Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 3 કાશીમાની કૂતરી (ટૂંકી વાર્તા)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Supplementary Reading – Chapter – 3 કાશીમાની કૂતરી (ટૂંકી વાર્તા)
પાઠ-પરિચય
‘કાશીમાની કૂતરી’ ટૂંકી વાર્તામાં લેખક દ્વારા કાશીમાની કાબરી (કૂતરી) માટેની લાગણીઓ વ્યક્ત થઈ છે. લેખકે કાબરી પ્રત્યેની કાશીમાની લાગણીનાં વિવિધ પાસાને કલાત્મક રીતે રજૂ કર્યાં છે. ગોળ માટે ટટળી રહેલી ભુખી ડાંસ કાબરીનું વર્તન, ભુખી કાબરીને ખાવા માટે ગોળની કાંકરી આપીને જાત સાથે વાત કરતાં કાશીમા, કાબરીને ઠપકો આપતાં કાશીમા, ગોળની કાંકરી લઈને નીકળ એમ કહીને કાબરી પર રોષ ઠાલવતાં કાશીમા, કાશીમાના પ્રેમાળ પ્રહારો અને ગાલીપ્રદાન, અંતે કાબરીને માર્યાનો પસ્તાવો, પોતાના અહમ્ માટે થતી શરમ, મારે હાથે જ આવું થવાનું લખાયું હશે એમ વિચારીને નસીબ પરની આસ્થા – જેવા અનેક ભાવપલટા સાથે વાર્તા આગળ વધે છે. લેખકે ક્લાત્મક રીતે તળપદા શબ્દોની મીઠાશ અને લોકબોલીમાં કાશીમાના લહેકા નિરૂપ્યા છે.
પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. ‘એટલો રોટલો કોઈ મનેખને આપ્યો હોત તો કેવું?’ આ વાક્ય કોણ બોલે છે?
A. ડાહ્યાભાઈ
B. કાશીમાનો દીકરો
C. કાશીમાના પાડોશી
D. દોલાભાઈ
ઉત્તર : B. કાશીમાનો દીકરો
2. કાબરી કઈ જીદ લઈને પેઠી છે?
A. કાબરીને કાશીમા સાથે રહેવું છે.
B. કાબરીને ગામ છોડીને જવું નથી.
C. કાબરીને કાશીમાના ઘરમાં સૂવું છે.
D. કાબરીને ગોળનું રોડું લઈને જ જવું છે.
ઉત્તર : D. કાબરીને ગોળનું રોડું લઈને જ જવું છે.
3. કાબરીની સિકલ કોના જેવી લાગતી હતી?
A. ગુસ્સે થયેલી બિલ્લી જેવી
B. ઘવાયેલા વાઘ જેવી
C. ઘવાયેલી સિંહણ જેવી
D. ગભરુ બાળક જેવી
ઉત્તર : B. ઘવાયેલા વાઘ જેવી
4. “મીં તો તને સુવાવડમાં શીરા કરીકરીને ખવડાવ્યા ને મારું જ ………
A. રાંડ નાક લઈ ગઈ …
B. મારા જ લોહી પીવા આવી …
C. મને જ છેતરી … !
D. મારી બિલ્લી મને જ મ્યાઉં …!
ઉત્તર : A. રાંડ નાક લઈ ગઈ …
5. છોકરાંની તાનમાં તાન પુરાવતાં કાશીમાએ શું કહ્યું?
A. તમારી ચપટી ને મારી પણ ચપટી
B. તમારો એક કોળિયો તો આપણા બે કોળિયા.
C. તમારી મુઠ્ઠી તો મારો બાચકો
D. લોકોનાં ઘરની કાંકરી તો કાશીમાનો ગોળનો કાંકરો
ઉત્તર : B. તમારો એક કોળિયો તો આપણા બે કોળિયા.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here