Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 8 છાલ, છોતરાં અને ગોટલા (હાસ્યનિબંધ)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 8 છાલ, છોતરાં અને ગોટલા (હાસ્યનિબંધ)

પાઠ-પરિચય

‘છાલ, છોતા અને ગોટલા’ હાસ્યનિબંધમાં લેખકે કેળાની છાલ, નારિયેળના છોતરા અને કેરીના ગોટલાનાં ઉદાહરણો આપીને લોકોનું સ્વચ્છતા પ્રત્યેનું બેજવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતા પર ભંગ કર્યો છે, આજે ભારતદેશમાં લોકોએ ભારતીય સંસ્કૃતિને ભૂલીને એક નવી જ સંસ્કૃતિ અપનાવી છે અને તે છે છાલ, છોતરાં અને ગોટલાની સંસ્કૃતિ! લોકોએ ચારે બાજુ એટલી ગંદકી ફેલાવી છે કે પવિત્ર મંદિરોની આસપાસના વિસ્તારો પણ સ્વચ્છ રહ્યા નથી. કાવ્યપંક્તિ, ફિલ્મી ગીતની પંક્તિ અને કહેવત ટાંકીને આ ગંભીર પ્રશ્નને અને ગંદકી અંગેની મનોવૃત્તિને લેખકે હળવી હાસ્યશૈલીમાં રજૂ કરી છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરું છું?
ઉત્તર : આપણે ફોલ્લાના ફોતરાંને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ, તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ. પછી જતાં-આવતાં જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ, પણ આપણને એવી ટેવ જ નથી. આપણે રહ્યા જીવદયાપ્રેમીઓ, આપણે જાણીએ છીએ કે શિંગનાં ફોતરાં પર કીડીઓ આવે છે. ઘણી વાર એ સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે. એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું? થાકી ન જાય? એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીર્દીને ફોતરાની જાણે હોમિડિલવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંક્વાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે.
(2) ‘છાલ, છોતરાં અને ગોટલા’ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે?
ઉત્તર : ‘છાલ, છોતરાં અને ગોટલા’ પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગ્રત નથી. પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય. આથી આપણે આપણાં તમામ મંદિરોને અને તેનાં પરિસરને સ્વચ્છ રાખવાં જોઈએ. ત્યાં ક્ચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ. આપણાં ઘરના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવાં જોઈએ. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ. એનાથી મધમાખીનો ઉપદ્રવ નહિ થાય. આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ. ટૂંકમાં, શિંગનાં ફોતરાં હોય કે નાળિયેરનાં છોતરાં, તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવાં અને બહાર જતાં-આવતાં જ્યાં મ્યુનિસિપાલિટીની ચરાપેટી દેખાય એમાં નાખી દેવાં. ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાં એ આપણા સૌની ફરજ છે. આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા, કાવ્યપંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) આપણાં યાત્રાધામોની આસપાસ શું શું વેરાયેલું દેખાય છે?
ઉત્તર : આપણાં યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મપ્રતીકોની આસપાસ નાળિયેરનાં છોતરાં વેરાયેલાં દેખાય છે. આપણાં ધર્મસ્થાનોમાં ઠેર ઠેર કેળાંની છાલો દેખાય છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારતદેશને આપ્યા છે. તેથી આપણને યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કેરીના ગોટલા જોવા મળે છે.
(2) લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે ?
ઉત્તર : લેખક કેરીના ગોટલાને વ્યંગમાં સૌથી પવિત્ર કહે છે. આપણે ગ્રીષ્મઋતુમાં ગલીઓને, શેરીઓને, રસ્તાઓને કેરીના ગોટલાઓથી વિભૂષિત કરીએ છીએ. આપણે કેવા ઉદાર છીએ કે કેરીના રસનો આસ્વાદ આપણે લઈએ, પણ એના વજનદાર ગોટલા સમાજને અર્પણ કરીએ છીએ! કઈ રીતે? આપણે એને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે! ખાસ કરીને ગોટલા પૂરતી અડધી કેરી આપણે ગૌમાતાને અર્પણ કરીએ છીએ!
(3) કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે?
ઉત્તર : લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે, કારણ કે તેઓ જીવદયાપ્રેમી છે. આપણે શિંગનાં ફોતરાં રૂમાલમાં લઈ, એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતાં-આવતાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે? એ બિચારી કીડીઓ થાકી જાય! એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાંની હોમિડલિવરી આપીએ છીએ.
(4) અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચૅલેન્જ કરી?
ઉત્તર : લેખકનું કહેવું છે કે ઑલિમ્પિકવાળા કેળાંની છાલફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચૅલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય, તો ઑલિમ્પિકમાં કેળાંની છાલફેંકની સ્પર્ધા રાખો!

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) છાલ, છોતરાં અને ગોટલા’ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર : ‘છાલ, છોતરાં અને ગોટલા’ પાઠના લેખક બકુલ ત્રિપાઠી છે.
(2) ‘છાલ, છોતરાં અને ગોટલા’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘છાલ, છોતરાં અને ગોટલા’ હાસ્યનિબંધ છે.
(3) બકુલ ત્રિપાઠીના મતે ભારતદેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે?
ઉત્તર : બકુલ ત્રિપાઠીના મતે ભારતદેશમાં આપણે છાલ, છોતરાં અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે.
(4) વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ?
ઉત્તર : વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ.
(5) બકુલ ત્રિપાઠીના મતે મગફળીનાં ફોતરાં આપણે ક્યાં વેરીએ છીએ?
ઉત્તર : બકુલ ત્રિપાઠીના મતે મગફળીનાં ફોતરાં આપણે બગીચામાં, શાળાના વર્ગમાં, થિયેટરમાં એમ તમામ જગ્યાએ વેરીએ છીએ.
(6) ઑલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે?
ઉત્તર : ઑલિમ્પિકમાં કેળાંની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે.
(7) ગ્રીષ્મઋતુમાં આપણે કયાં કયાં સ્થળોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ.
ઉત્તર : ગ્રીષ્મઋતુમાં આપણે ગલીઓ, શેરીઓ અને માર્ગોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ.
(8) ‘છાલ, છોતરાં અને ગોટલા’ હાસ્યનિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા કઈ કુટેવને પ્રકાશિત કરી છે?
ઉત્તર : ‘છાલ, છોતરાં અને ગોટલા’ હાસ્યનિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે.
(9) લેખકે આંબાના પર્યાયરૂપે કયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે?
ઉત્તર : લેખકે આંબાના પર્યાયરૂપે ‘આમ્રફળ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
(10) બકુલ ત્રિપાઠીના મતે આપણી પ્રિય રમત કઈ છે?
ઉત્તર : બકુલ ત્રિપાઠીના મતે આપણી પ્રિય રમત કેળાંની છાલફેંક છે.
(11) બાલમંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે?
ઉત્તર : બાલમંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *