Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 3 પછે શાર્માળયોજી બોલિયા (ડવું – આખ્યાન-ખંડ)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 3 પછે શાર્માળયોજી બોલિયા (ડવું – આખ્યાન-ખંડ)

કાવ્ય-પરિચય

કવિ પ્રેમાનંદરચિત ‘સુદામાચરિત્ર’માંથી આ કડવું લેવામાં આવ્યું છે. આ કડવામાં શ્રીકૃષ્ણ અને સુદામાની બાળપણની મૈત્રીના સંભારણાં સંવાદરૂપે રજૂ થયાં છે. સાંદીપનિ ઋષિના આશ્રમમાં આ બંને મિત્રોએ ભણવું, જમવું, ભિક્ષા માગવા જવું જેવાં અનેક કાર્યો સાથે મળીને કર્યાં હતાં. ભણતર પૂરું કર્યા પછી શ્રીકૃષ્ણ દ્વારકા નગરીના રાજા બન્યા, પણ સુદામા આર્થિક દૃષ્ટિએ ગરીબ જ રહ્યા; એમની મૈત્રી વર્ષો સુધી કેવી અતૂટ રહી હતી એની પ્રતીતિ આ સંવાદમાંથી થાય છે. પ્રેમાનંદે આ કડવામાં વર્ણવેલી સુદામા અને કૃષ્ણની અતૂટ મૈત્રી સૌને માટે દૃષ્ટાંતરૂપ છે.

કાવ્યની સમજૂતી

પછી શામળિયાજીએ કહ્યું, તને યાદ આવે છે? હાજી, નાનપણનો પ્રેમ હું કેમ ભૂલી જાઉં? [1-2]
આપણે બે મહિના સાથે રહ્યા હતા, તને યાદ આવે છે? હાજી, સાંદીપનિ ઋષિને ઘેર, હું કેમ ભૂલી જાઉં? [3-4]
આપણે અન્નની ભિક્ષા માગી લાવતા, તને યાદ આવે છે? ત્રણેય ભાઈ સાથે મળીને જમતા, હું કેમ ભૂલી જાઉં? [5-6]
આપણે એકસાથે સૂતા, તને યાદ આવે છે? સુખદુઃખની વાતો કરતા, હું કેમ ભૂલી જાઉં? [7-8]
વહેલી સવારે જાગી જતા, તને યાદ આવે છે? હાજી, (ઊઠીને) વેદની ધૂન કરતા, હું કેમ ભૂલી જાઉં? [9-10]
જ્યારે આપણા ગુરુ ગામ ગયા હતા (ત્યારની ઘટના) તને યાદ આવે છે? કોઈ એક સગૃહસ્થને જાચવા (ભિક્ષા માગવી) એ, હું કેમ ભૂલી જાઉં? [11-12]
ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું, તને યાદ આવે છે? કાષ્ઠ લઈ આવવાનું કહ્યું હતું, એ હું કેમ ભૂલી જાઉં? [13-14]
(આપણે) ખભે કુહાડા લીધા, તને યાદ આવે છે? રણછોડ, (આપણે) બહુ દૂર સુધી ગયા હતા, હું કેમ ભૂલી જાઉં? [15-16]
બંને ભાઈઓએ શરત કરી, તને યાદ આવે છે? હાજી, મોટું થડ ફાડેલું, હું કેમ ભૂલી જાઉં? [17-18]
દોરડાથી ત્રણ ભારા બાંધ્યા, તને યાદ આવે છે? હાજી, ત્યારે બારે મેહ વરસ્યા હતા (પુષ્કળ વરસાદ વરસ્યો હતો), હું કેમ ભૂલી જાઉં? [19-20]
(ત્યારે) શરીર ખૂબ ઠંડું પડી ગયું હતું, તને યાદ આવે છે? ઠંડીથી શરી૨ (દેહ) ધ્રૂજતું હતું, હું કેમ ભૂલી જાઉં? [21-22]
નદીમાં ઘણાં પૂર આવ્યાં હતાં, તને યાદ આવે છે? મુશળધાર વરસાદ વરસ્યો હતો, હું કેમ ભૂલી જાઉં? [23-24]
પછી ગુરુજી (આપણને) શોધવા નીકળ્યા હતા, તને યાદ આવે છે? (એમણે એમનાં) પત્નીને કહેલું, તે (આમના ૫૨) જુલમ કર્યો, એ હું કેમ ભૂલી જાઉં? [25-26]
(આપણને) હૃદય સાથે બાથમાં લીધા હતા, તને યાદ આવે છે? (પછી) ગુરુ આપણને (પોતાને) ઘેર લઈ આવ્યા, હું કેમ ભૂલી જાઉં? [27-28]
આપણે એ દિવસથી જુદા પડ્યા, તને યાદ આવે છે? તે આજે ફરીથી મળ્યા, હું કેમ ભૂલી જાઉં? [29-30]
તમારી પાસે અમે વિદ્યા શીખતા, તને યાદ આવે છે? મહારાજ, (આ તો) તમે મને મોટો કર્યો (માન આપ્યું), હું કેમ ભૂલી જાઉં? [31-32]
મહારાજ, (તમે) તમારા સેવકનું માન વધારો છો, શ્રી હરિ. પછી સેવકની ગરીબાઈ દૂર કરવા શ્યામે (એના ૫૨) અમીષ્ટિ કરી.[33-34]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

શ્રીકૃષ્ણ-સુદામાનું વિદ્યાર્થીજીવન તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : શ્રીકૃષ્ણ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ બે માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખદુ:ખની વાતો પણ કરતા. સવારે ઊઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડાં લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડાં કાપ્યાં. એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રીકૃષ્ણ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્રભાવે એને કૃષ્ણની મહાનતા ગણી.
આમ, શ્રીકૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થીજીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) સાંદીપનિ ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી?
ઉત્તર : સાંદીપનિ ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ તેઓ બંને સાથે ભિક્ષા માગવા જતા. શ્રીકૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને સુદામા સાથે મળીને જમતા. ઘાસની એક જ પથારી પર સાથે સૂતા અને એકબીજાને સુખદુઃખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધૂન કરતા.
(2) શ્રીકૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડાં લાવવાનું કામ કઈ રીતે કર્યું?
ઉત્તર : શ્રીકૃષ્ણ અને સુદામા ખભે કુહાડો મૂકીને જંગલમાં ગયા. જંગલમાં ઘણે દૂર સુધી જઈને વૃક્ષનું મોટું થડ ફાડ્યું. એના ટુકડા કર્યા. એના ત્રણ ભાગ કરી એને દોરડાથી બાંધીને ત્રણ ભારા તૈયાર કર્યા.
(3) શ્રીકૃષ્ણ-સુદામા જંગલમાં ગયા ત્યારે અચાનક શી આપત્તિ આવી?
ઉત્તર : શ્રીકૃષ્ણ-સુદામા જ્યારે જંગલમાં ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમનાં શરીર ઠંડીથી ધ્રૂજવા લાગ્યાં. નદીઓમાં પૂર આવ્યાં. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહિ અને તેઓ જંગલમાં અટવાઈ ગયા.
(4) શ્રીકૃષ્ણ-સુદામા અંગે સાંદીપનિ ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
ઉત્તર : સાંદીપનિ ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડાં લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રૂજતા કૃષ્ણ-સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા.
(5) શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી?
 ઉત્તર : શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડાં કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભરે રે?
હુંને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે ?
ઉત્તર : પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે. સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રીકૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણે આમ કહીને એમને મોટો કર્યો અર્થાત્ યશ આપ્યો. શ્રીકૃષ્ણની આ મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટેનો એમનો વિનમ્રભાવ દર્શાવે છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘પછે શામળિયોજી બોલિયા’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : ‘પછે શામળિયોજી બોલિયા’ કાવ્યના કવિ પ્રેમાનંદ છે.
(2) પછે શામળિયોજી બોલિયા’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘પછે શામળિયોજી બોલિયા’ આખ્યાન-ખંડ છે.
(3) પ્રેમાનંદનાં કોઈ પણ બે આખ્યાનોનાં નામ જણાવો.
ઉત્તર : પ્રેમાનંદના આખ્યાનો : ‘સુદામાચરિત્ર’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘નળાખ્યાન’,
(4) ‘પછે શામળિયોજી બોલિયા’ પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી લેવામાં આવેલું કડવું છે?
ઉત્તર : ‘પછે શામળિયોજી બોલિયા’ પ્રેમાનંદના ‘સુદામા ચરિત્ર’ આખ્યાનમાંથી લેવામાં આવેલું કડવું છે.
(5) ગોરાણીએ શ્રીકૃષ્ણ-સુદામાને કયું કામ સોંપ્યું હતું?
ઉત્તર : ગોરાણીએ શ્રીકૃષ્ણ-સુદામાને લાકડાં (બળતણ) લાવવાનું કામ સોંપ્યું હતું.
(6) ‘પછે શામળિયોજી બોલિયા’ આખું કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે?
ઉત્તર : ‘પછે શામળિયોજી બોલિયા’ આખું કાવ્ય શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદરૂપે આગળ વધે છે.
(7) શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે?
ઉત્તર : ‘તમો પાસ અમો વિદ્યા શીખતા.’ વાક્યમાં શ્રીકૃષ્ણની નમ્રતા દેખાય છે.
(8) સાંદીપનિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે?
ઉત્તર : ‘પછી ગુરુજી શોધવા નીસર્યા’. કહ્યું સ્ત્રીને, “તેં કીધો કેર ?’’, ‘આપણ હૃદિયા સાથે ચાંપિયા.’ વાક્યોમાં સાંદીપનિ ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ થાય છે.
(9) સાંદીપનિ ઋષિએ એમનાં પત્નીને શું કહ્યું?
ઉત્તર : સાંદીપનિ ઋષિએ એમનાં પત્નીને કહ્યું કે, ‘તે કેર કીધો.’ :
(10) ‘પછે શામળિયોજી બોલિયા’ કડવામાં શું જોવા મળે છે?
ઉત્તર : ‘પછે શામળિયોજી બોલિયા’ કાવ્યમાં અતૂટ-મધુર મૈત્રીનું દૃષ્ટાંત જોવા મળે છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *