Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 14 વાડી પરનાં વહાલાં (લિનિબંધ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 14 વાડી પરનાં વહાલાં (લિનિબંધ)

પાઠ-પરિચય

‘વાડી પરનાં વહાલાં’ આ નિબંધમાં વાડી જ જેમનું જીવન છે એવા માણસોનાં જીવન વાડીની સૃષ્ટિ સાથે કેવાં એકાકાર થઈ જાય છે તેનું તાદશ વર્ણન છે. પશુ-પક્ષી માટે આ વાડી જ જાણે એમનાં ઘર છે. ઋતુઋતુનાં અનાજ અને ફળોથી શોભતી વાડીમાં માણસોના ‘ડાયરા’ જામતા હોય છે ને ‘જલસા’ પણ થતા હોય છે. વાડીની દુનિયા કેવી હરીભરી અને વૈવિધ્યપૂર્ણ છે એનો રસપ્રદ ચિતાર આ નિબંધમાંથી મળે છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) “વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલાં જગત હોય છે!” આ વાક્યની ‘વાડી પરનાં વહાલાં’ પાઠના આધારે ચર્ચા કરો.
ઉત્તર : વાડી એટલે જાણે નાના-મોટા જીવોનું સંગ્રહસ્થાન! ત્યાં ઊધઈએ કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચીંડાની લડાઈ ને સાપનાં યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મંકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીંછી ડંખ પણ મારે. વાડીમાં સાપ-નોળિયા અને કાળોતરા-બિલાડાનાં જીવનમરણના સંગ્રામ ચાલતા હોય. લલેડાં પોતાની ચાંચથી હાથમાંનાં કણાં ખાતાં હોય અને દેડકાં અળસિયાનો ગોળો કરી આરોગતાં હોય. નાનાં સસલાંને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો મારગ કાઢતાં ઘુવડ, શેરડીનાં શોખીન શિયાળ, ઈંડાં શોધતાં ખેરખટ્ટા, મરઘીનાં બચ્ચાંને ચોરીને પોતાના દરમાં લઈ જતાં ઉંદરો, પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકને બગાડતી ઇયળો સાફ કરતાં પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતાં રાની માંજરો પણ વાડીમાં રહેતાં હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરાં સુધીનાંના અવાજ સંભળાય. શેઢાડી, શેળા, વણિયલ, જબોદિયાં, ઘોરખોદિયાં, ભૂંડ, હરણાં, રોઝડાં તો ક્યારેક દીપડા ને સિંહ પણ જોવા મળે. આમ, “વાડીની લીલી દુનિયા વચ્ચે કેટકેટલાં જગત હોય છે!” એની પ્રતીતિ આવાં અનેક જીવજંતુ અને પશુ-પક્ષીઓ કરાવે છે.
(2) વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : વાડીમાં રહેતાં લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ‘ડાયરા’ જામે અને ‘જલસા’ થાય. ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અને અડોશપડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાંની અને આછીપાંખી કાથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે. એમાં ભુટ્ટા શેકાય. એ પછી પીળા અને પોણા કાળા ભુટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક-એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે. ઉપરાંત ચણા, પપૈયાં, જામફળની પણ પાર્ટીઓ યોજાય. ભલે એ નાની ને ખાનગી હોય! આમ, વાડીમાં લોકો કામની સાથે ખાવાપીવાનો આનંદ પણ લે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) ઝડપથી પતાવવાનાં કેવાં કેવાં કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે?
ઉત્તર : વંઝી બાંધવી, નળિયાં ચડાવવાં, ઘઉંના પાળા બાંધવા જેવાં કામો તથા કોઈ વાર સાંતીનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવાં કામ તાત્કાલિક ને ઝડપથી પતાવવાનાં હોય છે. એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદકિલ્લોલ કરતા રહે છે.
(2) ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે?
ઉત્તર : ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો, ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે. રાત્રે ભજનો થાય છે, ઠાકોરજીને ઠાકોરથાળી – નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા-રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહઆનંદ મેળવે છે.
(3) રોજિંદાં કામો ઢસરડો ન બની જાય એ માટે લોકો શું કરે છે?
ઉત્તર : સામાન્ય રીતે પાંચ માણસો ભેગા મળીને રોજિંદાં કામો કરતા હોય છે. એમાંનો એકાદ આનંદી માણસ સૌને ટોળ-ટીખળચાળા-ગપસપ અને રમૂજથી આનંદ કરાવતો હોય છે. આથી ખેતીનાં અનેક રોજિંદા અનિવાર્ય કામો તેમને માટે ઢસરડો બની જતાં નથી.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘વાડી પરનાં વહાલાં’ ગદ્યના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘વાડી પરનાં વહાલાં’ ગદ્યના લેખક ઈસ્માઈલભાઈ નાગોરી છે.
(2) ‘વાડી પરનાં વહાલાં’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘વાડી પરનાં વહાલાં’ લલિતનિબંધ છે.
(3) વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય છે?
ઉત્તર : ઢેલે કેટલાં ઈંડાં મૂક્યાં છે તે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે, કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે તે, વગેરે વાડીમાં બાળકોની નજરમાં આવી જાય છે.
(4) વાડીમાં જંતુ-જગતનાં દર્શન માટે કર્યો સમય વધારે યોગ્ય છે?
ઉત્તર : વાડીમાં જંતુ-જગતનાં દર્શન માટે રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે.
(5) કુદરતના કારવાન-કાફલાને વાડી શું આપે છે?
ઉત્તર : કુદરતના કારવાન-કાફલાને વાડી આશ્રય અને આવાસ, આકાર અને આહ્લાદ આપે છે.
(6) વાડીમાં ક્યારેક ક્યારેક કયાં હિંસક પ્રાણીઓનાં દર્શન થઈ જાય છે?
ઉત્તર : વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા ને સિંહ જેવાં હિંસક પ્રાણીઓનાં દર્શન થઈ જાય છે.
(7) વાડીમાં સાપ-નોળિયો અને કાળોતરા-બિલાડા વચ્ચે કેવા સંગ્રામો ખેલાય છે?
ઉત્તર : વાડીમાં સાપ-નોળિયો અને કાળોતરા-બિલાડા વચ્ચે જીવનમરણના સંગ્રામો ખેલાય છે.
(8) વાડીમાં ઝડપથી પતાવવાનાં કામો કઈ રીતે થતાં હોય છે?
ઉત્તર : વાડીમાં ઝડપથી પતાવવાનાં કામો એકબીજાના સહકારથી થતાં હોય છે.
(9) વાડીમાં રાતના શાંત નીરવ સમયે કોના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે?
ઉત્તર : વાડીમાં રાતના શાંત નીરવ સમયે કંસારી અને તમરાંના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે.
(10) જો આનંદકિલ્લોલ ન હોય, તો એકધારાં ખેતીનાં કામો શું બની જાય છે?
ઉત્તર : જો આનંદકિલ્લોલ ન હોય, તો એકધારાં ખેતીનાં કામો ઢસરડો બની જાય છે.
(11) શિયાળ શાના શોખીન હોય છે?
ઉત્તર : શિયાળ શેરડીના શોખીન હોય છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *