Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 8 साक्षिभूतः मनुष्यः [સાક્ષી બનેલો માણસ (ગઘ)]

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Sanskrit | Model Question Paper & Solution | Chapter – 8 साक्षिभूतः मनुष्यः [સાક્ષી બનેલો માણસ (ગઘ)]

परिचयः

ઘટનાઓ અને દુર્ઘટનાઓની માયાજાળરૂપ સંસારમાં વિવિધ ઘટનાઓ ઘટતી રહે છે. સંસારના વિવિધ પદાર્થો – પથ્થર જેવા જડ પદાર્થો, પશુ-પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થો – આ સર્વ ઘટનાઓના સાક્ષી બનતા હોય છે. પથ્થર વગેરે જડ પદાર્થો નિષ્ક્રિય રહીને ઘટનાના સાક્ષીં બને છે. ગાય વગેરે પશુઓ ઘટનાસ્થળથી દૂર ભાગીને પોતે સુરક્ષિત રહે છે. દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખ અનુભવે છે અને દુઃખી માણસની સહાયતા કરવા સક્રિય બને છે. તે દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો પણ પ્રયત્ન કરે છે.
विषयप्रवेश: – આજના જમાનામાં અવરજવરનાં સાધનો – વાહનોના આધિક્યને કારણે મુખ્ય માર્ગો ૫૨ અનેક દુર્ઘટનાઓ થાય છે. દુર્ઘટનાઓના સાક્ષી બનેલા માણસની ફરજનું દિશાસૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ રજૂ કરવામાં આવેલો છે. આ પાઠમાં પુનીત અને સુનીત વચ્ચે સંવાદ થાય છે. તેમાં પ્રશ્નોત્તરરૂપે આ વિષયની સુંદર છણાવટ કરવામાં આવી છે.

વિશેષ પ્રશ્નોત્તર

प्र. 1. अधोदत्तयोः विषययोः उपरि संक्षेपेण टिप्पणीं लिखत –
(1) સાક્ષિભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય
ઉત્તર : ક્યારેક માર્ગ પર ઘટતી દુર્ઘટનાના સાક્ષીઓ તરીકે પથ્થર વગેરે જડ પદાર્થો, પશુ-પક્ષી, મનુષ્ય જેવા ચેતન પદાર્થો પણ હોય છે. ત્યારે પથ્થર વગેરે પદાર્થો નિષ્ક્રિય રહીને દુર્ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે પશુઓ દુર્ઘટના સ્થળેથી દૂર ભાગીને પોતે સુરક્ષિત રહીને સાક્ષી બને છે. પરંતુ પોતાની સમક્ષ ઘટેલી દુર્ઘટનાને જોતાં સાક્ષીભૂત બનેલા મનુષ્ય અહીં પોતે માનવ હોવાના નાતે માનવતા દાખવીને પોતાની ફરજ નિભાવવાની હોય છે. આવા મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે સંવેદના, દુઃખનો અનુભવ. માર્ગ-અકસ્માતમાં ઘવાયેલા દુઃખથી પીડાતા મનુષ્યને જોઇને આપણે પણ તેના પ્રત્યે દુઃખ અને સહાનુભૂતિ અનુભવવા જોઇએ અને તત્કાલ તેને મદદરૂપ થવાનું હોય છે. કેમ કે મનુષ્ય જ સંવેદનશીલ પ્રાણી છે. જે કોઈ પણ દુઃખી જીવને જોઈને સંવેદના અનુભવતો નથી તે મનુષ્ય કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ તે પથ્થર છે. કેમ કે પથ્થરો ક્યારેય બીજાના દુઃખને અનુભવતા નથી. સાંપ્રત સમયમાં સર્વત્ર લાગણીશૂન્યતા પ્રસરેલી જોવા મળે છે. ત્યારે સાક્ષીભૃત મનુષ્ય પોતાની માનવતાને જાળવી રાખીને આવા લોકોને મદદરૂપ થવું એ જ તેનું માનવતાપૂર્ણ પ્રથમ કર્તવ્ય છે.
(2) દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનાં કોઈ પણ બે કર્તવ્યો
અથવા
દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય
અથવા
દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું દ્વિતીય કર્તવ્ય
ઉત્તર : ઘટનાઓ અને દુર્ઘટનાઓની માયાજાળરૂપ સંસારમાં વિવિધ ઘટનાઓ બનતી રહે છે. સંસારના પથ્થર વગેરે જેવા જડ પદાર્થો, પશુ-પક્ષી અને મનુષ્ય જેવા ચૈતન પદાર્થો, દુર્ઘટનાના સાક્ષી બનતા હોય છે. પથ્થર જેવા પદાર્થો નિષ્ક્રિય રહીને દુર્ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે પશુઓ ઘટનાસ્થળથી દૂર ભાગીને પોતે સુરક્ષિત રહીને સાક્ષી બને છે. પરંતુ પોતાની નજર સામે ઘટેલી દુર્ઘટનાને જોઈને સાક્ષીરૂપ બનેલા માણસે પોતે માણસ તરીકેનાં કર્તવ્યો નિભાવવાના હોય છે. આ કર્તવ્યો ત્રણ છે.
પ્રથમ કર્તવ્ય : દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું પ્રથમ કર્તવ્ય છે, દુઃખનો અનુભવ, સૌપ્રથમ માનવી સંવેદનશીલ પ્રાણી છે. તેથી તેણે દુર્ઘટનાથી ઘવાયેલા પીડિત મનુષ્યને જોઈને તેના પ્રત્યે સંવેદના અનુભવવી જોઈએ. તેના દુ:ખે પોતે દુઃખ અનુભવીને મદદરૂપ થવાનું હોય છે. કારણ કે મનુષ્ય જ બીજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થઈ શકે છે. જે આવા જીવને જોઈને સંવેદના અનુભવતો નથી, તે માણસ કહેવડાવવાને લાયક નથી, તે પથ્થર જેવો છે, કેમ કે પથ્થરો ક્યારેય બીજાના દુઃખને અનુભવતા નથી.
બીજું કર્તવ્ય : દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું બીજું કર્તવ્ય છે, કર્તવ્યનું પાલન. દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવો. જેથી તેને તરત જ સારવાર મળી રહે. જો તેને લોહીની જરૂર હોય, તો પોતાનું રક્ત પણ તેને આપવું. પછી તેના પરિવારને જાણ કરવી. જેથી પરિવારજનો દવાખાને આવીને તેને મદદરૂપ થઈ શકે અને તે પીડિત માણસનો જીવ પણ બચાવી શકાય. દુર્ઘટનાઓના સાક્ષી બનેલા માણસનું આ પ્રકારનું કર્તવ્ય છે. બધા માણસોએ આ ફરજનું પાલન કરવું જ જોઈએ.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

प्र. 1. अधोदत्तानां संस्कृतप्रश्नानाम् उत्तराणि संस्कृते लिखत –
( 1 ) प्रस्तरादयः पदार्थाः कीदृशाः सन्ति ?
उत्तरम् – प्रस्तरादयः पदार्थाः जडाः सन्ति ।
( 2 ) गवादयः पदार्थाः कीदृशाः सन्ति ?
उत्तरम् – गवादयः पदार्थाः पशवः सन्ति ।
( 3 ) मनुष्याः कीदृशाः भवन्ति ?
उत्तरम् – मनुष्याः सबुद्धयः भवन्ति ।
( 4 ) घटनास्थलात् के दूरे धावन्ति ?
उत्तरम् – घटनास्थलात् पशवः पक्षिणश्च दूरे धावन्ति ।
( 5 ) गवादयः पशवः कीदृशाः सन्ति ?
उत्तरम् – गवादयः पशवः निर्बुद्धयः सन्ति ।
( 6 ) मनुष्यः केन दुःखितो भवितुमर्हति ?
उत्तरम् – मनुष्यः अन्यस्य दुःखेन दुःखितो भवितुमर्हति ।
( 7 ) मनुष्येण सदैव किं प्राप्तुं प्रयत्नः कर्तव्यः ?
उत्तरम् – मनुष्येण सदैव बोधं प्राप्तुं प्रयत्नः कर्तव्यः ।
( 8 ) ‘प्रथमं कथयतु यत् प्रस्तरादयः किं कुर्वन्ति ? ‘ – इदं वाक्यं कः वदति ?
उत्तरम् – ‘प्रथमं कथयतु यत् प्रस्तरादयः किं कुर्वन्ति ?’ – एतत् वाक्यं सुनीतः वदति।

વ્યાકરણલક્ષી

प्र. 1. अधोदत्तानां संस्कृतशब्दानां समानार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत –
( 1 ) अधिकृत्य – अनुलक्ष्य, अचिन्त्य, मुहित्वा
( 2 ) प्रस्तर:- लोष्टः, गम्भीरः, उपलः
( 3 ) दृष्ट्वा – गत्वा, अवलोक्य, प्रणम्य
( 4 ) सद्य:- क्षिप्रम्, अद्य, प्राक्
(5) रक्तम् – शशवत्, ओष्ठम्, शोणितम्
( 6 ) ध्वनि: – रसः, रवः, रुचिरः
( 7 ) निर्वाह: – वृत्तिः, निर्वहण, त्रिविधम्
उत्तरम् –
( 1 ) अधिकृत्य – अनुलक्ष्य
( 2 ) प्रस्तर: – उपल:
( 3 ) दृष्ट्वा – अवलोक्य
( 4 ) सद्य:- क्षिप्रम्
( 5 ) रक्तम् – शोणितम्
( 6 ) ध्वनि: – रवः
( 7 ) निर्वाह: – निर्वहण
प्र. 2. अधोदत्तानां संस्कृतशब्दानां विरुद्धार्थकं शब्दम् अधोदत्तेभ्यः विकल्पेभ्यः चित्वा लिखत –
( 1 ) उचितम् – परचिन्तम्, अनुचितम्, विसंवादितः
( 2 ) जडा:, अचेतना: – प्रस्तराः, नित्याः, सचेतनाः
( 3 ) निर्बुद्धयः – सबुद्धयः, साक्षरः, अनिकेतः
( 4 ) दु:खित: – उत्सिक्तः, सुखितः, परुषम्
( 5 ) बहुधा – शतधा, अनेकधा, एकधा
( 6 ) सहाय: – असहायः, ससहायः, ससंतुष्टः
(7) आवश्यकता – पुरस्तात्, अनावश्यकता, उपक्रमः
उत्तरम् –
( 1 ) उचितम् × अनुचितम्
( 2 ) जडा:, अचेतना: × सचेतना:
( 3 ) निर्बुद्धयः × सबुद्धयः
( 4 ) दु:खित: × सुखितः
( 5 ) बहुधा × एकधा
( 6 ) सहाय: × असहायः
( 7 ) आवश्यकता × अनावश्यकता
प्र. 3. रेखाङ्कितपदस्य कृदन्तप्रकारं लिखत-
( 1 ) पुनीतसुनीतौ विषयम् अधिकृत्य परस्परं संवदतः ।
( 2 ) ते स्वयं क्रियां कर्तुं समर्थाः न भवन्ति ।
( 3 ) पीडाग्रस्तं दुःखितं जनं दृष्ट्वा मनुष्येण दुःखानुभूतिः करणीया भवति ।
( 4 ) तंत्र सङ्गत्य कदाचित् तस्मै रक्तस्य आवश्यकता भवति।
( 5 ) मनुष्यैः स्वकीयं रक्तमपि तस्मै दातव्यं भवति ।
( 6 ) मनुष्येण सदैव बोधप्राप्तये प्रयत्नः करणीयः भवति ।
उत्तरम् –
( 1 ) अधिकृत्य – सम्बन्धक भूतकृदन्तम्
( 2 ) कर्तुम् – हेत्वर्थ कृदन्तम्
( 3 ) दृष्ट्वा – सम्बन्धक भूतकृदन्तम्
( 4 ) सङ्गत्य – सम्बन्धक भूतकृदन्तम्
( 5 ) दातव्यम् – विध्यर्थ कृदन्तम्
( 6 ) करणीयः – विध्यर्थ कृदन्तम्
प्र. 4. अधोदत्तेभ्यः क्रियापदेभ्यः वर्तमानकालस्य अन्यपुरुषस्य द्विवचनस्य रूपं चित्वा लिखत –
( 1 ) संवदतः, संवदति, संवदताम्
( 2 ) घटसि, घटाव, घटतः
( 3 ) वर्तते, वर्तेते, वर्तन्ते “
( 4 ) अनुभवतः, अनुभवामः, अनुभवथः
( 5 ) जानाते, जानीते, जानते
( 6 ) अर्हाम, अर्हतः, अर्हन्ति
उत्तरम् –
( 1 ) संवदत:
( 2 ) घटत:
( 3 ) वर्तेते
( 4 ) अनुभवत:
( 5 ) जानाते
( 6 ) अर्हत:
प्र. 5. अधोदत्तस्य वाक्यस्य ‘स्म’ प्रयोगं कृत्वा वाक्यं पुनः लिखत-
( 1 ) पुनीतसुनीतौ परस्परं संवदताम् ।
( 2 ) जनाः दुर्घटनायाः साक्षिणः अभवन्।
( 3 ) भवान् सत्यम् अवदत् ।
( 4 ) यदि मनुष्यः मनुष्यः इव अवर्तत ।
उत्तरम् –
( 1 ) पुनीतसुनीतौ परस्परं संवदतः स्म ।
( 2 ) जनाः दुर्घटनायाः साक्षिणः भवन्ति स्म ।
( 3 ) भवान् सत्यं वदति स्म ।
( 4 ) यदि मनुष्यः मनुष्यः इव वर्तते स्म ।
प्र. 6. अधोदत्तानां पदानां सन्धिविच्छेदं कुरुत –
( 1 ) विषयमधिकृत्य = विषयम् + अधिकृत्य
( 2 ) त्रयोऽपि = त्रयः + अपि
( 3 ) तथैव = तथा + एव
( 4 ) पक्षिणश्च = पक्षिणः + च
( 5 ) वस्तुतस्तु = वस्तुतः + तु
प्र. 7. अधोदत्तानां पदानां सन्धियुक्तं पदं लिखत-
( 1 ) कार्यम् + आचरति = कार्यमाचरति
( 2 ) भवितुम् + अर्हति = भवितुमर्हति
( 3 ) पश्यन् + अपि = पश्यनपि
( 4 ) तस्य + उचितः = तस्योचितः
( 5 ) मनुष्यैः + अस्य = : मनुष्यैरस्य
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *