Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 12 સખી માર્કડી (પ્રવાસનિબંધ)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 12 સખી માર્કડી (પ્રવાસનિબંધ)
પાઠ-પરિચય
‘માર્કેડી’ પ્રવાસનિબંધમાં લેખકે પોતાના ગામ પાસેથી વહેતી નાનીશી નદી માર્કંડી સાથેના પોતાના આત્મીય સંબંધોને વ્યક્ત કર્યા છે. લેખક માર્કંડીને પોતાની નાનપણની સખી તરીકે ઓળખાવે છે. લેખકને એ નદીનું મૂળ જાણવામાં રસ નથી, પણ નાનપણમાં આ નદી સાથે વિતાવેલા દિવસોનું સ્મરણ જ એમને માટે પૂરતું છે. એમણે માર્કડીના કાંઠે જ માર્કડેય ઋષિના આખ્યાનગાનનો આનંદ માણ્યો હતો. એ નિમિત્તે એમણે વાચકો પાસે માર્કડેય ઋષિની કથા રજૂ કરી છે. એમણે માર્કડી નદીને કાંઠે પ્રેમળ શાંતિ અનુભવી છે. તેનો ખળખળ અવાજ, તેનો સહવાસ, ખેતરમાં હોય ત્યારે માર્કેડીએ તેમને ખાવા આપેલાં શક્કરિયાં અને પાયેલું અમૃત જેવું પાણી, પોતાના અરીસામાં બતાવેલું મૃગ નક્ષત્ર વગેરેનાં સ્મરણોને રજૂ કરતો આ પ્રવાસનિબંધ છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : માર્કેડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કેડીની લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીયે વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતાં. લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કડી થોભતી નહિ. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ-બહેન ઘણે વરસે મળે એટલે એકબીજાને હજા૨ સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમમિલનમાં નહોતી.
(2) માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તર : મૃકંડુ ઋષિને સંતાન ન હતું. એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું, પણ એમાં વિકલ્પ મૂક્યો. મૃકંડુ ઋષિ સોળ વર્ષ સુધી જીવનાર સદ્ગુણી બાળક પસંદ કરે અથવા સો વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મૃકંડુ ઋષિ વિમાસણમાં પડી ગયા. તેમણે તેમનાં ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે, સદ્ગુણી બાળક ભલે સોળ વર્ષ જીવે, પણ એ જ લોદ્વારક થશે. આથી બંનેએ સોળ વર્ષ જીવનાર સદ્ગુણી બાળક માગી લીધું. એનું નામ માર્કડેય પાડ્યું. માર્કડેય જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ મા-બાપના ચહેરા પર ગ્લાનિ છવાઈ જાય. એક દિવસ સોળ વર્ષનો માર્કડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કડેયને અડકવાની યમરાજમાં હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાશ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત્ ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવનાં દર્શન થતાં માર્કડેયના મનમાં બીક ન રહી. એને જીવનદાન મળ્યું.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) માર્કડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે?
ઉત્તર : માર્કેડીને કાંઠે ખાસ ફૂલો નથી. જાતજાતનાં રંગીન પતંગિયાં નથી. રૂપાળા પથ્થર નથી. પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના-મોટા પ્રપાત પણ નથી. આમ, અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી છતાં લેખને માર્કડી ગમે છે, કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે.
(2) માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા-બાપનાં વદન ગ્લાન થતાં જાય, કારણ કે…
ઉત્તર : માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ માબાપનાં વદન ગ્લાન થતાં જાય, કારણ કે તેમનાં મનમાં ચિંતા હતી કે જોતજોતામાં માર્કડેય સોળ વર્ષનો થઈ જશે. તેની વયમર્યાદા પૂરી થતાં એ જીવશે નહિ અને તેઓ ફરીથી નિઃસંતાન થઈ જશે.
(3) લેખકને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કડી પાસેથી તેમને શું મળતું?
ઉત્તર : લેખને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કડી તેમને ખાવા માટે શક્કરિયાં અને અમૃત જેવું મીઠું પાણી આપતી. એટલું જ નહિ, માર્કડી રાત્રે ટાઢમાં ધ્રૂજે છે કે નહિ એ જોવા તેઓ માર્કડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકને મૃગનક્ષત્ર બતાવતી.
(4) મોટા થયા પછી લેખક માર્કડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો?
ઉત્તર : મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કડીને અચૂક મળતા, પણ એ પહેલાંની જેમ લેખક સાથે ગેલ કરતી નહોતી. તે સહેજ સ્મિત કરીને મૌન થઈ જતી. લેખક એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય જોઈ શકતા નહોતા. હા, એના સ્નેહની ગંભીરતા વધી હતી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘સખી માર્કેડી’ પાઠના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘સખી માર્કેડી’ પાઠના લેખક કાકાસાહેબ કાલેલકર છે.
(2) ‘સખી માર્કેડી’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘સખી માર્કેડી’ પ્રવાસનિબંધ છે.
(3) કાકાસાહેબ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી’ તરીકે કોણે ઓળખાવ્યા?
ઉત્તર : કાકાસાહેબ કાલેલકરને ગાંધીજીએ ‘સવાઈ ગુજરાતી’ તરીકે ઓળખાવ્યા.
(4) ‘સખી માર્કેડી’ પાઠના લેખક નક્શામાં માર્કડીની લીટી શોધતા નથી તેનું શું કારણ?
ઉત્તર : ‘સખી માર્કેડી’ પાઠના લેખક નકશામાં માર્કીની લીટી શોધતા નથી; કારણ કે એ સખી મટી ની થઈ જાય તેવો એમને ભય છે.
(5) મહાદેવે મૃકંડુ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું?
ઉત્તર : મહાદેવે મૃકંડુ ઋષિને વરદાનમાં સોળ વર્ષ સુધી જીવનાર સદ્ગુણી બાળક અથવા સો વર્ષ જીવનાર મૂઢ બાળક આપવા કહ્યું.
(6) માર્કડી લેખકને શું આપતી?
ઉત્તર : માર્કડી લેખકને શક્કરિયાં અને અમૃત જેવું પાણી આપતી.
(7) ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો?
ઉત્તર : ધૃષ્ટતા માટે યમરાજને ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો.
(8) લેખક કાકાસાહેબ અને નદી માર્કંડી, બંનેના આનંદ માટે શું પૂરતું હતું?
ઉત્તર : લેખક કાકાસાહેબ અને નદી માર્કડી, બંનેના આનંદ માટે એક્બીજાનો સહવાસ પૂરતો હતો.
(9) યુવાન માર્કડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું?
ઉત્તર : યુવાન માર્કડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે એના પર પાશ ફેંક્યો.
(10) લેખક કાકાસાહેબની નાનપણની સખી કોણ હતી?
ઉત્તર : લેખક કાકાસાહેબની નાનપણની સખી માર્કેડી હતી
(11) મૃકંડુ ઋષિએ તપશ્ચર્યા કરી કોને પ્રસન્ન કર્યા?
ઉત્તર : મૃકંડુ ઋષિએ તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા.
(12) માર્કડી નદી લેખકને પોતાના અરીસા(જળ)માં શું દેખાડતી?
ઉત્તર : માર્કડી નદી લેખકને પોતાના અરીસા(જળ)માં મૃગ નક્ષત્ર દેખાડતી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here