Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 2 એકલો જાને રે (કાવ્ય)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 2 એકલો જાને રે (કાવ્ય)

કાવ્ય-પરિચય

સત્યનો માર્ગ કઠિન છે. સત્યને રસ્તે ચાલનારને અનેક મુશ્કેલીઓ આવે છે. એવે સમયે સૌ મોં ફેરવી લે છે. કોઈ સાથ આપતું નથી. પરંતુ એ પરિસ્થિતિમાં સહેજ પણ વિચલિત થયા વગર તકલીફોને ચૂપચાપ સહન કરી, પોતાની હૈયાસૂઝથી અને આત્મબળથી સતત આગળ વધતા રહેવું. કવિની શીખ છે કે સત્યને રસ્તે કોઈનીય રાહ ન જોવી.

પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. મનનું ગાણું એકલો ગા ને રે! એટલે શું?
A. મનનું ગાણું ગાવાની એકલા એકલાએ મજા લેવી.
B. સત્યના રસ્તે ચાલવા હૈયું ખોલીને પોતાના મનની વાત રટ્યા કરવી.
C. કોઈ સાંભળે એ માટે પોતાના મનનું ગાણું ગાવું.
D. એકલા એકલા નાચતાં નાચતાં ગાયા કરવું.
ઉત્તર : B. સત્યના રસ્તે ચાલવા હૈયું ખોલીને પોતાના મનની વાત રટ્યા કરવી.
2. ‘સૌનો દીવો એકલો થા ને રે’ આ પંક્તિ શું સૂચવે છે?
A. કોઈ દીવો ન ધરે તો મૂંઝાઈ જવું નિહ.
B. આકાશની વીજળીના પ્રકાશમાં આગળ વધવું.
C. આપણે દીવો હાથમાં લઈ આગળ વધવું.
D. સત્યના માર્ગે ચાલીને સૌને માર્ગદર્શન આપવું.
ઉત્તર : D. સત્યના માર્ગે ચાલીને સૌને માર્ગદર્શન આપવું.
3. ‘એકલો જાને રે’ કાવ્ય કયા કવિના કાવ્યનો અનુવાદ છે?
A. મંગેશ પડગાંવકરના
B. શરચંદ્ર ચટ્ટોપાધ્યાયના
C. રવીન્દ્રનાથ ટાગોરના
D. વસંત બાપટના
ઉત્તર : C. રવીન્દ્રનાથ ટાગોરના
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *