Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 2 અહેવાલલેખન
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 2 અહેવાલલેખન
અહેવાલલેખન એટલે બનેલી હકીકત કે ઘટનાને તાદશ રીતે ક્રમવાર જણાવવી. અહેવાલલેખનમાં વિગતોનું સાચું, સચોટ અને સંક્ષિપ્ત નિરૂપણ હોય છે.
અહેવાલલેખનમાં શૈક્ષણિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન, વિદાય-સમારંભો, સામાજિક કે ધાર્મિક સભાઓ, ઉત્સવો, ધરતીકંપ – – – વંટોળિયો – નદીમાં આવતાં પૂર જેવી કુદરતી વિપત્તિઓ, રેલવેવિમાની અકસ્માતો તેમજ હડતાલો, રમખાણો જેવા મહત્ત્વના બનાવોનો સમાવેશ થાય છે.
અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
- અહેવાલ લખવા માટે આપેલા વિષયને બરાબર સમજી લેવો. પછી અહેવાલલેખનની કાચી રૂપરેખા તૈયાર કરવી. ઘટનાક્રમ તથા અન્ય વિગતોને ધ્યાનમાં લઈ પાકો અહેવાલ લખવો.
- અહેવાલલેખનમાં મહત્ત્વની બાબતોનો જ સમાવેશ કરવો. ગૌણ બાબતોનો ઉલ્લેખ એકસૂત્રતા જાળવવા પૂરતો જ કરવો.
- અહેવાલલેખનમાં તારીખ, સમય, સ્થળ અને વ્યક્તિવિશેષનો ઉલ્લેખ કરવો.
- અહેવાલલેખનમાં ઘટનાના વિષય પ્રમાણે ફકરા પાડવા. ફકરાઓ એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ.
- અહેવાલલેખનની ભાષા શુદ્ધ, સરળ અને રસાળ હોવી જોઈએ.
- અહેવાલલેખનની ઘટનાને અનુરૂપ સચોટ અને ભાવવાહી શીર્ષક આપવું.
નીચે આપેલા વિષયો પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો :
(1) તમારી શાળાનો વિધાર્થી। શાળાની વિદ્યાર્થિની ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યો / આવી છે. એના માનમાં શાળામાં યોજાયેલા સન્માન-સમારંભનો અહેવાલ લખો.
ઉત્તર :
સન્માન-સમારંભ
આજનો દિવસ તા. 10 – 07 – 2019 ગાંધી આદર્શ શાળા, રાજકોટ માટે ગૌરવનો હતો. શાળાની વિદ્યાર્થિની પાયલ દેસાઈ ગુજરાત બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી. તે માટે શાળાએ સન્માન-સમારંભ રાખ્યો હતો. સૌ વિદ્યાર્થીઓએ સાથે મળીને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાને ફૂલોથી શણગારી હતી. સન્માનસમારંભના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શાળાની વિદ્યાર્થિનીઓએ સરસ્વતીવંદનાનું ગાન કર્યું. ત્યારપછી આચાર્યે શિક્ષણમંત્રીનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કર્યું. શાળાનો પરિચય આપતાં આચાર્યે પાયલ દેસાઈની સિદ્ધિને બિરદાવી. શિક્ષણમંત્રીના હસ્તે પાયલ દેસાઈને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને સ્કૉલરશિપનો ચેક પણ આપ્યો.
શાળાના અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એ હેતુથી પાયલે, પરીક્ષા માટે તેણે કેવી કેવી તૈયારીઓ કરી હતી, તેમાં આચાર્ય તથા શિક્ષકોનું માર્ગદર્શન કેવું હતું, તેને ઘરના વડીલોના સાથ-સહકાર કેવા મળ્યા તેનો ખ્યાલ આપ્યો. પાયલે પોતાની આ સિદ્ધિનો યશ તેનાં માતાપિતા, શાળાના આચાર્ય, શિક્ષકો તથા મિત્રોને આપ્યો.
અંતમાં પાયલના વર્ગશિક્ષકે સૌનો આભાર માન્યો અને સ્વાદિષ્ટ ભોજન પછી આ સન્માન-સમારંભ સમાપ્ત થયો.
(2) તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમનો આંખે દેખ્યો અહેવાલ લખો.
ઉત્તર :
વૃક્ષારોપણદિનની ઉજવણી
સરદાર પટેલ હાઈસ્કૂલ, આણંદમાં દર વર્ષે વૃક્ષારોપણદિન ઊજવવામાં આવે છે. આ શાળાના પટાંગણમાં આજે સો જેટલાં વૃક્ષો ઊભાં છે.
આ વર્ષે તા. 17-7-2019ના રોજ આ શાળામાં વૃક્ષારોપણદિન ઊજવાયો હતો. સવારે આઠ વાગે બાળકો આવીને શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયાં હતાં. મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી પધાર્યા હતા. આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો. તેમણે પોતાના વરસે આંબાનો એક છોડ રોપી વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ ર્યો. તેની આસપાસ માટી અને ખાતર પુરવામાં આવ્યાં. તેને પાણી પાવામાં આવ્યું. અમે તાળીઓના ગડગડાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો. પછી અમે અમારી શાળામાં વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદાં જુદાં વૃક્ષોના છોડ રોપ્યા. દરેક છોડની આસપાસ નાની વાડ કરવામાં આવી. દરેક વર્ગે બે-બે વૃક્ષોને સાચવવાની અને છેરવાની જવાબદારી સ્વીકારી હતી.
ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થનાખંડમાં સભા થઈ. તેમાં મુખ્ય મહેમાને વૃક્ષોનું મહત્ત્વ સમજાવતાં હ્યું કે, “વૃક્ષો આપણું જીવન છે. વૃક્ષો ધરતીની શોભા છે. વરસાદ લાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો મોટો ફાળો હોય છે.” શાળાના વિદ્યાર્થી-પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાની અમને પ્રતિજ્ઞા લેવડાવી. શાળાના આચાર્યશ્રીએ આભારવિધિ કરી. પછી નાસ્તો કરીને સૌ વિદાય થયાં.
(3) તમારી શાળાના વિદ્યાર્થીઓએ શરૂ કરેલ વહેમ સામેની ઝુંબેશનો અહેવાલ લખો.
ઉત્તર :
વહેમ સામે ઝુંબેશ
આ વર્ષે તા. 22 – 08 – 2019ના રોજ આર્યા શાળાના વિદ્યાર્થીઓએ વહેમ સામે ઝુંબેશ શરૂ કરવાનો એક નવો પ્રક્ષ હાથ ધર્યો હતો. શાળા શિક્ષકોના અને આચાર્યના માર્ગદર્શન પ્રમાણે વિદ્યાર્થીઓએ ઝુંબેશ માટે વ્યવસ્થિત આયોજન કર્યું. આ ઝુંબેશનો મુળ હેતુ વિદ્યાર્થીઓમાંથી વહેમ દૂર કરવાનો હતો. હેવાય છે કે વહેમનું કોઈ ઓસડ નથી, પણ અમે વહેમનું ઓસડ શોધી કાઢ્યું.
સૌપ્રથમ એક જાદુગર મિત્રને વિશ્વાસમાં લઈ એનો કાર્યક્રમ શાળામાં ગોઠ્યો. એમાં તેણે જાદુના કેટલાક પ્રયોગો કરી બતાવ્યા જે વહેમ સાથે જોડાયેલા હતા. જેમ કે, નાળિયેરમાંથી કંકુ કાઢવું, સો રૂપિયાની નોટમાંથી હજાર રૂપિયા બનાવવા જેવા અનેક જાદુ પોતે કેવી હાથચાલાકીથી કરે છે એનું રહસ્ય એ જાદુગરે પ્રગટ કર્યું ત્યારે સૌ તાજ્જુબ થઈ ગયા.
આ ઝુંબેશના ભાગરૂપે વિદ્યાર્થીઓને કેટલીક વૈચારિક સમજ આપવા એક પરિસંવાદ યોજ્યો. એમાં કેટલાક વિદ્યાર્થીઓએ અને આમંત્રિત મહાનુભાવોએ પોતાના અનુભવો રજુ કર્યાં. લોકોમાં એવો વહેમ છે કે સારું કામ કરવા જઈએ ત્યારે સામે વિધવા સ્ત્રી ન મળવી જોઈએ. એક વિદ્યાર્થીએ નક્કી ક્યું કે દરેક પરીક્ષા આપવા જઈશ ત્યારે વિધવા સ્ત્રીને પગે લાગીને અને એના ાથે દર્દીના શુક્ત કરીને જ નીક્વીશ. એનો પરીક્ષામાં પ્રથમ ક્રમાંક આવ્યો એમ ીને એણે પુરુષાર્થ અને મહેનતથી જ સારું પરિણામ આવી શકે એ વાત પર ભાર મૂક્યો. કોઈએ જન્મકુંડળી, શનિ-રાહુ વિશે પોતાના અનુભવો ક્થા. કોઈએ શુક્ન-અપશુક્ત, ોળાષ્ટક, કમુરતાં જેવા વહેમ વિશે તો કોઈએ તાંત્રિક-માંત્રિક વિદ્યાના અનિષ્ટ વિશે પોતાના અનુભવો ક્થા. આ પરિસંવાદની ધારી અસર થઈ. કાર્યક્રમના અંતે સૌ વિદ્યાર્થીઓએ આ ઝુંબેશને શાળાની બહાર સમાજમાં પણ જોરશોરથી ચલાવવાનું નક્કી કર્યું.
(4) બૅન્ક કર્મચારીની પ્રામાણિક્તાનો તમને થયેલા અનુભવનો અહેવાલ લખો.
ઉત્તર :
બૅન્ક કર્મચારીની પ્રામાણિક્તા
શનિવારે શાળા દસ વાગ્યે છૂટી. તે જ દિવસે મારે વડોદરા જવાનું હતું. મને પૈસાની જરૂર હતી એટલે હું સીધી બૅન્કમાં પહોંચી. મેં બૅન્કમાંથી પૈસા ઉપાડવા ચેક આપ્યો અને ટોક્ત લઈ હું મારો નંબર આવે એની રાહ જોતી બેઠી હતી. મારો નંબર આવવામાં ખૂબ મોડું થયું અને મને ઘેર જવાની ઉતાવળ હતી. નંબર બોલાતાં જ મેં કૅશિયરને ટોક્સ આપ્યો અને એણે મને ₹ 10,000 ગણીને આપ્યા. ઘેર જઈને મેં મારો સામાન બાંધ્યો અને એ રકમ પર્સમાં મૂકવા હાથમાં લીધી તો ₹ 1,000 ઓછા નીક્ળ્યા. મને ફાળ પડી. આમ કેમ થયું?
લગભગ એક વાગ્યો હતો. 2.30 વાગ્યાની ટ્રેન હતી. સમય ઓછો હતો, પણ બૅન્કમાં જઈ તપાસ કરવી જરૂરી હતી. હું તરત બૅન્કમાં ગઈ. મેં કૅશિયરને ₹ 1,000 ઓછા મળ્યા છે એ વાત ડરતાં ડરતાં જણાવી. કૅશિયરે મને કહ્યું, “બહેન, મેં ગણ્યા ત્યારે બરાબર હતા પણ તમને આપવા ગયો ત્યારે અચાનક ફોન આવતાં હું ઊભો થયો અને કેટલીક નોટો નીચે સરી પડી હશે. તમે કાઉન્ટર પર મૂકેલી નોટો ગણ્યા વગર પર્સમાં મૂકી દીધી હશે. લન્ચ કરીને હું મારું લન્ચબૉક્સ નીચે મૂકવા ગયો ત્યારે મારા પગ નીચે કેટલીક નોટો આવી. મેં ઉપાડીને ગણી તો એ ₹ 1,000 હતા. લો, આ તમારી નોટો.”
બૅન્કના કર્મચારીની પ્રામાણિકતા જોઈને હું ગદ્ગદ થઈ ગઈ.
(5) વડોદરા પાસેના રેલવેક્રૉસિંગ પાસે થયેલા ગંભીર અકસ્માતનો આંખે દેખ્યો અહેવાલ લખો.
ઉત્તર :
ખુલ્લા રેલવેક્રૉસિંગનું જોખમ
એક દિવસ વડોદરા પાસેના રેલવેક્રૉસિંગ પાસે ગંભીર અકસ્માત થયો. રેલવેક્રૉન્સિંગ ખુલ્લું હોવાથી ત્યાંથી પસાર થતી એક લક્ઝરી બસ અમદાવાદથી આવતા ગુજરાત મૅલ સાથે જોરથી અથડાઈ. ભૂકંપ થયો હોય એવો જોરથી ધડાકો થયો. રાતના 12.30 વાગ્યે આ ગંભીર અકસ્માત થયો. રાતનો સમય હોવા છતાં આસપાસથી સૌ દોડી આવ્યા. આ અકસ્માતમાં ચાર સ્ત્રીઓ અને આઠ પુરુષો એમ કુલ બાર જણાં ત્યાં જ મૃત્યુ પામ્યાં. તેમાં પાંચ-દસ બાળકોને તથા 40 જેટલા માણસોને ગંભીર ઈજા થઈ. તેમને સૌને વડોદરાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.
અકસ્માતનું કારણ તત્કાળ જાણી શકાયું નહિ. કોઈ કહે સિગ્નલ ફેઇલ ગયું તો કોઈ કહે રેલવેક્રૉલિંગ ખુલ્લું રહી ગયું એટલે આ અકસ્માત થયો.
રેલવેક્રૉસિંગ પાસે અવારનવાર આવા અકસ્માતો થતા જ રહે છે. રેલવેક્રૉસિંગનાં જોખમોને અટકાવવા જ્યાં સુધી કોઈ વ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં નહિ આવે ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે. રેલવેતંત્રે જાગવાની જરૂર છે.
બીજે દિવસે છાપામાં અકસ્માતના ફોટા સાથે અહેવાલ આવ્યો અને રેલવેક્રૉસિંગનાં જોખમો અંગેના મતમતાંતરો પણ છપાયા.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here