Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 24 પ્રેરક પ્રસંગો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 24 પ્રેરક પ્રસંગો

પાઠ-પરિચય

પ્રથમ પ્રસંગ : પ્રથમ પ્રસંગમાં શ્રદ્ધાનું મહત્ત્વ એક નાની બાળકીના પાત્ર દ્વારા સમજાવ્યું છે. વરસાદ માટે સૌ સમૂહપ્રાર્થનામાં જોડાય છે. એમાં એક નાની બાળકી છત્રી લઈને આવે છે, કારણ કે એને પ્રાર્થનામાં શ્રદ્ધા છે. પ્રાર્થના કરવાથી વરસાદ જરૂર આવશે અને છત્રીની જરૂર પડશે, એટલે એ છત્રી લઈને આવી છે.
બીજો પ્રસંગ : નાનક સાહેબના જીવનમાં બનેલ પ્રસંગ પરથી એ જાણવા મળે છે કે માણસ જન્મથી નહિ, પણ કર્મથી મહાન અને આદરને પાત્ર બને છે.
ત્રીજો પ્રસંગ : રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેએ ‘દેશસેવા એ પ્રથમ ધર્મ છે’ એમ સમજીને સામાન્ય પગારની ફર્ગ્યુસન કૉલેજના આચાર્યની નોકરી સ્વીકારી. તેમનો આ નિર્ણય દેશસેવાની પ્રેરણા આપે છે.
ચોથો પ્રસંગઃ ન્યૂ યૉર્કની ભોંયગાડીમાં થયેલ એક અનુભવ પ્રશંસનીય છે. એક અંધ યુવાનને ગાડીમાં ખાલી પડેલી જગ્યા પર પોતે બેસે એના કરતાં ગાડીમાં ઊભેલી કોઈ બહેન બેસે એ વધુ જરૂરી લાગે છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ?
ઉત્તર : સતત ત્રણ વરસથી વરસાદ નહોતો પડ્યો. ધર્મગુરુએ આપેલી સલાહ પ્રમાણે સૌ પ્રાર્થના કરવા એક મેદાનમાં ભેગાં થયાં. એક નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી, કારણ કે તેને ખાતરી હતી કે સૌ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા આવ્યાં છીએ, એટલે વરસાદ તો આવશે જ. તેથી ભીંજાઈ ન જવાય એટલે એ છત્રી સાથે લઈ ગઈ.
(2) નાનક સાહેબે કોને પોતાનો વારસ બનાવ્યો? શા માટે?
ઉત્તર : નાનક સાહેબનો શિષ્ય અંગદ ગુરુનો ઇશારો સમજી ગયો કે કોઢ સાફ કરવાની છે. તરત એ માથે સૂંડલો ઉપાડીને કોઢ સાફ કરવા લાગ્યો. આથી નાનક સાહેબે એમના શિષ્ય અંગદને પોતાની પાઘડી પહેરાવી પોતાનો વારસ બનાવ્યો.
(3) નાનક સાહેબના દીકરાએ કઈ વાતનો વાંધો ઉઠાવ્યો? નાનક સાહેબે તેને શો જવાબ આપ્યો?
ઉત્તર : નાનક સાહેબના દીકરાએ પોતાને વારસ ન બનાવ્યો એ વાતનો વાંધો ઉઠાવ્યો. દીકરાએ આ વાત પૂછી ત્યા૨ે નાનક સાહેબે જવાબ આપ્યો કે તને ગંદી કોઢમાં વાસીદું કરવાનું કહ્યું, પણ તેં સાફ કરી નહિ. તારાથી એક કોઢનો મેલ ન ઉઠાવાયો, તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ?
(4) રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેજી ઊંચા પગારની નોકરીથી શા માટે આકર્ષાયા નહિ?
ઉત્તર : રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેજી માનતા હતા કે, દેશસેવા એ જ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ.’ આથી તેઓ ઊંચા પગારની નોકરીથી આકર્ષાયા નહિ.
(5) એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે એણે શું કહ્યું ?
ઉત્તર : એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે સ્ત્રીદાક્ષિણ્યમાં માનતા એ યુવાને પૂછ્યું કે આજુબાજુમાં કોઈ બહેન ઊભેલી તો નથી ને?

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ગામના લોકોને કોણે સલાહ આપી?
ઉત્તર : ગામના લોકોને ધર્મગુરુએ સલાહ આપી.
(2) નાનક સાહેબે પોતાનો વારસ કોને બનાવ્યો?
ઉત્તર : નાનક સાહેબે પોતાના શિષ્ય અંગદને પોતાનો વારસ બનાવ્યો.
(3) દેશસેવા એ પ્રથમ ધર્મ છે.’ એમ કોણે કહ્યું?
ઉત્તર : ‘દેશસેવા એ પ્રથમ ધર્મ છે.’ એમ રઘુનાથ પરાંજપેજીએ કહ્યું .
(4) નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે શું લઈને ગઈ ?
ઉત્તર : નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે છત્રી લઈને ગઈ.
(5) ન્યૂ યૉર્કની ભોંયગાડીમાં કોણે સ્ત્રીદાક્ષિણ્ય દાખવ્યું?
ઉત્તર : ન્યૂ યૉર્કની ભોંયગાડીમાં એક અંધ જુવાને સ્ત્રીદાક્ષિણ્ય દાખવ્યું.
(6) નાનક સાહેબે એમના દીકરાને વારસ કેમ ન બનાવ્યો?
ઉત્તર : નાનક સાહેબને લાગ્યું કે જે આટલી કોઢનો મેલ ન ઉઠાવી શકે એ એમના આટલા બધા શિષ્યોનો મેલ કેમ ઉઠાવી શકશે, તેથી નાનક સાહેબે એમના દીકરાને વારસ ન બનાવ્યો.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *