Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 7 કામ એ ઈ જીતે (ગીત)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 7 કામ એ ઈ જીતે (ગીત)

કાવ્ય-પરિચય

‘કામ કરે ઈ જીતે’ ગીતમાં કવિએ મહેનતનો મહિમા ગાયો છે. મહેનત કરવાથી જ દેશ બદલાઈ જશે અર્થાત દેશનો વિકાસ થશે. એ માટે કવિ ખેતર ખેડવાં અને નદી પર બંધ બાંધવા જેવાં કામોને મહત્ત્વનાં ગણે છે. કવિના કહેવાનું તાત્પર્ય એ છે કે આ કામમાં સૌ પોતપોતાની રીતે મહેનતને વહેંચી લે તો દેશ ઊંચો આવશે. આથી કવિ સોને ખેતર અને વાળુએ જઈ મહેનત કરવાની હક્સ કરે છે. આ ગીતના આરંભમાં કવિ કહે છે કે જે કામ કરે એ જ જીતે અને અંતમાં કવિ એ જ ભાવને જુદી રીતે ધ્રુવે છે : માનવીની મહેનતનો જ સૌ જયજયકાર કરે છે,

કાવ્યની સમજૂતી

જે કામ કરે (અર્થાત્ મહેનત કરે) એ જ જીતે, માલમ! આટલો મોટો આપણો દેશ બીજી કઈ રીતે બદલાશે અર્થાત્ બીજી કઈ રીતે વિકાસ પામશે? [1-4]
ખેતર ખેડીને સીમને સુંદર બનાવો. નદીઓનાં નીર પર બંધ બાંધો. આજે દેશ (પ્રજા પાસે) સહિયારી મહેનત માગે છે, તૈયાનું ખમીર માગે છે. [5-8]
ભાઈ! (હાથમાં) તીક્સ લો, કોદાળી લો. ઘર ઘર ચરખો ગુંજે. બાવાના બળે આ દુનિયાને બદલવી છે, જેની પાસે નજર (ખ) હોય એ નીરખે, [9-12]
ઉચ્ચ શિક્ષિત (બહુ ભળેલા) અસિમાં બેસે, બહાર નીકળે નહિ, કાગળ પર પોતાનું કૌશલ ઉતારું અને દીવાલ પર છાપાં ચોંટાડે. [13-16]
ચાલો ખેતરમાં જઈએ ને વાડીમાં જઈએ. આ અમૂલ્ય સમય વીતી રહ્યો છે. આજે બુલંદ અવાજે માનવીની મહેનતના પ્રેમપૂર્વક જયજયકાર ગાઓ. [17-20]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) ‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : ‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો ધ્યેય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિપ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એનાં નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાનાં છે. એટલે જ ભારતદેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાનાં છે અને ઘરઘરમાં રેંટિયા ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર છો તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારતદેશનો જ નહિ, સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જયજયકાર થાય છે.
(2) મુદ્દાસર નોંધ લખો : ‘કામ કરે ઈ જીતે’ કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા
ઉત્તર : શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઇચ્છે છે. એને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારતદેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેને મહેનત કરીને આપકમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે.

પ્રશ્ન 2. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

કામ કરે ઈ જીતે
આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઈ રીતે?
ઉત્તર : જેને આત્મનિર્ભર રહેવું હોય અને સ્વમાનભેર જીવવું હોય, તેણે મહેનત કરવી જોઈએ. ભારત વિશાળ દેશ છે. ભારતદેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય, તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે. આમ, આ પંક્તિઓમાં પરિશ્રમનું ગૌરવ કર્યું છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘કામ કરે ઈ જીતે’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તર : ‘કામ કરે ઈ જીતે’ કાવ્યના કવિ નાથાલાલ દવે છે.
(2) ‘કામ કરે ઈ જીતે’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘કામ કરે ઈ જીતે’ ગીત કાવ્ય છે.
(3) ‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં કોની જીત થાય છે.?
ઉત્તર : કામ કરે તેની જીત થાય છે.
(4) કવિ નાથાલાલ દવેની દૃષ્ટિએ આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે?
ઉત્તર : આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે.
(5) કાવ્યને આધારે આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય?
ઉત્તર : નદીઓનાં નીરને બાંધીને, ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશ ભારતને બદલી શકાય.
(6) દુનિયાને કઈ રીતે બદલી શકાય?
ઉત્તર : દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય.
(7) ‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રગટ થાય છે?
ઉત્તર : ‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે.
(8) ‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં કવિએ મહેનત ઉપરાંત શાને પ્રાધાન્ય આપ્યું છે? શા માટે?
ઉત્તર : ‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં કવિએ મહેનત ઉપરાંત હૈયામાં ખમીર તથા સામૂહિક પુરુષાર્થને પ્રાધાન્ય આપ્યું છે; કારણ કે પરિશ્રમ ઉપરાંત તેનાથી માનવીનું સ્વમાન જળવાય છે અને એ આત્મનિર્ભર બને છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *