C. ज्ञानयुताम्
D. शोभनाम्
उत्तरम् – B. शान्तिवाम्
(4) सर्वे कीदृशाः भवन्तु ?
A. योगिनः
B. मानिन:
C. सुखिनः
D. बलिनः
उत्तरम् – C. सुखिनः
(5) पर्जन्यः कदा वर्षतु ?
A. ह्यः
B. अद्य
C. श्वः
D. काले
उत्तरम् – D. काले
(6) हे देव …….. दुरितानि परासुव ।
A. अग्ने
B. वरुण
C. सवितर्
D. वायो
उत्तरम् – C. सवितर्
(7) पुत्र: …….. अनुव्रतः भवतु ।
A. मित्रस्य
B. मातुः
C. पितुः
D. स्वसुः
उत्तरम् – C. पितुः
(8) ……. निरामयाः भवन्तु।
A. पक्षिणः
B. जन्तवः
C. सर्वे
D. पशव:
उत्तरम् – C. सर्वे
(9) सर्वे …….. पश्यन्तु ।
A. दुरितानि
B. फलानि
C. धनानि
D. भद्राणि
उत्तरम् – D. भद्राणि
(10) पृथिवी ……… भवतु।
A. बलशालिनी
B. सस्यशालिनी
C. जलपूर्णा
D. धनपूर्णा
उत्तरम् – B. सस्यशालिनी
प्र. 2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत –
(1) पूर्वे देवाः कथं भागम् उपासते ?
उत्तरम् – पूर्वे देवाः संजानानाः भागम् उपासते।
(2) जाया कस्मै मधुमतीं वाचं वदतु ?
उत्तरम् – जाया पत्ये मधुमतीं वाचं वदतु ।
(3) मानवाः कीदृशाः सन्तु ?
उत्तरम् – मानवाः निर्भयाः सन्तु ।
(4) कः क्षोभरहितः भवतु ?
उत्तरम् – अयं देश: ( भारत ) क्षोभरहितः भवतु ।
प्र. 3. अधोदत्तानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत-
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો :
(1) ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે ?
ઉત્તર : ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે, ‘“હે દેવ! સર્વ દુષ્કર્મો, દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો.’’
(2) પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ?
ઉત્તર : પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ.
(3) ઋષિ બધાં માટે શી આશા વ્યક્ત કરે છે?
ઉત્તર : ઋષિ બધાં માટે આશા વ્યક્ત કરે છે કે, “સૌ સુખી અને રોગરહિત થાઓ; સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુ:ખી ન થાઓ.”
(4) સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે?
ઉત્તર : સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે, “પૂર્વે જેમ સારી રીતે જાણતા – સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો, તેમ તમે બધાય સાથે ચાલો અર્થાત્ સંગઠિત બનો, સાથે બોલો, એકસમાન વિચારોવાળા બનીને જીવન વિતાવો.”
પ્ર. 4. ‘મા શિદ્દુ:વમાન્ ભવેત્’ સૂક્તિના ભાવને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : ‘મા ઋશ્ચિત્ દુ:વમાક્ મવેત્’ કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાઓ. આ પ્રાર્થનામાં કવિ સમગ્ર જનસમૂહનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે. આ દેશનો કોઈ પણ નાગરિક અભાવગ્રસ્ત જીવન ન જીવે; સૌને જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ બરાબર પ્રાપ્ત થાય અને સૌ સુખમય જીવન જીવે. સૌ નીરોગી રહે. સર્વ મનુષ્યો પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
प्र. अधोदत्तानां संस्कृतप्रश्नानाम् उत्तराणि संस्कृते लिखत –
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો :
(1) दुरितानि कः परा सूते ?
उत्तरम् – दुरितानि सविता देवः परा सूते ।
(2) का मधुमतीं वाचं वदतु ?
उत्तरम् – जाया मधुमतीं वाचं वदतु ।
(3) कश्चित् कीदृशः मा भवेत् ?
उत्तरम् – कश्चित् दुःखभाग् मा भवेत्
(4) के निर्भयाः सन्तु ?
उत्तरम् – मानवाः निर्भयाः सन्तु ।
(5) पूर्वे देवाः कम् उपासते ?
उत्तरम् – पूर्वे देवाः यज्ञभागम् उपासते।
(6) के निरामयाः सन्तु ?
उत्तरम् – सर्वे निरामयाः सन्तु ।
(7) पुत्रः कीदृशः भवेत् ?
उत्तरम् – पुत्रः पितुः अनुव्रतः मात्रा संमनाः च भवेत् ।
વ્યાકરણલક્ષી
प्र. 1. अधोदत्तानां संस्कृतशब्दानां समानार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत-
(1) देवा: – दानवाः, सुराः, असुराः
(2) सविता – सोमः, भास्करः, वरुणः
(3) दुरितम् – भद्रम्, सुकृतम्, दुष्कृत्यम्
(4) भद्रम् – कल्याणम्, वदनम्, प्रभातम्
(5) निरामयः – सामयः, नीरोगः, आतुरः
(6) पर्जन्यः – ग्रीष्मः, मेघः, वारिधिः
(7) वाक्- सरः, भारती, मानसी
(8) मनः – मान्य, चेतः, चिन्तनम्
(9) जाया- भगिनी, भार्या, स्वसा
उत्तरम् –
(1) देवा: – सुराः
(2) सविता – भास्करः
(3) दुरितम् – दुष्कृत्यम्
(4) भद्रम् – कल्याणम्
(5) निरामयः – नीरोगः
(6) पर्जन्यः – मेघः
(7) वाक् – भारती
(8) मन: – चेत:
(9) जाया – भार्या
प्र. 2. अधोदत्तानां संस्कृतशब्दानां विरुद्धार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत-
(1) देवः – निर्जरः, दानवः, सुरः
(2) दुरितम् – सुकृतम्, पापम्, – योगम्
(3) मधुमती – लवणम्, कट्वी, ऋज्वी
(4) सुखिन: – दु:खिनः, विरक्ताः, लग्नाः
(5) निरामयः – निर्भयः, सामयः, स्थविर:
(6) निर्भया :- सज्जनाः, रुष्टाः, सभया:
(7) भद्रम् – सुभम्, अभद्रम्, सशोकम्
उत्तरम् –
(1) देवः × दानवः
(2) दुरितम् × सुकृतम्
(3) मधुमती × कट्वी
(4) सुखिन: × दुःखिनः
(5) निरामयः × सामयः
(6) निर्भयाः × सभया:
(7) भद्रम् × अभद्रम्
प्र. 3. अधोदत्तेभ्यः नामरूपेभ्यः प्रथमा विभक्तेः एकवचनस्य रूपं चित्वा लिखत –
(1) देवः, देवं, देवा:
(2) अनुव्रतेन, अनुव्रतौ, अनुव्रतः
(3) निरामयात्, निरामयः, निरामयस्य
(4) कालः, काले, कालाय
(5) पर्जन्ययोः, पर्जन्यः, पर्जन्याः
(6) देशः, देशानाम्, देशम्
(7) मानवान्, मानवाः, मानवः
उत्तरम् –
(1) देवः
(2) अनुव्रत:
(3) निरामयः
(4) कालः
(5) पर्जन्य:
(6) देश:
(7) मानवः
प्र. 4. अधोदत्तेभ्यः नामरूपेभ्यः चतुर्थी विभक्तेः एकवचनस्य रूपं चित्वा लिखत –
(1) जायाम्, जायायै, जायायाः
(2) मधुमती, मधुमत्यै, मधुमतीनाम्
(3) शान्त्या, शान्त्यै, शान्त्याम्
(4) पृथ्व्याः, पृथ्व्या, पृथ्व्यै
उत्तरम् –
(1) जायायै
(2) मधुमत्यै
(3) शान्त्यै
(4) पृथ्व्यै
प्र. 5. अधोदत्तेभ्यः क्रियापदेभ्यः आज्ञार्थ – अन्यपुरुषस्य एकवचनस्य रूपं चित्वा लिखत –
(1) भवतु, भवताम् भवानि
(2) सन्तु, असाम, अस्तु
(3) वर्ष, वर्षतु. वर्षतम्
(4) पश्यतु, पश्याव पश्यत्
उत्तरम् –
( 1 ) भवतु
( 2 ) अस्तु
( 3 ) वर्षतु
( 4 ) पश्यतु
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here