Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 2 ચોરી અને પ્રાશ્ચિત્ત (આત્મકથા-અંશ)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 2 ચોરી અને પ્રાશ્ચિત્ત (આત્મકથા-અંશ)

પાઠ-પરિચય

‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ પાઠ ગાંધીજીલિખિત તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’નો એક અંશ છે. એમાં ગાંધીજીએ પોતાનો બીડી પીવાનો શોખ, બીડી ખરીદવા માટે કરેલી ચોરી, પોતાના માંસાહારી ભાઈનું દેવું ચૂકવવા માટે ભાઈના કાંડાના કડામાંથી સોનું ચોરવામાં આપેલો સાથ જેવા દોષોની કબૂલાત કરી છે. ત્યારપછી એમને ચોરી કરવા બદલ પશ્ચાત્તાપ થાય છે. પિતાજીનો રોષ વહોરી લઈને પણ તેઓ એમની પાસે દોષની નિખાલસ કબૂલાત કરે છે. આ દરેક પ્રસંગના આલેખનમાં ગાંધીજીની નીડરતા અને પ્રાયશ્ચિત્ત કરવાની નેક ભાવના જ પ્રતિબિંબિત થઈ છે. આ પ્રસંગોમાંથી ગાંધીજીને પહેલી વાર સત્યાચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા છે. એમણે કરેલા પ્રાયશ્ચિત્ત પછી ગાંધીજી હળવા ફૂલ થઈ જાય છે.
પ્રાયશ્ચિત દ્વારા સત્યાચરણનો બોધ આ પાઠમાંથી ગ્રહણ કરવા જેવો છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો.
ઉત્તર : ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભિકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી. એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઇચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ ક્યૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત્ત ક૨વાની ઇચ્છા દર્શાવે છે.
આ પ્રસંગોમાં ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, સત્યાચરણની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભિકતા અને પ્રામાણિકતા, વડીલોની આજ્ઞાનું પાલન જેવા ગુણો ગાંધીજીમાં જોવા મળે છે.
(2) ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો.
ઉત્તર : ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઇચ્છા થઈ. એ પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો? મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એવા નિર્ણય ૫૨ ગાંધીજી આવે છે.
આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો? એવા વિચારો મનમાં ઊઠ્યા, પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહિ થાય એવો નિર્ણય કર્યો.
આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલાં બીડીનાં ઠૂંઠાં ચોરવાનું શા માટે શરૂ કર્યું?
ઉત્તર : ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. એમના કાકાને બીડી પીતાં અને ધુમાડો કાઢતાં જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઇચ્છા થઈ; પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા. આથી બીડી પીવાની કુટેવને કારણે ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલાં બીડીનાં ઠૂંઠાં ચોરવાનું શરૂ કર્યું.
(2) ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે?
ઉત્તર : ગાંધીજીને દર વખતે બીડીનાં ઠૂંઠાં મળી શકે તેમ નહોતાં. વળી બીડીનાં ઠૂંઠાંમાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહિ. આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી બે-ચાર દોકડા ચોરવાની ટેવ પડી.
(3) ગાંધીજી બીડીને બદલે શું ફૂંકવાનું શરૂ કર્યું? શા માટે?
ઉત્તર : ગાંધીજી માટે મહત્ત્વનો પ્રશ્ન એ હતો કે ચોરી કરીને ખરીદેલી બીડી સંઘરવી ક્યાં? વળી બે-ચાર દોકડાની ચોરી ક્યાં સુધી કરવી? આ વિચાર આવતાં ગાંધીજીએ એક જાતના છોડની ડાંખળી મેળવી. તેને સળગાવીને તેમણે ફૂંકવાનું શરૂ કર્યું.
(4) ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું?
ઉત્તર : આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતૂરાનાં ડોડવાંનાં બી ખાવાથી મૃત્યુ થાય. એટલે ગાંધીજી વગડામાં જઈ એનાં બી લઈ આવ્યા.
(5) ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું?
ઉત્તર : ગાંધીજીએ સાંજના સમયે એકાંત શોધી ઝેર ખાવાનું નક્કી કર્યું, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી. ઝેર ખાવાથી મૃત્યુ ન થયું તો? મરીને શો લાભ? આવા વિચાર આવતાં ગાંધીજીએ રામજીના મંદિરે જઈ, દર્શન કરી, શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવી, એવું તેમણે નક્કી કર્યું.
(6) ગાંધીજી ઉપર કઈ બાબતની ખાસ અસર શા માટે થતી નહિ?
ઉત્તર : ગાંધીજીમાં એ સમજ આવી હતી કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે એમના ઉપર તેની ખાસ અસર થતી નહિ.
(7) ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું?
ઉત્તર : ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીનાં ઠૂંઠાં ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની કુટેવ ભૂલી ગયા.
(8) ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?
ઉત્તર : ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાત્તાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ બૂલાત કરી.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ચોરી અને પ્રાયશ્ચિત્ત’ ગધના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ ગદ્યના લેખક ગાંધીજી છે.
(2) ચોરી અને પ્રાયશ્ચિત્ત’ ગધનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ આત્મકથા-અંશ છે.
(3) ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઊપડતી નથી?
ઉત્તર : પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઊપડતી નથી.
(4) સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ?
ઉત્તર : સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય પડી અને ત્યારપછી ચોરી ન જ કરવાનો એમણે નિશ્ચય કર્યો.
(5) ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ?
ઉત્તર : ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ બૂલ કરવો જ જોઈએ.
(6) બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી?
ઉત્તર : બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી.
(7) ધતૂરાનાં બીજ અંગે ગાંધીજીએ શું વાંચ્યું હતું?
ઉત્તર : ધતૂરાનાં બી ખાવાથી મૃત્યુ થાય, એવું ગાંધીજીએ ક્યાંક વાંચ્યું હતું.
(8) ભૂલની બૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીને અપાર શાંતિ જાળવી તેનું કારણ ગાંધીજી શું માને છે?
ઉત્તર : ભૂલની કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીએ અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી તેમ ગાંધીજી માને છે
(9) પિતાજીની આંખમાંના મોતીબિંદુની ગાંધીજી પર શી અસર થઈ?
ઉત્તર : પિતાજીની આંખમાંના મોતીબિંદુના પ્રેમબાણે ગાંધીજીનું હૃદય વીંધાયું અને તેઓ શુદ્ધ થયા.
(10) ગાંધીજીની આત્મકથાનું નામ લખો.
ઉત્તર : ગાંધીજીની આત્મકથાનું નામ : ‘સત્યના પ્રયોગો’
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *