Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 4 जनार्दनस्य पश्चिमः सन्देश: [શ્રીકૃષ્ણનો અંતિમ સંદેશ (એsi)]
Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 4 जनार्दनस्य पश्चिमः सन्देश: [શ્રીકૃષ્ણનો અંતિમ સંદેશ (એsi)]
परिचयः
સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્યરચના માટે સુપ્રસિદ્ધ છે. એમનાં રચેલાં તેર નાટકો ઉપલબ્ધ છે; તે બધાં માસનાટવમ્ નામે ઓળખાય છે. આ તેર નાટકો પૈકીના નૂત્તષટોષમ્ નામના એકાંકીમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે.
આ નાટ્યાંશનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનપુત્ર અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આ કારણે અર્જુન અત્યંત વ્યથિત છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય, તે માટે શ્રીકૃષ્ણ એક વધુ કોશિશ કરે છે. શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે ઘટોત્કચને પોતાનો દૂત બનાવીને શાંતિનો સંદેશ મોકલે છે. યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શનિ વગે૨ે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રીકૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે.
विषयप्रवेशः – દૂત તરીકે હસ્તિનાપુરની રાજસભામાં ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુનિ સાથેના સંવાદો રોચક અને રસપૂર્ણ છે. ભાસે હિડિમ્બા રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોને દુર્યોધનની રાક્ષસી વૃત્તિનું દર્શન કરાવ્યું છે. એક તરફ રાક્ષસીનો પુત્ર માનવીય વર્તન દર્શાવે છે અને બીજી તરફ મનુષ્યપુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન દર્શાવે છે. આ વિરોધાભાસ ભાસે પોતાની ઉત્તમ નાટ્યકલાના બળે અહીં પ્રસ્તુત કર્યો છે. દુર્યોધનનું હઠાગ્રહી વર્તન સમસ્ત કુરુકુળનો વિનાશ નોતરે છે. એ તથ્ય આ રૂપક દ્વારા સ્પષ્ટ થયું છે.
स्वाध्यायः
प्र. 1. अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत-
(1) यदुकुलप्रवालः कः ?
A. घटोत्कचः
B. अर्जुन:
C. अभिमन्युः
D. दुर्योधन:
उत्तरम् – C. अभिमन्युः
(2) अभिमन्युः कस्य पुत्रः आसीत् ?
A. जनार्दनस्य
B. धृतराष्ट्रस्य
C. अर्जुनस्य
D. शकुने:
उत्तरम् – C. अर्जुनस्य
(3) अभिमन्योः मातुलः कः ?
A. दुर्योधनः
B. शकुनि:
C. जनार्दन:
D. घटोत्कचः
उत्तरम् – C. जनार्दन:
(4) ‘शान्तं पापम् शान्तं पापम् ।’ इति कः वदति ?
A. घटोत्कचः
B. धृतराष्ट्रः
C. शकुनि:
D. अर्जुन:
उत्तरम् – A. घटोत्कचः
(5) ‘वयं दूतघातकाः न ।’ – इदं वाक्यं केन कथितम् ?
A. दुर्योधनेन
B. घटोत्कचेन
C. शकुनिना
D. धृतराष्ट्रेण
उत्तरम् – A. दुर्योधनेन
(6) चक्रायुधः कः ?
A. अभिमन्युः
B. जनार्दनः
C. धृतराष्ट्रः
D. शकुनि:
उत्तरम् – B. जनार्दनः
(7) भवन्तः …… अपि क्रूरतराः ।
A. राक्षसान्
B. राक्षसैः
C. राक्षसेभ्यः
D. राक्षसेषु
उत्तरम् – C. राक्षसेभ्यः
(8) ‘कृतान्त:’ शब्दस्य कः अर्थः ?
A. पाण्डवः
B. सूर्य:
C. यमराज:
D. नष्टम्
उत्तरम् – C. यमराज:
प्र. 2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत-
(1) घटोत्कचः कस्य सन्देशं नयति ?
उत्तरम् – घटोत्कचः जनार्दनस्य ( श्रीकृष्णस्य ) सन्देशं नयति ।
(2) अभिमन्युः कं द्रष्टुं स्वर्गम् अभिगत: ?
उत्तरम् – अभिमन्युः पितामहं ( पाण्डुराजं) द्रष्टुं स्वर्गम् अभिगतः ।
(3) कुत्र सुप्तान् भ्रातृन् निशाचराः न दहन्ति ?
उत्तरम् – जतुगृहे सुप्तान् भ्रातॄन् निशाचराः न दहन्ति ।
(4) घटोत्कचः कस्य वचनात् दूतः भवति ?
उत्तरम् – घटोत्कचः पितामहस्य वचनात् दूतः भवति ।
વિશેષ પ્રશ્નોત્તર
प्र. 1. अधोदत्तानां विषयानाम् उपरि संक्षेपेण टिप्पणीं लिखत-
(1) ધૃતરાષ્ટ્ર
ઉત્તર : ધૃતરાષ્ટ્ર યેન સઃ – બહુવ્રીહિ સમાસ. તે સો પુત્રોનો – કૌરવોનો અને એક પુત્રી દુઃશલાનો પિતા હતો. તે જન્માંધ હતો. તેને એક વૈશ્ય દાસીથી થયેલો યુયુત્સુ નામનો પુત્ર પણ હતો, જે મહાભારતના યુદ્ધ વખતે પાંડવોના પક્ષમાં હતો.
(2) કુરુકુળનો દીપક અભિમન્યુ
ઉત્તર : કુરુકુળના અત્યંત તેજસ્વી દીપકરૂપ અને યદુકુળના અંકુરરૂપ અભિમન્યુ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનનો પુત્ર હતો. મહાભારતના યુદ્ધમાં તેણે પોતાનું શૌર્ય પ્રદર્શિત કરીને વીરગતિ પ્રાપ્ત કરી હતી.
મહાકવિ ભાસચિત એકાંકી રૂપક ‘તૂતષટોત્વમ્’ માંથી લેવાયેલા નાટ્યાંશ ‘નનાર્દનસ્ય પશ્ચિમ: સન્દેશ:’માં અભિમન્યુના પાત્રનો ઉલ્લેખ આવે છે. શ્રીકૃષ્ણ તેના મામા હતા. છતાં કુરુક્ષેત્રના મહાભારતનાં યુદ્ધમાં કૌરવોએ અન્યાયથી અભિમન્યુનો વધ કર્યો હતો. અભિમન્યુના મૃત્યુથી શોકસંતપ્ત થયેલો અર્જુન તેનો વધ કરનારનો નાશ કરવાનો સંકલ્પ કરે છે.
(3) જનાર્દન
ઉત્તર : નનાર્ (દુષ્ટનનાન્) અકૃતિ કૃતિ – ૩૫૫૬ તત્પુરુષ સમાસઃ, દુષ્ટ માણસોનો નાશ કરનાર શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણે તેમના જીવન દરમિયાન સંખ્યાબંધ રાક્ષસોનો વધ કર્યો હતો.
(4) શાન્ત પાપમ્ (પાપ શાંત થાઓ)
ઉત્તર : પાપ શાંત થાઓ. સંસ્કૃત નાટકોમાં, બે પાત્રોના સંવાદની વચ્ચે જ્યારે વક્તા દ્વારા કહેવામાં આવેલી કોઈ વાતને સામું પાત્ર સાંભળવા યોગ્ય ન સમજે ત્યારે તે પાત્ર તરફથી આ વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે. આ વાક્યનો ગુજરાતી ભાષામાં અનુવાદ : ‘આમ ના કહેશો’ એવો થાય છે.
(5) જતુગૃહ
ઉત્તર : નતુન: ગૃહમ્ – ષષ્ઠી તત્પુરુષ સમાસઃ; લાખનું ઘર. પાંચેય પાંડવોને તથા તેમની માતા કુંતીને મારી નાખવા માટે દુર્યોધને મામા શનિ સાથે મળીને, પાંડવોને વારણાવત મોકલવાનું ષમંત્ર રચ્યું હતું. ત્યાં એક લાક્ષાગૃહ(લાખના રાજમહેલ)નું નિર્માણ કર્યું હતું. આ લાક્ષાગૃહમાં પાંડવોને કુંતી સાથે જીવતા સળગાવી દેવાની યોજના હતી. સદ્ભાગ્યે પાંડવો કુંતી સાથે બચી ગયા હતા.
(6) શનિ
ઉત્તર : તે ગાંધાર દેશના રાજા સુબલનો પુત્ર અને ગાંધારીનો ભાઈ હતો. આમ, તે દુર્યોધનનો મામો થાય. એણે દુર્યોધનને ઘૂત રમવા પ્રેર્યો હતો. તે કપટઘૂત રમવામાં કુશળ હતો. મહાભારતના યુદ્ધમાં તે સહદેવને હાથે માર્યો ગયો હતો.
(7) દુર્યોધનની ક્રૂરતાનું ઘટોત્કચે કરેલું વર્ણન
અથવા
ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે?
ઉત્તર : શ્રીકૃષ્ણના કહેવાથી ધૃતરાષ્ટ્રની સભામાં દૂત બનીને આવેલો ઘટોત્કચ તેમને સંદેશ સંભળાવે છે. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલાં વિલાપનું વર્ણન કરીને યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્રની પણ આવી દશા ન થાય તેમ કહી આ વિનાશકારી યુદ્ધ અટકાવી દેવા કહે છે. આ સાંભળીને ઉશ્કેરાઈ ગયેલા શનિ અને દુર્યોધન ઘટોત્કચ સાથે ઉગ્ર સંવાદ કરે છે. આ સંવાદમાં દુર્યોધન ઘટોત્કચને તેની જાતિ પર કટાક્ષ કરતાં કહે છે કે ‘‘પોતાના સ્વભાવ પર ગયો ! અમે પણ ખરેખર રોદ્રરૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ.” આના પ્રત્યુત્તરમાં ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર કહે છે, કારણ કે દુર્યોધને ભૂતકાળમાં રાક્ષસોને પણ શરમાવે તેવું ભયાનક કૃત્ય કર્યું હતું. તેણે લાક્ષાગૃહમાં સૂતેલા પાંડવોને તેમની માતા સહિત સળગાવીને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. એટલું જ નહીં, રાક્ષસો પોતાના ભાઈની પત્નીના મસ્તકને સ્પર્શતા પણ નથી, જ્યારે દુર્યોધને તો ભાઈની પત્નીના ઘોર અપમાનનું કૃત્ય કર્યું હતું. આ સંવાદ દ્વારા મહાકવિ ભાસે દુર્યોધનની ક્રૂરતાને આબાદ દર્શાવી છે. અહીં એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન કરે છે, જ્યારે બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન માનવતાહીન રાક્ષસી વર્તન કરે છે. આ વિરોધાભાસ આપણને ભાસની ઉત્તમ નાટ્યકલાનો પરિચય કરાવે છે તથા દુર્યોધનનું હિંસક અને હઠાગ્રહી વર્તન સમગ્ર કુરુકુળનો વિનાશ નોંતરે છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
प्र. 1. अधोदत्तानां संस्कृतप्रश्नानाम् उत्तराणि संस्कृते लिखत –
(1) धृतराष्ट्रः कस्य उत्पादयिता ?
उत्तरम् – धृतराष्ट्रः अनार्यशतस्य (पुत्राणां ) उत्पादयिता ।
(2) कः धृतराष्ट्रम् अभिवादयति ?
उत्तरम् – घटोत्कचः धृतराष्ट्रम् अभिवादयति ।
(3) जनार्दनः कः ?
उत्तरम् – जनार्दनः श्रीकृष्णः ।
(4) कुरुकुलप्रदीपः कः ?
उत्तरम् – अभिमन्युः कुरुकुलप्रदीपः ।
(5) अभिमन्योः पितामहः कः ?
उत्तरम् – पाण्डुराजः अभिमन्योः पितामहः।
(6) अभिमन्योः माता का ?
उत्तरम् – सुभद्रा अभिमन्योः माता आसीत् ।
(7) शकुनिः कः ?
उत्तरम् – शकुनिः दुर्योधनस्य मातुलः अस्ति। –
(8) दुर्योधनः वदति – ‘ न त्वं युद्धार्थमागतः।’ अत्र ‘त्वम्’ इति कः ?
उत्तरम् – दुर्योधनः वदति – ‘न त्वं युद्धार्थमागतः।’ अत्र ‘त्वम्’ इति ‘घटोत्कचः’ अस्ति ।
(9) राक्षसेभ्यः अपि के क्रूरतराः सन्ति ?
उत्तरम् – राक्षसेभ्यः अपि दुर्योधनादय: क्रूरतराः सन्ति ।
(10) ‘शान्तं पापम् शान्तं पापम् ।’ इदं वाक्यं कः वदति ?
उत्तरम् –‘शान्तं पापम् शान्तं पापम् ।’ इदं वाक्यं घटोत्कचः वदति ।
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here