Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 21 તેજમલ (લોકગીત)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 21 તેજમલ (લોકગીત)

કાવ્ય-પરિચય

‘તેજમલ’ એક વીરાંગનાની શૂરવીરતાને બિરદાવતું લોકગીત છે. સાત-સાત દીકરીના પિતાને એક પણ પુત્ર નથી. જ્યારે શત્રુઓનું સૈન્ય પોતાના રાજ્ય પર આક્રમણ કરવા આવે છે ત્યારે પિતાને પુત્રની ખોટ સાલે છે. પોતાને વાંઝિયા સમજી એ લાચાર બની જાય છે. ગામની રક્ષા કોણ કરશે એ પ્રશ્ન એમને સતાવે છે; પરંતુ એની જ દીકરી તેજમલ પુરુષના વેશમાં સજ્જ થઈ, હાથમાં શસ્રો ધારણ કરી, રણચંડી બનીને દુશ્મનોનાં સૈન્યને હરાવવા નીકળી પડે છે. એ ચાલાક દીકરી પોતાનું સ્ત્રીત્વ છુપાવીને લડે છે અને વિજય મેળવીને પિતાની લાજ રાખે છે. આ લોકગીતમાં દાદા અને તેજમલ વચ્ચેના તથા સેનાની પુરુષ અને તેજમલ વચ્ચેના સંવાદો દ્વારા સ્ત્રી-પુરુષનાં લક્ષણોનું સુંદર આલેખન થયું છે. પિતાને સાલતી પુત્રની ખોટ એની દીકરી તેજમલ પૂરી કરે છે. કુટુંબમાં તથા સમાજમાં દીકરીનું ગૌરવભર્યું સ્થાન હોવું જોઈએ એનું મૂર્તિમંત ઉદાહરણ દીકરી તેજમલે પૂરું પાડ્યું છે.

કાવ્યની સમજૂતી

દાદા, ધરતીની ઉગમણી બાજુથી કોરા કાગળ આવ્યા છે. દાદાએ એ કાગળ ડેલીએ જઈને વંચાવ્યા. કાકા કાગળ વાંચે છે અને દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડે છે. ત્યાં ઉપરવાડેથી તેજમલ આવતાં દેખાયાં. [1 – 4]
શા માટે રડો છો, દાદા? વાત શું છે અમને કહો ને. (દાદાએ ક્યું) (શત્રુનું) સૈન્ય આક્રમણ કરવા આવ્યું છે ને મદદે કોણ આવશે, દીકરી? સાત સાત દીકરીએ દાદા વાંઝિયા કહેવાયા. (તેજમલે કહ્યું) હિંમત રાખો દાદા, અમે મદદે આવશું. [5-8]
તેજમલ, તારા માથાનો અંબોડો છાનો કેમ રહે? માથાનો અંબોડો ફેંટામાં રાખી દઈશ, દાદા, તેજમલ, કાનનાં અકોટાં છાનાં કેમ રહેશે? કાનનાં અકોટાંની ફરતે બુકાની બાંધી દઈશ, દાદા. [9-12]
તેજમલ, હાથનાં છૂંદણાં છાનાં કેમ રહે? હાથનાં છૂંદણાં (ચોળીની) બાંયમાં છુપાવી દઈશ, દાદા, તેજમલ, પગનાં છૂંદણાં કેમ છાનાં રહે? પગનાં છૂંદણાં મોજડીમાં છુપાઈ જશે, દાદા. [13-16]
તેજમલ, (તારા) રંગેલા દાંત કેમ છાના રહે? (અમે) નાનાં હતાં ત્યારે મોસાળ ગયાં હતાં ત્યારે હોંશીલી મામીએ દાંત રંગાવ્યા હતા. તેજમલ, વીંધાવેલું નાક પણ કેમ છાનું રહે? [17-20]
અમારી માતાનાં અમે ખોટનાં (વહાલાં) હતાં, એટલે નાનાં હતાં ત્યારે નાક વીંધાવ્યાં હતાં. ચાલો મારા સાથી આપણે સોનીની દુકાને જઈએ. સોનીની દુકાને જઈને સ્ત્રીને પારખીએ. [21 –24]
પુરુષ હશે તો એનાં મન બેરખાંમાં મોહશે. સ્ત્રી હશે તો એનાં મન ઝૂમણાંમાં મોહશે. સૌ સાથીઓએ ઝૂમણાં મૂલવ્યાં. તેજમલ ઠાકોરિયાએ બેરખાં મૂલવ્યાં. [25-28]
ચાલો સાથીઓ આપણે વાણિયાની દુકાને જઈએ. વાણિયાની દુકાને જઈને સ્ત્રીને પારખીએ. પુરુષ હશે તો એનું મન પાઘડીમાં મોહશે. સ્ત્રી હશે તો એનું મન ચૂંદડીમાં મોહશે. [29-32]
સૌ સાથીઓએ ચૂંદડીઓ મૂલવી. તેજમલ ઠાકોરિયાએ મોળીડાં મૂલવ્યાં. તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા ઝીંક્યો અને સૌ સાથીઓ એની પાછળ દોડ્યા. [33-36]
સૈન્યને પાછું વાળી તેજમલ ઘેર પધાર્યાં અને દાદાએ તથા કાકાએ એને મોતીથી વધાવ્યાં. [37 – 38]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી? આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઊતર્યાં? તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : દુશ્મનો ઓળખી ન શકે એ માટે તેજમલે એક યુક્તિ વિચારી. તેજમલ પોતાના સાથીપુરુષોને સૌપ્રથમ સોનીની દુકાને લઈ ગઈ. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે, કેમ કે પુરુષ બેરખાંમાં મોહશે અને સ્ત્રી એનાં ઝૂમણાંમાં મોહાશે; પરંતુ અહીં તો પુરુષો સ્ત્રીનાં ઝૂમણાંમાં મોહાયા, પણ તેજમલ ઘોરે તો બેરખાં પસંદ કર્યાં. એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ. ત્યાં પણ તેને થયું કે પુરુષ પાઘડીનાં મુલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીનાં મૂલ પૂછશે, પણ તેમ થયું નહિ. સાથીપુરુષોએ ચૂંદડીની કિંમત પૂછી અને તેજમલે મોળીડું પસંદ કર્યું. આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઊતર્યાં.
(2) સ્ત્રીસહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાઈ છે? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે? વિગતે જણાવો.
ઉત્તર : સામાન્ય રીતે સ્ત્રીઓ માથે વાળનો અંબોડો વાળે છે. કાનમાં અકોટાં પહેરતી હોય છે. હાથે અને પગે છૂંદણાં છૂંદાવતી હોય છે. દાંત રંગાવતી હોય છે અને નાક વીંધાવતી હોય છે. તેજમલમાં પણ આ જ સ્રીસહજ લાક્ષણિકતાઓ હતી. જ્યારે તેજમલે યુદ્ધમાં લડવાની અને એ રીતે પિતાને મદદ કરવાની વાત કરી ત્યારે પિતાની મૂંઝવણ એ હતી કે તેજમલ ઓળખાઈ જશે. તેજમલ એમ કાંઈ હારે તેવી ન હતી. તેણે માથાના અંબોડામાં મોળિયું રાખી દીધું. કાનમાં પહેરેલાં અકોટાં ઢંકાઈ જાય એ માટે કાનની ફરતે બુકાની બાંધી દીધી. તેણે લાંબી બાંયની ચોળી પહેરીને હાથનાં છૂંદણાં છુપાવી દીધાં. પગમાં મોજડી પહેરીને પગનાં છૂંદણાં છુપાવી દીધાં. આમ, તેજમલે આવી યુક્તિઓ કરીને પોતાની સ્ત્રીસહજ લાક્ષણિકતાઓને છુપાવી દીધી,

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) દાંત રંગાવ્યા બાબતે તેજમલ કર્યો ખુલાસો આપે છે?
ઉત્તર : તેજમલ નાનાં હતાં ત્યારે મોસાળ ગયાં હતાં. મોસાળમાં : એમનાં હોંશીલાં મામીએ એમના દાંત રંગાવ્યા હતા.
(2) સોનીની દુકાન તેજમલ કઈ કસોટીમાંથી પાર ઊતર્યાં તે જણાવો.
ઉત્તર : તેજમલ પોતાના સાથીઓ સાથે સોનીની દુકાને ગયાં. ત્યાં પુરુષ અને સ્ત્રીની પરખ કરવાની હતી, સામાન્ય રીતે પુરુષો બેરખાંની કિંમત પૂછતા હોય છે અને સ્ત્રીઓ ઝુમાંની કિંમત પૂક્તી હોય છે. અહીં તો અવળું થયું. તેજમલે બેરખાંની કિંમત પૂછી. આ રીતે સોનીની દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવાની ક્સોટીમાંથી પાર ઊતર્યાં.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

શીદને રુવાં છો દાદા શું છે અમને ક્યોને રે
દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે.
ઉત્તર : દીકરી તેજમલ ઘોર ઘાને રડતાં જોઈને પૂછે છે ઃ ઘા, શા માટે રડો છો? શું કારણ છે એ અમને જણાવો. ત્યારે ઘાએ દીકરી તેજમલ ને કહ્યું : “આપણા રાજ પર દુશ્મનોના સૈન્યે આક્રમણ કર્યું છે. મારી મદદે કોણ આવશે?’ સાત-સાત દીકરીના પિતાને એક પણ પુત્ર નથી. આથી આ દુશ્મનોને કોણ હરાવશે એની ચિંતાને કારણે તેઓ રડી રહ્યા હતા.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘તેજમલ’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘તેજમલ’ લોકગીત છે.
(2) કોરા કાગળનો અર્થ?
ઉત્તર : કોરા કાગળનો અર્થ યુદ્ધની ધમકીભર્યો
(3) તેજમલના દાદા શા માટે રડતા હતા?
ઉત્તર : દાદાને સાત સાત દીકરીઓ હતી, પણ દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો ન હતા તેથી ઘા રડતા હતા.
(4) દળકટક વળાવી ઘરે આવેલી તેજમલને કોણે કેવી રીતે વધાવી?
ઉત્તર : દળકટક વળાવી ઘરે આવેલી તેજમલને દાદા અને કાકાએ મોતીડાંથી વધાવી.
(5) તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી શું છુપાવ્યું?
ઉત્તર : તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વનાં તમામ લક્ષણો છુપાવ્યાં.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *