Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 17 મારા સપનામાં આવ્યા હરિ (ઊર્મિગીત) (સુખપાઠ)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 17 મારા સપનામાં આવ્યા હરિ (ઊર્મિગીત) (સુખપાઠ)
કાવ્ય-પરિચય
‘મારા સપનામાં આવ્યા હરિ’-ગીતમાં કવિએ કૃષ્ણના પ્રેમમાં બ્લાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ કર્યા છે. ગોપીના સ્વપ્નામાં હિર આવે છે અને તે ગોપીને જે રીતે પ્રેમ કરે છે; એનું તાદશ ચિત્ર અહીં રજૂ થયું છે. હરિના પ્રેમમાં ભાવવિભોર બનેલી ગોપી કંસાર માટે મૂકેલા આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે. આ જોઈ હિરના મુખેથી સરી પડેલા ઉદ્ગાર : ‘અરે, બ્હાવરી …!’માં ગોપીનો આત્મસમર્પણનો ભાવ પ્રગટ થયો છે.
કાવ્યની સમજૂતી
મારા સ્વપ્નામાં હરિ આવ્યા. મને (ગોપીને) બોલાવી, ઝૂલાવી (હિંચોળી) અને પોતાની વહાલી પ્રિયતમા બનાવી. [1-2]
(સ્વપ્નામાં હરિ) મારા મનની દ્વારકાના સૂબા મારી સામે મંદ મંદ હસતા ઊભા રહ્યા. મારાં આંસુને સહેજ લૂછ્યાં. [3-5]
(આ મંગળ પ્રસંગે) મેં કંસારનું આંધણ મૂક્યું હતું, પણ એમાં મેં મારો સંસાર ઓરી દીધો અર્થાત્ મારું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. (આ જોઈ) હિર બોલ્યા : “અરે, બ્હાવરી (ઘેલી)…!’ (પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હિરનો ઉત્તર મળી જાય છે.) [6-8]
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
ગોપી સાથેના હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : ગોપીના સ્વપ્નામાં અચાનક હિર આવે છે અને હિરને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં બ્હાવરી બની જાય છે. સ્વપ્નામાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી એટલે કે ગોપીને પ્રેમરસમાં તરબોળ કરી દીધી. હિર ગોપીની સામે ઊભા છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનના સૂબા દ્વારકાના શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહનાં આંસુ લૂછે છે. હિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસરે શુકનરૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે; પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે : ‘અરે, બ્હાવરી … !’ પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હિરનો ઉત્તર મળી જાય છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીના સ્વપ્નમાં આવીને શું કર્યું?
ઉત્તર : ભગવાન શ્રીકૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા. શ્રીકૃષ્ણે ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેનાં આંસુ લૂછ્યાં.
(2) ભગવાને ગોપીનાં આંસુ કેવી રીતે લૂછ્યાં?
ઉત્તર : હિરમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા. ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપી ભાવવિભોર બની ગઈ. એની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં. ગોપીના મનના સૂબા એવા દ્વારકાનગરીના રાજા ભગવાન શ્રીકૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એનાં આંસુ લૂછ્યાં.
પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :
આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી …’
ઉત્તર : અચાનક હિર સ્વપ્નામાં આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બન્યો. હિમિલનના એ મંગળમય અવસરે શુકનરૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું; પરંતુ હરિના પ્રેમમાં ભાવવિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો. આ જોઈ હિરના મુખેથી ઉદ્ગાર સરી પડ્યા : ‘અરે, બ્હાવરી … !’ હિરના આ શબ્દો ગોપીના આત્મસમર્પણનો ભાવ વ્યક્ત કરે છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘મારા સપનામાં આવ્યા હરિ’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : ‘મારા સપનામાં આવ્યા હરિ’ કાવ્યના કવિ રમેશ પારેખ છે.
(2) ‘મારા સપનામાં આવ્યા હરિ’ કાવ્યનું સાહિત્યસ્વરૂપ જણાવો.
ઉત્તર : ‘મારા સપનામાં આવ્યા હરિ’ ઊર્મિગીત છે.
(3) સપનામાં આવેલા શ્રીહરિએ ગોપી પ્રત્યે કઈ રીતે પ્રેમ દર્શાવ્યો?
ઉત્તર : સપનામાં આવેલા શ્રીહિરએ ગોપીને બોલાવી, ઝુલાવી અને વહાલી કરીને તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો.
(4) ‘મારા મનની, દુવારિકાના સૂબા’ એટલે કોણ?
ઉત્તર : ‘મારા મનની, દુવારિકાના સૂબા’ એટલે દ્વારિકાનગરીના રાજા શ્રીકૃષ્ણ.
(5) ‘મારા મનની, દુવારિકાના સૂબા’ પંક્તિમાં કાવ્યનાયિકા(ગોપી)નો ક્યો ભાવ વ્યક્ત થાય છે?
ઉત્તર : ‘મારા મનની, દુવારિકાના સૂબા’ પંક્તિમાં કાવ્યનાયિકા(ગોપી)નો પ્રેમમાં સમર્પણભાવ વ્યક્ત થાય છે.
(6) ગોપીએ આંધણમાં શું ઓરી દીધું?
ઉત્તર : ગોપીએ આંધણમાં સંસાર (જીવન) ઓરી દીધો.
(7) કાવ્યનાયિકા શા માટે બહાવરી બની?
ઉત્તર : કાવ્યનાયિકા શ્રીકૃષ્ણને પામવા માટે બહાવરી બની.
(8) કાવ્યનાયિકા ગોપીના મનના સૂબા કઈ નગરીના છે?
ઉત્તર : કાવ્યનાયિકા ગોપીના મનના સૂબા શ્રીકૃષ્ણ દુવારિકા નગરીના છે.
(9) કાવ્યનાયિકા ગોપીના સપનામાં કોણ આવ્યું?
ઉત્તર : કાવ્યનાયિકા ગોપીના સપનામાં હિર આવ્યા.
પ્રશ્ન 5. કાવ્યપૂર્તિ કરો :
મારા સપનામાં ……..
………… લૂછ્યાં જરી.
ઉત્તર : મારા સપનામાં આવ્યા હિર
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.
સામે મરકત મરકત ઊભા
મારા મનની, દુવારિકાના સૂબા.
મારા આંસુને લૂછ્યાં જરી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here