Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 1 સાંજ સમે શાર્માળયો (પઠ – ભક્તિગીત) (મુખપાઠ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 1 સાંજ સમે શાર્માળયો (પઠ – ભક્તિગીત) (મુખપાઠ)

કાવ્ય-પરિચય

‘સાંજ સમે શામળિયો’ ભક્તિગીતમાં કવિ વૃંદાવનથી આવતા શામળિયા(કૃષ્ણ)નું વર્ણન કરે છે. સાંજને સમયે ગાયોનું ધણ ગામ તરફ વળી રહ્યું છે ત્યારે વૃંદાવનથી આવી રહેલા શામળિયાના રૂપસૌંદર્યને જોઈ કવિ મુગ્ધ થઈ જાય છે. પછી કવિ શામળિયાને ‘ગિરધર, વહાલાજી અને સ્વામી’ શબ્દોથી બિરદાવે છે. શામળિયાએ શિર પર સુંદર મોરમુગટ, કાને કુંડળ, શરીર પર પીતાંબર અને પછેડી ધારણ કર્યાં છે. કવિએ કૃષ્ણની અનેરી શોભાને ઉપમા અલંકારથી અલંકૃત કરી છે. તારામંડળમાં જેમ શશિયર (ચંદ્ર) શોભે, સુવર્ણજડિત અલંકારમાં હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદમાં ગિરધર શોભી રહ્યા છે. કવિના હૃદયમાં કૃષ્ણનું કામણગારું રૂપ વસી ગયું છે. કવિ કૃષ્ણના રૂપ પર વારી જાય છે. કૃષ્ણની શોભા જોયા પછી એમના વગર કેમ રહેવાય એવો પ્રશ્ન કવિના મનમાં ઊઠે છે. કવિનું હૃદય એ સ્વામીની શોભા સતત નિરખીને હરખાય છે.

કાવ્યની સમજૂતી

સાંજને સમયે વહાલો શામળિયો (કૃષ્ણ) વૃંદાવનથી આવી રહ્યો છે. એમની આગળ ગોધણ અને પાછળ સાજન (ગોવાળો) છે. આ દશ્ય મનને મોહ પમાડનારું છે. [1-2]
શામળિયાએ મસ્તક પર સુંદર મોરમુગટ ધારણ કર્યો છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શરીર પર પીતામ્બર (પીતાંબર) અને ફૂલની પછેડી ધારણ કર્યાં છે. કૃષ્ણ ચુઆ-ચંદનથી મહેકે છે. [3-4]
જેમ તારામંડળમાં શશિયર (ચંદ્ર) શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝળકે એમ ગોવાળોની વચ્ચે ગિરધર (કૃષ્ણ) શોભી રહ્યા છે. આ હિર (કૃષ્ણ) હળધર એટલે કે બલરામના ભાઈ છે. [5-6]
વહાલાજીનું આ રૂપ હૃદયમાં વસી ગયું અને એમને મળવા મારું મન વેગથી દોડ્યું. (કૃષ્ણ) મને વહાલથી ભેટ્યા અને (હું) તનમનથી એમના મુખ પર વારી જાઉં છું. [7-8]
વહાલાજીનું રૂપ અતિ કલ્યાણકારી છે. આવા રસિયા વગર કેમ રહેવાય (જીવાય)? નરસિંહના સ્વામીનું રૂપસૌંદર્ય (શોભા) વારંવાર નીરખતાં (મારું મન) હરખાય છે. [9-10]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કિવ શા માટે કહે છે?
ઉત્તર : સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યાં છે. ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુઆ-ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં શશિયર (ચંદ્ર) શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખસૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે, કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે.
(2) કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે?
ઉત્તર : સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યાં છે. ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુઆ-ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણ મોહ ઉપજાવે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) સાંજના સમયનું દશ્ય કાવ્યના આધારે આલેખો.
ઉત્તર : સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રીકૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યાં છે. આ પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુઆ-ચંદનની સુગંધથી મહેકે છે.
(2) ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે?
ઉત્તર : જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે એમ ગોવાળોમાં ગિરધર શોભે છે.
(3) નરસિંહ મહેતા હરખાય છે, કારણ કે…
ઉત્તર : નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રીકૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તનમનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નીરખીને હરખાય છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘સાંજ સમે શામળિયો’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : ‘સાંજ સમે શામળિયો’ કાવ્યના કવિ નરસિંહ મહેતા છે.
(2) ‘સાંજ સમે શામળિયો’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘સાંજ સમે શામળિયો’ ભક્તિગીત છે.
(3) નરસિંહ મહેતાનાં કયાં પદો લોકકંઠે ગવાય છે?
ઉત્તર : નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં લોકકંઠે ગવાય છે.
(4) ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે?
ઉત્તર : ગોવાળોમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જડેલા હીરા જેવા શોભી રહ્યા છે.
(5) ‘હિર હળધરનો વીરો’ એટલે?
ઉત્તર : ‘હિર હળધરનો વીરો’ એટલે બલરામનો વીરો.
(6) ભગવાન શ્રીકૃષ્ણે કેવા રંગનાં વસ્ત્રો પહેર્યાં છે?
ઉત્તર : ભગવાન શ્રીકૃષ્ણે પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેર્યાં છે.
(7) સાંજનું કયું દૃશ્ય મનને મોહ પમાડનારું છે? 
ઉત્તર : સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન ગોવાળો) છે, તે દૃશ્ય મનને મોહ પમાડનારું છે.
(8) શ્રીકૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર શી અસર થાય છે?
ઉત્તર : શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે.

પ્રશ્ન 4. કાવ્યપૂર્તિ કરો :

સાંજ સમે શામળિયો ………..
………………. મહેકે, – સાંજ.
ઉત્તર :
સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે;
આગળ ગોધન, પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. – સાંજ.
મોર મુગુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે;
પહેર્યાં પીતામ્બર, ફૂલની પછેડી, ચુઆ-ચંદન મહેંકે, – સાંજ.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *