Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 22 બોળો (લોકવાર્તા)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 22 બોળો (લોકવાર્તા)
પાઠ-પરિચય
‘બોળો’ લોકવાર્તામાં સૌપ્રથમ ભુંભલી ગામની ઘટના છે. ભુંભલી ગામના ખેડૂત સોંડાના ખેતરમાં ઠાકોર વજેસંગજી અજાણ્યા ઘોડેસવાર બનીને આવે છે. સોંડો એમને પ્રેમથી બોળો જમાડે છે અને વાતવાતમાં પોતાની હાડમારી કહી દે છે. એની વાણીમાં કડવાશ અને હૃદયની વેદના છે. ઠાકોર વજેસંગજીને સોંડા દ્વારા પ્રજાની હાડમારીની જાણ થાય છે. બીજે દિવસે સોંડાને ભાવનગર બોલાવે છે. ગરીબાઈમાં પણ એમને બોળો જમાડીને તેમનું પેટ ઠાર્યું, એનાથી તેઓ પ્રભાવિત થાય છે. તેના સિ૨પાવરૂપે સોંડાને જાગીર આપે છે. આવી જ ઘટના સમઢિયાળા ગામમાં બને છે. ઠાકોર વજેસંગજી ટૂંક રસ્તેથી જવા માટે ઊભા મોલમાં ઘોડો ચલાવે છે, ખેતરમાં ઊભેલી ડોશી પોતાનો માલ ચગદાઈ જતાં જુએ છે અને ઘોડેસવારને બે-ચાર ગાળો દે છે, કોર વજેસંગજી સોંડા અને ડોશીની નીડરતાથી પ્રસન્ન થાય છે. એમને ગર્વ થાય છે કે પોતાના પર પ્રજાને કેટલો વિશ્વાસ છે! વજેસંગજી ડોશીને કાયમની પટલાઈ અને જમીન ઇનામમાં આપે છે. આમ, ‘બોળો’ લોકવાર્તામાં ભાવનગરના મહારાજા ઠાકોર વસંગજીના દરિયાવ દિલ અને પ્રજા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા તેમજ પ્રજાની નીડરતા રજૂ થયાં છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) મહારાજા વજેસંગજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : એક વખત ભાવનગરના મહારાજા વજેસંગજી ઘોડેસવાર બનીને ભુંભલી ગામે સોંડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. એમને ભૂખ લાગતાં સોંડાએ પોતાના ભાગનો બધો બોળો એમને ખવરાવીને એમનું પેટ ઠાર્યું. એ દરમિયાન સોંડાએ પોતાની આપવીતી કહી. તેણે ઠાકોર વજેસંગજીને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજેસંગ પોતે જ છે. ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા; કેમ કે, એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજેસંગજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નીડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને જાગીર લખી આપી.
આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો. શિકારીના વેશમાં વજેસંગજી ઘોડા ૫૨ ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતાં એક કણબીના ખેતરનો ઊભો મોલ ચગદાઈ ગયો. આ જોઈને કણબીની ડોશીએ ઘોડેસવારને બે-ચાર ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીને બાપુ વજેસંગ ૫૨ કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજેસંગજી ડોશીની નીડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યાં.
(2) સોંડાની મહેમાનગતિનું વર્ણન કરો.
ઉત્તર : ઠાકોર વજેસંગજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોંડાની વાડીએ આવ્યા. ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો. સોંડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલો ઢાળી દીધો. કોસ હાંકતાં હાંક્યાં સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહિ. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એણે સોંડા પાસે ખાવાનું માગ્યું. એની પાસે ધાન તો હતું નહિ. એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોળો હતો. પાંદડાનો ઘડિયો બનાવી તેમાં તેને બોળો ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. ઘોડેસવારે જ્યારે વધારે બોળો માગ્યો ત્યારે ‘કેમ, મારે ખાવાય નથી રે’વા દેવું ને?’ એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો. આમ, સોંડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાનગતિ કરી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) ‘બોળો’લોકવાર્તાના આધારે સોંડાની કંગાળ અવસ્થાનું વર્ણન કરો.
ઉત્તર : સોંડા પાસે બે બળદ હતા, પણ એમની કાંધ કાગડાઓએ ઠોલી-ઠોલીને લોહીલુહાણ કરી નાખી હતી. એમનાં પૂછડાં તૂટી ગયાં હતાં. તેના ઉપર બેસુમાર બગાઈઓ હતી. એ બળદોનાં શરીર લોહીમાંસ વિનાનાં હાડપિંજર જેવાં થઈ ગયાં હતાં. એના કોસમાં એકસો ને એક કાણાં પડી ગયાં હતાં. સોંડો પોતે પણ ચીંથરેહાલ હતો.
(2) સોંડાએ કોસ હાંકતાં હાંકતાં ઘોડેસવાર આગળ પોતાની શી વીતક કહી?
ઉત્તર : સોંડાએ કોસ હાંકતાં હાંકતાં ઘોડેસવાર આગળ પોતાની વીતક જણાવતાં કહ્યું કે, ઠાકોર સસલાં ને કાળિયારનો શિકાર જ કર્યા કરશે કે વસ્તીની શી હાલત છે એના પર પણ ધ્યાન આપશે? ખેડુના ઘરમાં ખાવા અનાજ રહેવા દીધું નથી. આ તે રાજા છે કે કસાઈ! ઘોડેસવારને ભૂખ લાગતાં ખાવાનું માગ્યું ત્યારે પણ સોંડાએ હૈયાવરાળ કાઢતાં કહ્યું કે ખાવા માટે મારાં કાળજાં આપું? બોળો ખાવો છે?
(3) ઘોડેસવારને ખેડૂત સોંડાની ઉદારતા ક્યારે સ્પર્શી ગઈ?
ઉત્તર : સોંડો કંગાલ હોવા છતાં એનામાં આતિથ્યની ભાવના હતી. વાડીએ આવેલા અતિથિને એ ખાવા અનાજ તો નથી આપી શકતો, પણ પાંદડાના ડિયામાં બોળો ખાવા આપે છે. ખાટો અને શીતળ બોળો ખાધા પછી ઘોડેસવાર વધારે બોળો માગે છે, ત્યારે તે પોતાને માટે રાખેલ બોળો પણ આપી દે છે. આવી કંગાળ અવસ્થામાં સોંડાએ દર્શાવેલી ઉદારતા ઘોડેસવારને સ્પર્શી ગઈ.
(4) સોંડાએ મહારાજા વજેસંગજીને બોળો જમાડ્યો એના બદલામાં એમણે ત્રાંબાના પતરા પર લખીને જાગીરમાં શું શું આપ્યું?
ઉત્તર : સોંડાએ મહારાજા વજેસંગજીને બોળો જમાડ્યો એના બદલામાં મહારાજા વજેસંગજીએ સોંડાને બાર સાંતીની જમીન, છ વાડીના કોસ, બાર બળદ, વીસ કળશી બાજરો, ચાર ભેંસ અને રૂપિયા એક હજાર રોકડા ત્રાંબાના પતરા પર લખીને જાગીરમાં આપ્યા. સોંડાને માથે મદ્રાસી શેલું બંધાવીને એના ગામ ભુંભલી પહોંચાડ્યો.
(5) સમઢિયાળા ગામની કણબી ડોશીએ શિકારીને ગાળો શા માટે આપી?
ઉત્તર : શિકારીએ ટૂંકા રસ્તેથી જવા માટે એક ખેતરના ઊભા મોલમાં ઘોડો દોડાવ્યો. ખેતરમાં ડોશી ઊભી હતી. એણે પોતાનો મોલ ચગદાતો જોયો. આથી તેણે ઘોડેસવારને બે-ચાર ગાળો દઈ દીધી.
(6) મહારાજાએ ખોટો ગુસ્સો કરતાં ડોશીને શી ધમકી આપી? એની ડોશી પર શી અસર થઈ?
ઉત્તર : મહારાજાએ ખોટો ગુસ્સો કરતાં ડોશીને ધમકી આપી : ‘‘ગાળો કેમ આપે છે? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દઈશું?” ડોશી પર એની ધમકીની કોઈ અસર થઈ નહિ. ડોશીએ એને નીડરતાથી જણાવી દીધું કે તારા જેવા કેટલાય સિપાઈ આવે ને જાય! બાપુ વજેસંગના રાજમાં કોની દેન છે કે કેદમાં પૂરે?
(7) ડોશીની નીડરતા જોઈ ઠાકોર વજેસંગજીના મનમાં શો વિચાર આવ્યો?
ઉત્તર : ડોશીની નીડરતા જોઈ ઠાકોર વજેસંગજીના મનમાં વિચાર આવ્યો કે મારી પ્રજા કેટલી નીડર છે! મારા પર એમને કેવો વિશ્વાસ છે! એમને વધારે નીડર બનતાં શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ ! એથીયે વિશેષ ડોશીની નીડરતાથી પ્રભાવિત થઈને ઠાકારે વજેસંગજીએ એના કુટુંબને કાયમની પટલાઈ અને જમીન ઇનામમાં આપ્યાં.
પ્રશ્ન 3. કારણો આપો :
(1) સોંડાએ ઘરવાળીને કહ્યું : “હવે આપડા તો રામરામ સમજવા !” કારણ કે …
ઉત્તર : ઘોડેસવારના ગયા પછી બીજે દિવસે સોંડો શિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે બે હથિયારબંધ ઘોડેસવાર આવ્યા. એમણે સોંડા અંગે પૂછપરછ કરી. સોંડાએ ધડકતા હ્રદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડેસવારોએ જણાવ્યું કે, ઠાકોર વજેસંગજીએ તમને ભાવનગર તેડાવ્યા છે. આ સાંભળીને તેના અંતરમાં ફાળ પડી. તેને આગલા દિવસની વાત યાદ આવી. તેને થયું કે પેલા અસવા૨ે જરૂર ઠાકોરને બધું કહી દીધું હશે. હવે ઠાકોર તેને જેલમાં પૂરી દેશે. આથી સોંડાએ ઘરવાળીને કહ્યું : “હવે આપડા તો રામરામ સમજવા!”
(2) સોંડાની વાત સાંભળી મહારાજા વજેસંગજીની છાતી ફૂલવા લાગી, કારણ કે …
ઉત્તર : વજેસંગજી માનતા હતા કે પ્રજા પોતાના છોરુ છે અને છોરુને કાંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને હક છે. આગલા દિવસે સોંડાએ કકળતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતાં કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખે અમને કેવા આદરમાન આપ્યાં હતાં! એણે ખવરાવેલો મીઠો બોળો અને એથીય મીઠી એની સાચુકલી ગાળો! એવી મજા એમને મહેલોની મીઠાઈ ખાતાં પણ નથી આવી. આટલું બોલતાં મહારાજા વજેસંગજીની છાતી ફૂલવા લાગી.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘બોળો’ પાઠના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘બોળો’પાઠના લેખક ઝવેરચંદ મેઘાણી છે.
(2) ‘બોળી’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘બોળો’ લોકવાર્તા છે.
(3) સોંડાના અંતરમાં કેમ ફાળ પડી?
ઉત્તર : રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે સોંઘના અંતરનું ફાળ પડી.
(4) બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું?
ઉત્તર : બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને બાર સાંતીની જમીન, ચાર ભેંસો, બાર બળદ અને વીસ કળી બાજરી સન્માન સાથે આપ્યો.
(5) ‘બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : ‘બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે,” આ વાક્ય મહારાજા વજેસંગજી બોલે છે.
(6) ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે !’ આ વાક્યમાં સોંડાને શેનો ભય છે?
ઉત્તર : “ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે !’ આ વાક્યમાં સોંડાને રાજના સિપાઈ ઠોંસે ચડાવીને વેઠ કરાવે, તેનો ભય છે.
(7) ઘોડેસવાર સાથેના વાર્તાલાપ દરમિયાન સોંડાએ કોર્ન બેસુમાર ગાળો દીધી?
ઉત્તર : ઘોડેસવાર સાથેના વાર્તાલાપ દરમિયાન સોંડાએ ભાવનગરના ઠાકોર વજેસંગજીને બેસુમાર ગાળો દીધી.
(8) “હવે લૂંટાણા પછી ભોં શેનો રાખવો?” આવું કોણે મનોમન નક્કી કર્યું?
ઉત્તર : ‘હવે લૂંટાણા પછી ભૉ શેનો રાખવો?” આવું સોંઘ માળીએ મનોમન નક્કી કર્યું.
(9) ઠાકોર વજેસંગજીને સોંડાએ આપેલી ગાળો કેવી લાગી?
ઉત્તર : ઠાકોર વર્જેસંગજીને સોંડાએ આપેલી ગાળો મીઠી અને સાચુકલી લાગી.
(10) “બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરું?” ડોશીમાના આ શબ્દો શું સૂચવે છે?
ઉત્તર : “બાપુ વજ્રસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરું?’ ડોશીમાના આ શબ્દો બાપુ વજેસંગ પરનો વિશ્વાસ સૂચવે છે,
(11) બાપુ વજેસંગને એમના કહેવા મુજબ પોતાનું જીવન સાર્થક ક્યારે લાગશે?
ઉત્તર : બાપુ વજેસંગને એમના કહેવા મુજબ તે પ્રજાને વધુ નીડર બનતાં શીખવે ત્યારે પોતાનું જીવન સાર્થક લાગશે,
(12) ખેતરમાં ઊભેલાં ડોશીએ અસવારને બે-ચાર ગાળો કેમ દીધી?
ઉત્તર : ખેતરમાં ઊભેલા ડોશીએ અસવારને બે-ચાર ગાળો દીધી; કારણ કે એ અસવારે ડોશીના ખેતરમાં પોતાનો ઘોડો ચલાવીને એનો ઊભો મોલ ચગદી નાખ્યો.
(13) “કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને?” આ વાક્ય કોણ બોલે છે ?
ઉત્તર : “કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને?” આ વાક્ય સોંડો બોલે છે.
(14) બોળો એટલે શું?
ઉત્તર : છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડુ લોકો રાંધે, અને પછી એમાં મીઠું નાખીને ખાય; એનું નામ બોળો.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here