Gujarat Board | Class 9Th | Science | Biology | Model Question Paper & Solution | Chapter – 14 Natural Resources (નૈસર્ગિક સ્રોતો)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Science | Biology | Model Question Paper & Solution | Chapter – 14 Natural Resources (નૈસર્ગિક સ્રોતો)

પ્રક૨ણસાર

  1. નૈસર્ગિક સ્રોતો (Natural Resources) : નૈસર્ગિક સ્રોત એટલે ભૂમિ, પાણી અને હવા તથા સૂર્યઊર્જા; જેના ૫૨ પૃથ્વી પરનું જીવન આધારિત છે.
  2. પૃથ્વી પરના સ્રોતો (Resources on Earth) :
  3. હવા (Air) : હવા નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, પાણીની બાષ્પ વગેરેનું મિશ્રણ છે.
    • સજીવોમાં શ્વસન માટે અને લીલી વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે અનુક્રમે O2 અને CO2 અગત્યના વાયુ છે.
    • હવા ઉષ્માનું વહન કરે છે. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને નિયત રાખવામાં મહત્ત્વનું છે.
  4. પવન (Wind) અને વરસાદ (Rain) :
    • પવન અને વરસાદ તાપમાન વડે પ્રેરાતી અસરો છે.
    • ગતિમાન હવાને પવન કહે છે. સૂર્યકિરણોની ઉષ્માથી ગરમ થતી હવા ઊંચે ચડતાં ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે. પરિણામે વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ હવાની ગતિથી પવનનું સર્જન થાય છે.
    • પાણી કરતાં જમીન વધુ ઝડપથી ગરમ થાય છે અને વધુ ઝડપથી ઠંડી પડે છે. આથી દિવસે પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે, જ્યારે રાત્રે પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.
    • સૂર્ય-ઉષ્માને કારણે મહાસાગરોના તેમજ જમીનની સપાટી પરના પાણીનું બાષ્પીભવન અને વનસ્પતિમાંથી બાષ્પોત્સર્જન થાય છે. ગરમ હવા સાથે પાણીની બાષ્પ ઊંચે જઈ વિસ્તરણ પામી ઠંડી પડતાં વરસાદ પડે છે.
  5. હવાનું પ્રદૂષણ (Air Pollution) : હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે.
    • નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ, હાઇડ્રોકાર્બન વગેરે હવાના પ્રદૂષકો છે. તેનાથી ઍસિડવર્ષા થાય છે.
  6. પાણી (Water) :
    • સજીવોના શરીરમાં કે કોષોમાં થતી બધી ક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના અસ્તિત્વ માટે પાણીની સરળ પ્રાપ્યતાના સ્રોતની જરૂર છે.
  7. પાણીનું પ્રદૂષણ (Water Pollution) : ગટરોનાં ગંદા પાણી, ઉદ્યોગોના કચરા, કૃષિમાં વપરાતાં ખાતરો અને કીટનાશકો વગેરે પાણીમાં ઉમેરાતાં પાણી પ્રદૂષિત થાય છે.
  8. ભૂમિ (Soil) : ભૂમિ એક મિશ્રણ છે. તેમાં રેતી, માટી, કાંપના કણો, હ્યુમસ, સજીવો વગેરે હોય છે.
    • ભૂમિ-નિર્માણમાં સૂર્ય, પાણી, પવન અને સજીવો અગત્યની ભૂમિકા ભજવે છે.
    • કૃષિ-ઉત્પાદન અને સજીવોના વસવાટ માટે ભૂમિ અગત્ય ધરાવે છે.
  9. ભૂમિ-પ્રદૂષણ (Soil Pollution) : ભૂમિ પરથી ઉપયોગી ઘટકો દૂર થવાથી તેમજ હાનિકારક ઘટકો ઉમેરવાથી તેના પર આવેલી જૈવવિવિધતા નષ્ટ થાય છે. તેને ભૂમિ-પ્રદૂષણ કહે છે.
    • ભૂમિ પરના વનસ્પતિ આવરણ એ ધોવાણની ક્રિયા અટકાવવામાં અને ભૂમિના અંદરના સ્તરોમાં પાણી પસાર થવામાં મહત્ત્વના છે.
  10. જૈવ-ભૂ-રાસાયણિક ચક્ર (Biogeochemical Cycle):
    • સજીવોના જીવનનિર્વાહ માટે જરૂરી ઊર્જા (વનસ્પતિઓ સૂર્યપ્રકાશ દ્વારા અને પ્રાણીઓ ખોરાકરૂપે) તેમજ જરૂરી પોષક દ્રવ્યો પર્યાવરણમાંથી મેળવે છે.
    • પોષક દ્રવ્યોના પર્યાવરણમાંથી સજીવોમાં અને ત્યાંથી પુનઃ પર્યાવરણમાં થતા ચક્રીય વહનને જૈવ-ભૂ-રાસાયણિક ચક્ર કહે છે.
    • જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં નિવસનતંત્રના જૈવઘટકો (વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો) ભાગ લે છે.
    • જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં જલચક્ર, નાઇટ્રોજનચક્ર, કાર્બનચક્ર અને ઑક્સિજનચક્રનો સમાવેશ થાય છે.
  11. ગ્રીનહાઉસ અસર (Greenhouse Effect) : વાતાવરણમાં કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીના વાતાવરણમાંથી બહાર જતા રોકે છે. આ કારણસર પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણનું તાપમાન ઉષ્ણ રહે છે. આ અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.
    • ગ્રીનહાઉસ અસર પ્રેરતા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે.
    • CO2 મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે. આ ઉપરાંત વાતાવરણમાં મિથેન (CH4), નાઇટ્સ ઑક્સાઇડ (N2O), હાઇડ્રોફ્લુરોકાર્બન (HFC) અને ક્લોરોફ્લુરોકાર્બન (CFC) અન્ય ગ્રીનહાઉસ વાયુઓનો સમાવેશ થાય છે.
  12. ઓઝોનસ્તર (Ozone Layer) : પૃથ્વીના વાતાવરણના ઉપરના ભાગમાં આવેલું ઓઝોનસ્તર સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો(UV કિરણો)ને શોષી પૃથ્વી પર પહોંચતાં રોકે છે અને સજીવોને નુકસાન થતું અટકાવે છે.
    • ઍન્ટાર્કટિકા ઉપરના ઓઝોનસ્તરમાં છિદ્રો મળી આવ્યાં છે.
    • રેફ્રિજરેટર તેમજ ઍરકન્ડિશનરમાં ઉપયોગ લેવાતું CFC (ક્લોરોફ્લુરોકાર્બન) ઓઝોનસ્તરના વિઘટનની સમસ્યા સર્જે છે.
    • ઓઝોનસ્તરમાં ઘટાડાથી સજીવો પર હાનિકારક અસરો થાય છે.

પ્રશ્નોત્તર

પ્રસ્તાવના

પ્રશ્ન 1. પૃથ્વી ગ્રહ પર શા માટે જીવન આવેલું છે? [2 ગુણ]
ઉત્તર : જીવન માટે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને આહાર(ખોરાક)ની જરૂરિયાત હોય છે. પૃથ્વી ૫૨ સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઊર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે. પૃથ્વી પરનું જીવન આ બધાં પરિબળો પર આધારિત છે અને આ પરિબળો સરળતાથી ઉપલબ્ધ છે. આથી પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે.
પૃથ્વી પર આ સ્રોતો ક્યા છે?
પ્રશ્ન 2. પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોનાં નામ આપી, તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. [2 ગુણ]
ઉત્તર : પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકો ઃ હવા (વાયુ), જળ (પાણી) અને ભૂમિ
અજૈવ ઘટકો વડે રચાતા આવરણ : (1) વાતાવરણ (વાયુઆવરણ) સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે.
(2) જલાવરણ : પૃથ્વીનો 75 % ભાગ પાણીનો બનેલો છે. તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. આ સમગ્રને જલાવરણ કહે છે.
(3) મૃદાવરણ : પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે. તેને મૃદાવરણ કહે છે.
પ્રશ્ન 3. જીવાવરણ કોને કહે છે? જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવ ઘટકો જણાવો. [2 ગુણ]
ઉત્તર : જીવાવરણ : જીવનને આશ્રય / આધાર આપતા પૃથ્વીનાં ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજાંમાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે, તેને જીવાવરણ કહે છે.
જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે, જ્યાં આ ત્રણેય આવરણો આવેલાં હોય છે.
જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો (વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો) અને અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે.

14.1 જીવનનો શ્વાસ : હવા

પ્રશ્ન 4. શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી? [2 ગુણ]
ઉત્તર : પૃથ્વી પર જીવન છે, કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ – વાતાવરણ આવેલું છે. હવામાં સજીવ જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડ આવેલા છે. જેમાં 21 % ઑક્સિજન અને 0.03 % કાર્બન ડાયૉક્સાઇડ છે. પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે.
શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયૉક્સાઇડ 95 થી 97 % છે. સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઑક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી.
પ્રશ્ન 5. CO2 મુક્ત કરતી બે ક્રિયાઓ જણાવી, વાતાવરણમાં CO2 ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેનાં બે મુખ્ય કારણો જણાવો. [3 ગુણ]
અથવા
CO2 ત્યાગ કરતી અને CO2 નો ઉપયોગ કરતી બે-બે ક્રિયાઓ જણાવો.
ઉત્તર : CO2 મુક્ત કરતી ક્રિયાઓ : (1) સુકોષકેન્દ્રી (યુકેરિયોટિક) કોષો અને ઘણા આદિકોષકેન્દ્રી (પ્રોકેરિયોટિક) કોષોની ક્રિયાશીલતા માટે ઊર્જા મેળવવા ગ્લુકોઝનું O2 ની હાજરીમાં મંદદહન કરાય છે, તેને કોષીય શ્વસન કહે છે. આ ક્રિયામાં CO2 મુક્ત થાય છે.
C6H12O6 + 6O2 + 6H2O → 6CO2 + 12H2O + ઊર્જા
(2) દહન (Combution) પ્રક્રિયામાં O2 વપરાય છે અને CO2 મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ (બળતણ) સળગાવી ઊર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે.
વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં CO2 હોવાનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે :
CO2 નો ઉપયોગ કરતી ક્રિયાઓ : (1) પ્રકાશસંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયૉક્સાઇડનું સ્થાપન કરી ગ્લુકોઝ નિર્માણ કરે છે.
(2) ઘણાં દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય CO2 નો ઉપયોગ થાય છે.

14.1.1 આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા

પ્રશ્ન 6. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો. [8 ગુણ]
ઉત્તર : આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો :
(1) વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે.
(2) વાતાવ૨ણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી.
દા. ત., ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે આવેલાં છે, છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તાપમાન – 190°C થી 110°C રહે છે.
આમ, વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે.

14.1.2 હવાની ગતિ : પવનો

પ્રશ્ન 7. વિસ્તૃત રીતે સમજાવો ઃ હવાની ગતિ [4 ગુણ]
અથવા
પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવી, દિવસ અને રાત્રિ દરમિયાન તેની દિશા જણાવો.
અથવા
વિસ્તૃત નોંધ લખો : જમીન અને દરિયાઈ પવનો
અથવા
વિગતવાર ઉત્તર આપો : પવન કેવી રીતે બને છે? [2 ગુણ]
ઉત્તર : ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે.
પવન(લહેરો)નું સર્જનઃ જ્યારે સૂર્યનાં કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તેમાંનાં અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે. બાકીનાં મોટા ભાગનાં કિરણોનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન થાય છે. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે. પરિણામે હવામાં પવન(લહેરો)નું નિર્માણ થાય છે.
જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી થાય છે.
[નોંધઃ પવન કેવી રીતે બને છે? આ પ્રશ્નનો ઉત્તર અહીં સુધી લખવો.
દરિયાઈ પવન (લહેરો) : દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. આ ગરમ હવા ઉપરની તરફ ઊઠે છે. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે. દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવન(લહેરો)ની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે.
જમીનના પવન (લહેરો) । રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે, પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી શીતળ થાય છે. આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે. આ કારણે રાત્રિ દરમિયાન જમીનના પવન(લહેરો)ની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે.
નોંધ : આ આકૃતિ માત્ર સમજૂતી માટે છે,
આમ, હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે અને પવન તરીકે વચ્ચે અનુભવાય છે. જ્યાં બે જગ્યાઓ દબાણમાં તફાવત હોય ત્યાં હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે.
[નોંધઃ દરિયાઈ અને જમીનના પવનો(લહેરો)ની સમજૂતીમાં માત્ર બંને પવનો(લહેરો)ની સમજૂતી લખવી.]
પ્રશ્ન 8. તટીય ક્ષેત્રોના વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણનાં ક્ષેત્રો શા માટે સર્જાય છે? [1 ગુણ]
ઉત્તર : તટીય ક્ષેત્રોમાં દિવસે જમીન ઝડપથી ગરમ થતાં ત્યાં રહેલી હવા ગરમ થઈ ઉ૫૨ તરફ જતાં નીચા દબાણના ક્ષેત્ર અને રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી પડતાં ઊંચા દબાણના ક્ષેત્ર સર્જાય છે.
પ્રશ્ન 9. તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? [1 ગુણ]
ઉત્તર : તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા જમીન તરફથી દરિયા તરફની હોય છે.

14.1.3 વરસાદ

પ્રશ્ન 10. વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે? [2 ગુણ]
અથવા
ટૂંક નોંધ લખો : વરસાદ
ઉત્તર : પૃથ્વી પરના જળસ્રોતમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે ત્યારે ખૂબ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે. આ બાષ્પ હવામાં વહે છે. પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે વાતાવરણમાં જાય છે.
સૂર્ય-ઉષ્માથી હવા પણ ગરમ થાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે.
જેમ જેમ હવા ઉપર તરફ ઊઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતાં તે ઠંડી પડે છે. ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ નાનાં બિંદુઓમાં ફેરવાય છે. હવામાં તરતા ધૂળના રજકણો અને અન્ય દ્રવ્યો પાણીનાં નાનાં બિંદુઓને તેમની ફરતે એકત્રિત કરે છે. મોટા પ્રમાણમાં પાણીના નાનાં બિંદુઓ એકત્રિત થતાં વાદળો બંધાય છે. પાણીનાં નાનાં બિંદુઓની સંઘનનની પ્રક્રિયાથી પાણીનાં બિંદુઓ કદમાં વધે છે. પાણીનાં બિંદુઓનું વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે,
ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે હીમવર્ષા કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે.

14.1.4 હવાનું પ્રદૂષણ

પ્રશ્ન 11. હવાનું પ્રદૂષણ એટલે શું! હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. તેની હાનિકારક અસરો જણાવો. [3 ગુણ્ણ]
અથવા
હવાની ગુણવત્તા કેવી રીતે ઘટે છે અને આ ગુણવત્તામાં ઘટાડો કઈ અસરો કરે છે તે જણાવો.
ઉત્તર : હવાનું પ્રદૂષણ : હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે.
હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મી ભગતણના દહનથી થાય છે. અશ્મી બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ ઉત્પન્ન થઈ હવામાં ભળે છે. અશ્મી બળતણના દાન દ્વારા સળગ્યા વગરના કાર્બન ક્લુ કે પદાર્થ (હાઇડ્રોકાર્બન) નિલંબિત ક્યો સ્વરૂપે હવામાં ઉમેરાય છે. આ પ્રદૂષકો હવામાં ઉમેરાતાં હવાની ગુણવત્તા ઘટે છે.
હવાના પ્રદૂષણની હાનિકારક અસરો : (1) હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કૅન્સર, હ્રદયરોગ, ઍલર્જી જેવા રોગો થવાની સંભાવના વધે છે.
(2) હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને ઍસિડવર્ષા કરે છે. તેનાથી ત્વચા પર, ભૂમિ અને પાણીમાં વસતા સજીવો પર હાનિકારક અસર થાય છે.
(3) હાઇડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળામાં નિલંબિત ક્શો સાથે પાણી સંઘનિત થઈ ધુમ્મસ બનાવે છે, જે વાહન અકસ્માત વધારે છે.

Intext પ્રશ્નોત્તર

પ્રશ્ન 12. શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણથી આપણું વાતાવરણ કેવી રીતે ભિન્ન છે? [2 ગુણ]
ઉત્તર : શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં 95 – 97 % સુધી કાર્બન ડાયૉક્સાઇડ છે. જ્યારે પૃથ્વીના વાતાવરણમાં 0.03 % કાર્બન ડાયૉક્સાઇડ છે. પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, પાણીની બાષ્પ વગેરે હાજર છે. જ્યારે શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન ગેરહાજર છે.
પ્રશ્ન 13. વાતાવરણ એક કામળા કે ચાદરની જેમ કેવી રીતે કાર્ય કરે છે? [1 ગુણ]
ઉત્તર : વાતાવરણની હવા ઉષ્માની મંદ વાહક હોવાથી પૃથ્વીના તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષ દરમિયાન લગભગ નિયત રાખે છે. આ ઉપરાંત ઓઝોનસ્તરને કારણે વાતાવરણ એક કામળા કે ચાદરની જેમ કાર્ય કરે છે.
પ્રશ્ન 14. હવાની ગતિ(પવન)નું શું કારણ છે? [1 ગુણ]
ઉત્તર : પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણની હવા અસમાન રીતે ઉષ્ણ (ગરમ) થતાં અસમાન દબાણનાં ક્ષેત્રો સર્જાય છે. આવા વધુ દબાણવાળા ક્ષેત્ર અને ઓછા દબાણવાળા ક્ષેત્ર હવાની ગતિ(પવન)નું કારણ છે.
પ્રશ્ન 15. વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે? [2 ગુણ]
ઉત્તર : દિવસના સમયે તળાવ, સરોવર, નદી, દરિયાના પાણીનું બાષ્પીભવન થતાં પાણીની બાષ્પ બને છે. પાણીની બાષ્ય ગરમ હવા સાથે વાતાવરણમાં ઊંચે જાય છે. ચોક્કસ ઊંચાઈએ હવા ઠંડી પડતાં, પાણીની બાષ્ય સંઘનન પામી પાણીનાં નાનાં ટીપાંમાં ફેરવાય છે. આ રીતે વાદળોનું નિર્માણ થાય છે.
પ્રશ્ન 16. મનુષ્યની ત્રણ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરો કે જે હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે. [1 ગુણ]
ઉત્તર : હવાના પ્રદૂષણ તરફ દોરી જતી મનુષ્યની ત્રણ પ્રવૃત્તિઓ : (1) વાહનોના ધુમાડા, (2) ઉદ્યોગોમાંથી મુક્ત થતા ધુમાડા અને (3) કોલસો, પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મી બળતણનું દહન.

14.2 પાણી : એક અદ્ભુત પ્રવાહી

પ્રશ્ન 17. પૃથ્વી પર પાણીનું વિતરણ સમજાવો. [2 ગુણ]
ઉત્તર : પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પાણી ધરાવે છે. પાણી સપાટી ઉપરાંત ભૂમિમાં અને કેટલાક પ્રમાણમાં પાણીની બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં હોય છે.
પ્રશ્ન 18. પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત શું હોય છે? [2 ગુણ]
અથવા
પ્રાણીઓમાં પાણીનું મહત્ત્વ જણાવો.
ઉત્તર : પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત / મહત્ત્વ : (1) પ્રાણીઓમાં બધી કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે. (2) આપણા શરીરમાં કે કોષોમાં થતી બધી પ્રક્રિયાઓ માટે જરૂરી પદાર્થો પાણીમાં દ્રાવ્ય (ઓગળેલા) હોય છે. (3) શરીરના એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન (વહન) દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે. (4) સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવવા માટે મીઠા (શુદ્ધ) પાણીની જરૂર રહેલી છે, કારણ કે ખારા પાણીમાં રહેલા ક્ષારનું વધારે પ્રમાણ તેમના શરીર સહન કરી શકતા નથી.
પ્રશ્ન 19. પાણીની પ્રાપ્યતાનું શું મહત્ત્વ છે તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : પાણીની પ્રાપ્યતાનું મહત્ત્વ : (1) પાણીની પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ બનાવે છે. (2) તે માત્ર સજીવસંખ્યાનું નિર્ધારણ કરતા નથી, પરંતુ જે-તે વિસ્તારની જૈવવિવિધતાનું પણ નિર્ધારણ કરે છે. (3) પાણીની પ્રાપ્યતા જે-તે વિસ્તારમાં જીવન માટેનું આવશ્યક પરિબળ છે. (4) જે-તે સ્થળે જીવનની સંભાવના નક્કી કરતો મહત્ત્વપૂર્ણ સ્રોત પાણી છે.

14.2.1 જળ-પ્રદૂષણ

પ્રશ્ન 20. જળ-પ્રદૂષણ એટલે શું? જળ-પ્રદૂષણ કેવી રીતે થાય છે તે જણાવો. [3 ગુણ]
ઉત્તર : પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં તે ઉપયોગ માટે નકામું બને તેને જળ-પ્રદૂષણ કહે છે.
જળ-પ્રદૂષણ મુખ્યત્વે માનવ-પ્રવૃત્તિઓ વડે થાય છે, જે નીચે મુજબ છે :
(1) ખેતરોમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને કીટકનાશકોનો કેટલોક ભાગ પાણીમાં જતાં પાણી પ્રદૂષિત થાય છે.
(2) શહેર કે નગરના ગટર / નાળાના ગંદા પાણી નદી, જળાશયોમાં ઠલવાતાં ડિટરજન્ટ, સુએઝ કચરો, રોગકારકો (બૅક્ટેરિયા, વાઇરસ, પ્રજીવ વગેરે) પાણીમાં ભળી પાણી પ્રદૂષિત કરે છે.
(3) ઉદ્યોગોમાં સર્જાતો કચરો જળસ્રોતમાં ઠલવાતાં રાસાયણિક ઝેરી દ્રવ્યો પાણીમાં ભળી પાણી પ્રદૂષિત કરે છે.
(4) કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો પાવર પ્લાન્ટ, થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે અને અંતે ગંદા ગરમ પાણીને જળાશયમાં પાછું વહેવડાવવામાં આવે છે. આ ગરમ પાણી ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે.
જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર અસર થાય છે.
પ્રશ્ન 21. જળ-પ્રદૂષણની અસરો સમજાવો. [3 અથવા 4 ગુણ]
ઉત્તર : જળ-પ્રદૂષણની અસરો નીચે મુજબ છે :
(1) જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશક કે ખાતરો ભળવાથી અથવા કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલા પારા(મરક્યુરી)ના ક્ષાર જેવા ઝેરી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી ભળવાથી કૉલેરા કે ટાઇફૉઇડ જેવા રોગ ફેલાવનારા બૅક્ટેરિયા પાણીમાં ઉત્પન્ન થાય છે. આવું પ્રદૂષિત પાણી પીવા માટે કે અન્ય ઉપયોગમાં લેવાતા સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો સર્જાય છે.
(2) જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઑક્સિજનનો ઉપયોગ કરે છે. જળાશયોમાં જૈવવિધટનીય પ્રદૂષકો ઉમેરાતાં તેના વિઘટન (ઑક્સિડેશન) માટે દ્રાવ્ય ઑક્સિજન વપરાય છે. દ્રાવ્ય ઑક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે. જળાશયોમાંથી બીજાં પોષક દ્રવ્યોનો પણ ઘટાડો થઈ શકે છે.
(3) જળાશયોમાં રહેતા જળચર સજીવો ત્યાંના એક વિશિષ્ટ તાપમાનને અનુકૂલિત હોય છે. પાણીના ઉષ્મીય પ્રદૂષણને કારણે તાપમાનમાં અચાનક પરિવર્તન તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. તાપમાનના ફેરફારની અસર તેમની પ્રજનનક્રિયા પર પડે છે. વિવિધ પ્રકારના પ્રાણીનાં ઈંડાં અને ડિમ્ભ તાપમાનના ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય છે.

Intext પ્રશ્નોત્તર

પ્રશ્ન 22. સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે? [2 ગુણ]
ઉત્તર : સજીવોને નીચેની પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂરિયાત હોય છે :
(1) બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે.
(2) શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે.
(3) પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પાણી જરૂરી છે.
(4) વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે પાણી જરૂરી છે.
પ્રશ્ન 23. જે ગામ / શહેર / નગરમાં તમે રહો છો ત્યાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય મુખ્ય સ્રોત શું છે? [1 ગુણ]
ઉત્તર : અમારા શહેરમાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય સ્રોત સાબરમતી નદી ઉપરાંત શેઢી કૅનાલ અને નર્મદા કૅનાલ છે.
નોંધ : આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીએ પોતાના ગામ શહેર નગરનો શુદ્ધ પાણીનો પ્રાપ્ય સ્રોત લખવો.
પ્રશ્ન 24. શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ પાણીના સ્રોતને પ્રદૂષિત કરી રહી છે? [2 ગુણ]
ઉત્તર : હા, (1) સુએઝ કચરો,(2) ઉદ્યોગોનો કચરો, (૩) અંધશ્રદ્ધાને કારણે પૂજાની સામગ્રી નદીના પાણીમાં પધરાવવી તથા (4) મૂર્તિઓના વિસર્જન તેમજ અસ્થિવિસર્જન નદીના પાણીમાં કરવાથી પાણીના સ્રોત પ્રદૂષિત થાય છે.

14.3 ભૂમિમાં ખનીજની પ્રચૂરતા

પ્રશ્ન 25. ભૂમિ એટલે શું? તેનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : પૃથ્વીના સૌથી બહારના ઘન પડને ભૂમિ કહે છે. ભૂમિમાં રહેલાં ખનીજો સજીવોને જુદા જુદા પ્રકારનાં પોષક તત્ત્વો પૂરાં પાડે છે.
શરૂઆતમાં ખનીજ તત્ત્વો મોટા પથ્થરોરૂપે હોય છે. તેના પર આબોહવાનાં પરિબળો – સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસરો થતાં પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે. ભૂમિ-નિર્માણમાં લાઇકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. આમ, પિતૃખડકો પર અજૈવ અને જૈવ પરિબળોની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે.
પ્રશ્ન 26. ભૂમિ-નિર્માણ માટે જવાબદાર બાબતો (પરિબળો) સમજાવો. [4 ગુણ] 
અથવા
ભૂમિ-નિર્માણમાં અજૈવ અને જૈવ પરિબળોની ભૂમિકા સમજાવો.
ઉત્તર : ભૂમિ-નિર્માણ માટે જવાબદાર બાબતો (પરિબળો)
( 1 ) સૂર્ય : દિવસના સમયે સૂર્ય-ઉષ્મા પથ્થરને ગરમ કરે છે. ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડતાં તેમનું સંકોચન થાય છે. પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા નથી. આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તિત થાય છે.
( 2 ) પાણી : ભૂમિ-નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ છેઃ (1) પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે છે. (2) ઝડપથી વહેતું પાણી મજબૂત (કઠણ) પથ્થરોને તોડી નાખી શકે છે. તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે. આ કણો બીજા પથ્થરો સાથે ઘસાતા જઈ કદમાં નાના થતા જાય છે અને છેવટે ભૂમિકણોમાં ફેરવાય છે. આ રીતે ભૂમિ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે.
( 3 ) પવન : તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતાં નાના કણો નિર્માણ પામે છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.
( 4 ) લાઇકેન : લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઊગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્રાવ કરે છે. આ સ્રાવ પથ્થરોની સપાટીને તોડી પાઉડરમાં ફેરવે છે. આમ, ભૂમિનું પાતળું સ્તર બને છે. હવે આ સપાટી મૉસ (શેવાળ) જેવી બીજી નાની વનસ્પતિઓને ઊગવા માટે સક્ષમ હોય છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટાં વૃક્ષોનાં મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને વધારે પહોળી કરે છે.
આ રીતે સજીવો પણ ભૂમિ-નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.
પ્રશ્ન 27. સમજાવો : પથ્થરો પર આબોહવાનાં પરિબળો અને સજીવો વડે પ્રેરાતી લાંબા ગાળાની વિઘટક અસરોથી ભૂમિનું નિર્માણ થાય છે. [4 ગુણ]
ઉત્તર : જુઓ પ્રશ્ન 26નો ઉત્તર.
પ્રશ્ન 28. ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્ત્વ જણાવો. [3 ગુણ]
અથવા
સમજાવો : ભૂમિ એક મિશ્રણ
ઉત્તર : ભૂમિ એક મિશ્રણ છે. તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનીજ પોષક તત્ત્વો, હ્યુમસ, સૂક્ષ્મ જીવો, અળસિયાં વગેરે આવેલાં છે.
ભૂમિકણો(કાંપના કણો, માટીકણો, રેતીકણો)ના સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે.
ખનીજ પોષક તત્ત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ ભૂમિ કયા પથ્થરોમાંથી બનેલી છે, તેના પર આધાર રાખે છે. વનસ્પતિના વૃદ્ધિ-વિકાસ માટે ખનીજ પોષક તત્ત્વો અગત્યના છે.
ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ (સડતા કાર્બનિક પદાર્થો) કહે છે. ભૂમિમાં હ્યુમસના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવી, હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને છે. હ્યુમસ અને સૂક્ષ્મ જીવો ભૂમિકણો સાથે ઉપરિ-ભૂમિસ્તર(ભૂમિના ઉપરના સ્તર)માં હોય છે. ઉપરિ-ભૂમિસ્તરની ગુણવત્તા જે-તે વિસ્તારની જૈવવિવિધતા નક્કી કરે છે.
અળસિયાં ભૂમિને ઉપર-નીચે કરી ભૂમિનું કુદરતી ખેડાણ કરે છે, તેમજ ભૂમિનાં પોષક તત્ત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે.
પ્રશ્ન 29. ભૂમિ-પ્રદૂષણ શાનાથી થાય છે? તેનાથી ભૂમિ પર શું અસર થાય છે? [2 ગુણ]
ઉત્તર : આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ-પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત, ભૂમિ પરથી વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિ-પ્રદૂષણ થાય છે.
વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને ભૂમિની સંરચનાનો નાશ થાય છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાંનો પણ નાશ થઈ શકે છે.
જો ટકાઉ (નિભાવપાત્ર) કૃષિ ન કરવામાં આવે, તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર (બિનઉપજાઉ) ભૂમિમાં પરિવર્તન પામે છે. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી અને અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાને કારણે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. તેથી તેના પર આવેલી જૈવવિવિધતા નાશ પામે છે.
પ્રશ્ન 30. કેવી રીતે ભૂમિ-નિર્માણ કરવા માટેનાં કેટલાંક પરિબળો તેને નષ્ટ કરવા જવાબદાર બની શકે છે? [2 ગુણ]
ઉત્તર : એક સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયના અંતે નિર્માણ પામેલી હોય છે. પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાંક પરિબળો (દા. ત., પવન, પાણી) તેને કોઈ બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે.
ભૂમિ પર જ્યારે વનસ્પતિ આવરણો ન હોઈ ત્યારે તીવ્ર પવન કે પાણીના તીવ્ર પ્રવાહથી ભૂમિના કણો સ્થળાંતરિત થઈ શકે છે. આ રીતે ભૂમિના બધા કણો સ્થળાંતર થવાથી કઠા (મજબૂત) પથ્થર બહાર આવે છે અને ભૂમિ નષ્ટ થાય છે. કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે.
પ્રશ્ન 31, ભૂમિ પર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે? આ આવરણો દૂર થતાં શું થાય છે? [2 ગુણ]
ઉત્તર : ભૂમિ પર આવેલા વનસ્પતિ આવરણો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે, વનસ્પતિઓના મુળ જમીનના ક્ષરણ(ધોવાણ)ને અટકાવવામાં અગત્ય ધરાવે છે.
સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઇ રહ્યા હોવાથી વનસ્પતિ આવરણો દુર થાય છે, તેથી વિવિવધતાનો નાશ થાય છે, તેમજ ભૂમિનું ધોવાણ થાય છે, વનસ્પતિવૃદ્ધિ માટે મદદરૂપ ઉપરિ-ભૂમિસ્તર ધોવાણની ક્રિયાથી દૂર થતાં ભૂમિ બિનઉપજાઉ બનતી જાય છે. વનસ્પતિ આવરણો વગર પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તાર્ચમાં ઝડપથી ધોવાણ થાય છે,

Intext પ્રશ્નોત્તર

પ્રશ્ન 32. ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે? [1 ગુણ)
ઉત્તર : સુર્યપ્રકાશ, પાણી, લાઇકેન દ્વારા મુક્ત થતાં દ્રવ્યો વડે પથ્થરો પર તિરાડો પડે છે અને મોટી થતી જાય છે. તેના પર પવન અને પાણીની અસરથી નાના ોમાં વિઘટન થઈ ભૂમિનું નિર્માણ થાય છે.
પ્રશ્ન 33, ભૂમિનું ક્ષરણ એટલે શું? [1 ગુણ)
ઉત્તર : ભૂમિનું ક્ષરણ એ તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દુર થવાની ક્રિયા છે.
પ્રશ્ન 34. ક્ષણને રોકવા અને ઓછું કરવા માટે કઇ કઇ રીતો છે? [2 ગુણ]
ઉત્તર : ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટેની રીતો : (1) વૃક્ષારોપણ, (2) ઘાસની રોપણી, (3) ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, (4) નદીકિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવી, (5) પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી (Terrace farming) પદ્ધતિનો ઉપયોગ કરવો.

14.4 જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો

પ્રશ્ન 35, જીવાવરણ ગતિશીલ અને સ્થાયી શાના દ્વારા બન્ને છે? તે દ્વારા શું થાય છે? [1 ગુણ]
ઉત્તર : જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે થતી આંતરક્રિયા દ્વારા જીવાવરણ ગતિશીલ અને સ્થાયી બને છે.
આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ (નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન, પાણી) અને ઊર્જાનું સ્થળાંતર થાય છે.

14.4.1 જલચક્ર

પ્રશ્ન 36. ટૂંક નોંધ લખો ઃ કુદરતમાં જલચક્ર [3 ગુણ]
ઉત્તર : જળસ્રોતમાંથી પાણીનું બાષ્પીભવન થતાં બાષ્પ વાતાવરણમાં જાય છે અને આ બાષ્પ ઠંડી પડી વરસાદના સ્વરૂપમાં પાણી પૃથ્વીની સપાટી પર પડે છે અને નદીઓ દ્વારા પાણી સમુદ્રમાં પહોંચે છે, તેને જલચક્ર કહે છે.
જલચક્ર એ ખરેખર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ તથા સજીવો વચ્ચે થતું પાણીનું ચક્રીય વહન છે.
સપાટીય જળ સૂર્ય-ઉષ્માથી બાષ્પીભવન પામી બાષ્પમાં ફેરવાય છે. વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા અને સજીવોમાં શ્વસનની ક્રિયા દ્વારા પાણી બાષ્પરૂપે ગુમાવાય છે. આ બાષ્પ વાતાવરણમાં ઊંચે જઈ ઠંડી પડે છે. સંઘનન દ્વારા વરસાદ, બરફ, હીમ સ્વરૂપે પૃથ્વી ૫૨ પાણી પાછું ફરે છે.
વરસાદ સ્વરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ ભૂમિમાં શોષાઈ ભૂમીય જળ તરીકે રહે છે. કેટલુંક ભૂમીય જળ ઝરણાં દ્વારા સપાટી પર આવે છે. વરસાદરૂપે આવતા પાણીનો કેટલોક ભાગ જળાશયો, નદી, કૂવા વગેરેમાં આવે છે. આપણા રોજિંદા ઉપયોગ માટે આ જળનો ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિઓ મૂળ દ્વારા ભૂમીય જળનું શોષણ કરે છે. અન્ય સજીવો, જીવજંતુઓ, સ્થળજ પ્રાણી વિવિધ ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ કરે છે.
પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ દ્રાવક છે. પાણી જ્યાં જ્યાંથી પસાર થાય છે તેમ તેમ તેમાં વિવિધ ખનીજો દ્રાવ્ય થાય છે. આ રીતે નદીના વહેતા પાણી દ્વારા ઘણાં પોષક દ્રવ્યો સપાટી પરથી દરિયા કે સમુદ્રમાં જાય છે અને દરિયાઈ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાય છે. દરિયા અને સમુદ્રમાં આવતું પાણી પુનઃબાષ્પીભવન પામે છે અને જલચક્ર ચાલતું રહે છે.

14.4.2 નાઇટ્રોજનચક્ર

પ્રશ્ન 37. નાઇટ્રોજનચક્ર સમજાવો. [4 ગુણ]
અથવા
નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણચક્ર સમજાવો.
ઉત્તર : નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષણચક્ર નાઇટ્રોજનચક્ર છે.
નાઇટ્રોજનનું પ્રમાણ અને મહત્ત્વ ઃ વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે.
સજીવોમાં પ્રોટીનના બંધારણીય એકમ એમિનો ઍસિડ તેમજ ન્યુક્લિઇક ઍસિડ RNA અને DNA જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ માટે અને કેટલાક વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્ત્વ અગત્યનું છે. જૈવિક રીતે અગત્યનાં સંયોજનો આલ્કલૉઇડ અને યૂરિયામાં બંધારણીય ઘટક નાઇટ્રોજન છે.
નાઇટ્રોજનનું સ્થાપન (N2 સ્થાપન) : બધા સજીવો મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આથી વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહે છે.
નાઇટ્રોજન સ્થાપન બે રીતે જોવા મળે છે :
( 1 ) રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન : આકાશમાં વીજળીના ચમકારા દ્વારા ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વાયુરૂપમાં N2નું તેના ઑક્સાઇડ NO2માં સ્થાપન થાય છે. આ ઑક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક ઍસિડ અને નાઇટ્સ ઍસિડરૂપે વરસાદના પાણી સાથે મૃદાવરણ અને જલાવરણમાં પ્રવેશે છે ત્યારે વિવિધ સજીવો દ્વારા તેનો ઉપયોગ થાય છે.
( 2 ) જૈવ નાઇટ્રોજન સ્થાપન ઃ રાસાયણિક N2 સ્થાપન કરતાં જૈવ N2 સ્થાપન અનેક ગણું વધારે હોય છે. તેમાં સજીવો ભાગ લે છે.
શિમ્બી કુળની વનસ્પતિઓ(કઠોળ)ના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના – મૂળગંડિકામાં રહેલા સહજીવી બૅક્ટેરિયા રાઇઝોબિયમ, ભૂમિમાં રહેલા કેટલાક મુક્તજીવી બૅક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે. આ સજીવો વાતાવરણના N2નું એમોનિફિક્શન ક્રિયા દ્વારા એમોનિયા(NHg)માં રૂપાંતર કરે છે.
એમોનિયા (NH3) નાઇટ્રીકરણ (નાઇટ્રિફિકેશન) ક્રિયા દ્વારા નાઇટ્રાઇટ (NO2) અને નાઇટ્રેટ(NO3)માં ફેરવાય છે.
જૈવ ઘટકોમાં N2નું વહન : એમોનિયમ, નાઇટ્રેટ કે નાઇટ્રાઇટનું વનસ્પતિઓ શોષણ કરી તેમને એમિનો ઍસિડમાં ફેરવે છે. એમિનો ઍસિડનો ઉપયોગ પ્રોટીન-નિર્માણમાં થાય છે.
N2નો ભૌતિક પર્યાવરણમાં પુનઃપ્રવેશ : જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહ ભૂમિમાં ઉમેરાય છે. ભૂમિમાં રહેલા કેટલાક બૅક્ટેરિયા વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરી ભૂમિમાં પાછા મુક્ત કરાય છે. તેમનો વનસ્પતિ ફરી ઉપયોગ કરી શકે છે.
ડિનાઇટ્રિફિકેશન : કેટલાક (સ્યુડોમોનાસ) પ્રકારના બૅક્ટેરિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપે નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. આમ, નાઇટ્રોજન પુનઃ વાતાવરણમાં પ્રવેશે છે.
આમ, વાતાવરણનો નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપમાંથી ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાઈ અંતે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે.

14.4.3 કાર્બનચક્ર

પ્રશ્ન 38. કાર્બનચક્ર પર નોંધ લખો. [4 ગુણ]
અથવા
કાર્બનના ચક્રીય વહનની સમજૂતી આપો.
ઉત્તર : પૃથ્વી ૫૨ કાર્બન ઘણાં વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે મળી આવે છે.
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ તરીકે જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારનાં ખનીજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવે છે.
સજીવોમાં કાર્બનનું મહત્ત્વ : બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિઇક ઍસિડ અને વિટામિન છે.
વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ કાર્બોનેટ ક્ષારોનું બનેલું છે.
વાતાવરણના CO2 નો ઉપયોગઃ ક્લોરોફિલ ધરાવતા બધા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે.
આ ગ્લુકોઝના અણુ અન્ય પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા સજીવોમાં મહત્ત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઊર્જા આપે છે.
વાતાવરણમાં CO2નો ઉમેરો : જીવંત સજીવોમાં ઊર્જા મેળવવાની શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. ાસનની ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ કરીને કે કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયૉક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે.
દહનની ક્રિયા જેમાં રસોઈ માટે, ઉષ્મા મેળવવા માટે, પરિવહન માટે અને ઉદ્યોગોમાં બળતણનો ઉપયોગ થાય છે. તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયૉક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે.
ઔદ્યોગિક ક્રાંતિથી અને મોટા પ્રમાણમાં અશ્મી બળતણના ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે.
આમ, કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય છે.

14.4.3 (i) ગ્રીનહાઉસ અસર

પ્રશ્ન 39. ગ્રીનહાઉસ એટલે શું? ગ્રીનહાઉસ અસર કોને કહે છે? [2 ગુણ]
ઉત્તર : ગ્રીનહાઉસ એટલે ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચનાં બંધ આવરણો.
ગ્રીનહાઉસ અસર : કેટલાક વાયુઓ (દા. ત., CO2) પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓનો પૃથ્વીના વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના વિશ્વના સરેરાશ તાપમાનને વધારે છે. આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે.

14.4.4 ઑક્સિજનચક્ર

પ્રશ્ન 40. ઑક્સિજનચક્ર સમજાવો. [3 ગુણ ]
અથવા
નોંધ લખો : O2 ચક્ર
ઉત્તર : સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા Opના ચક્રીયકરણને ઑક્સિજનચક્ર કહે છે.
O2 નો ઉપયોગ કરતી ક્રિયાઓ ઃ વાતાવરણનો O2 ત્રણ પ્રક્રિયાઓ – દહનમાં, શ્વસનમાં અને નાઇટ્રોજનના ઑક્સાઇડના નિર્માણમાં વપરાય છે.
શ્વસનની ક્રિયામાં O2 જરૂરી છે. પરંતુ કેટલાક બૅક્ટેરિયા માટે તત્ત્વીય ઑક્સિજન ઝેર સમાન છે.
O2 મુક્ત કરતી ક્રિયા : હરિતદ્રવ્ય ધરાવતા સજીવો દા. ત., લીલી વનસ્પતિઓ વડે થતી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા O2 વાતાવરણમાં પાછો મુક્ત કરાય છે.

14.5 ઓઝોનસ્તર

પ્રશ્ન 41. ઓઝોન શું છે? ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભકારક છે તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : વાતાવરણમાં તત્ત્વીય ઑક્સિજન સામાન્ય રીતે દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઑક્સિજનના ત્રણ પરમાણુ ધરાવતો અણુ જોવા મળે છે. તેને ઓઝોન અણુ (O3) કહે છે.
ઑક્સિજનના દ્વિપરમાણ્વીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. પરંતુ ઓઝોન પૃથ્વીની સપાટીથી દૂર છે. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણો(UV – અલ્ટ્રાવાયોલેટ કિરણો)નું શોષણ કરી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે. આ રીતે સજીવો માટે લાભદાયક છે.
પ્રશ્ન 42. ટૂંક નોંધ લખો : ઓઝોનસ્તરનું વિઘટન [3 ગુણ]
અથવા
ઓઝોનસ્તરના વિઘટનની સમસ્યા સમજાવો.
ઉત્તર : ઓઝોનસ્તરનું વિઘટન હાલમાં એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે.
મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારનાં સંયોજનો પૈકી CFC ક્લોરોફ્લુરોકાર્બન વાતાવરણમાં સ્થાયી અવસ્થામાં હોય છે. CFC ક્લોરિન અને ફ્લોરિનયુક્ત સ્થાયી કાર્બનિક સંયોજન છે. તે કોઈ જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન પામતું નથી. તે ઓઝોનના સ્તરની નજીક પહોંચી ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરી એક પછી એક અણુ દૂર કરે છે. તેના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે.
હાલમાં જાણવા મળ્યું છે કે ઍન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો (ગાબડાં) જોવાં મળ્યાં છે. ઓઝોનસ્તરના વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પરના સજીવો પર તેની ખૂબ ગંભીર અસરો જોવા મળે છે.
અને આંખના મોતિયા(Cataract)ના પ્રમાણમાં વધારો થશે. શરીરના પ્રતિકારક તંત્રને નુકસાન થવાથી રોગોના પ્રમાણમાં વધારો થશે.

Intext પ્રશ્નોત્તર

પ્રશ્ન 43. જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે છે? [1 ગુણ)
ઉત્તર : જલચક્રમાં પાણી પ્રવાહી, ઘન અને વાયુ અવસ્થામાં મળી આવે છે.
પ્રશ્ન 44. જૈવિક મહત્ત્વનાં બે સંયોજનોનાં નામ આપો કે જેમાં ઑક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે છે. [1 ગુણ]
ઉત્તર : પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડ.
પ્રશ્ન 45. હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધારતી હોય તેવી ત્રણ માનવીય પ્રવૃત્તિઓની યાદી બનાવો. [1 ગુણ)
ઉત્તર : પરિવહન માટે, રસોઈ માટે અને ઉદ્યોગોમાં અશ્મી બળતણનો ઉપયોગ.

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

(1) જીવન માટે વાતાવરણની આવશ્યકતા શું છે? [2 ગુણ]
ઉત્તર : જીવન માટે વાતાવરણની આવશ્યકતા : (1) વાતાવરણ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક ચાદર છે. (2) વાતાવરણના મુખ્ય ઘટક નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ સજીવોમાં કાર્બનિક સંયોજનના બંધારણમાં આવશ્યક છે. (3) સુકોષકેન્દ્રી અને ઘણા બધા આદિકોષકેન્દ્રી કોષોમાં ગ્લુકોઝને તોડી ઊર્જા પ્રાપ્ત કરવા વાતાવરણના ઑક્સિજન જરૂરી છે. (4) લીલી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં વાતાવરણના કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી ગ્લુકોઝ બનાવે છે. (5) પૃથ્વીના સરેરાશ તાપમાનને નિયત રાખવા માટે વાતાવરણની આવશ્યકતા છે.
(2) જીવન માટે પાણીની આવશ્યકતા કેમ છે? [2 ગુણ]
ઉત્તર : જીવન માટે પાણીની આવશ્યકતા : (1) સજીવ કોષો કે શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીમાં થાય છે. (2) જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન પામે છે. (3) બધા સજીવોએ જીવિત રહેવા દેહમાં પાણીની નિયત માત્રા જાળવી રાખવી જરૂરી છે. (4) જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પાણી છે.
(3) સજીવો જમીન પર કેવી રીતે નિર્ભર છે? શું પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સ્રોતોથી સ્વતંત્ર છે? [2 ગુણ]
ઉત્તર : બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમીન પર નિર્ભર છે. વનસ્પતિઓ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ કરે છે. કેટલાંક પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને વસે છે. આપણા ખોરાક માટેની કૃષિ-પ્રવૃત્તિ જમીન ૫૨ નિર્ભર છે.
પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સ્રોતોથી સંપૂર્ણ સ્વતંત્ર નથી. પાણીના પ્રવાહ સાથે ભૂમીય સ્રોતનાં વિવિધ દ્રવ્યો દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં રહેવાવાળા સજીવોને પ્રાપ્ત થાય છે.
(4) તમે ટેલિવિઝન પર અને સમાચારપત્રમાં હવામાનસંબંધી રિપૉર્ટને જોયા હશે. તમે શું વિચારો છો આપણે ઋતુના પૂર્વાનુમાનમાં સક્ષમ છીએ? [1 ગુણ)
ઉત્તર : હા, હવામાનસંબંધી રિપૉર્ટમાં મુખ્યત્વે તાપમાન, ભેજ અને પવનની ગતિ આધારે અગાઉનાં વર્ષોના રિપૉર્ટ સાથે સરખામણી કરી ઋતુના પૂર્વાનુમાન કરી શકાય છે.
(5) આપણે જાણીએ છીએ કે ઘણી બધી માનવીય પ્રવૃત્તિઓ હવા, પાણી તેમજ ભૂમિના પ્રદૂષણ સ્તરને વધારે છે. શું તમે વિચારો છો કે આ પ્રવૃત્તિઓને કંઈક અંશે વિશિષ્ટ રીતે સીમિત કરી શકાય કે જે પ્રદૂષણના સ્તરને ઘટાડીને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય? [2 ગુણ]
ઉત્તર : હા, વાહનોનો ઉપયોગ તેમજ અશ્મી બળતણનો ઉપયોગ ઘટાડી, વધારે વૃક્ષોના ઉછેર અને ભૂમિ ૫૨ વનસ્પતિ આવરણ વધારી, ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા હાનિકારક દ્રવ્યોને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવ્યા બાદ મુક્ત કરી, કૃષિ-પ્રવૃત્તિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો મર્યાદિત ઉપયોગ કરી પ્રદૂષણના સ્તરને ઘટાડી શકાય.
(6) જંગલ હવા, જમીન અને પાણીના સ્રોતની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે તે વિશે નોંધ લખો. [3 ગુણ]
ઉત્તર : જંગલ હવા, જમીન અને પાણીના સ્રોતની ગુણવત્તા પર નીચે મુજબ અસર કરે છે ઃ
1. હવાના સ્રોતની ગુણવત્તા પર : જંગલો વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડનું શોષણ કરી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા ઑક્સિજન મુક્ત કરે છે. વૃક્ષો બાષ્પોત્સર્જન દ્વારા બાષ્પ ગુમાવી વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ વધારે છે.
2. જમીન સ્રોતની ગુણવત્તા પર : જંગલની વનસ્પતિઓ ભૂમિકણો પકડી રાખી ધોવાણ અટકાવે છે. તે ભૂમીય જળ કે ભેજ જાળવી રાખે છે. ભૂમીય સ્રોતમાં પોષક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે.
3. પાણીના સ્રોતની ગુણવત્તા પર : જંગલો વરસાદ લાવવામાં મદદ ક૨ે છે. ભૂગર્ભીય પાણીનું સ્તર વધારવામાં મદદ કરે છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ; [પ્રત્યેકનો 1 ગુણ]

(1) પર્યાવરણના વિવિધ સ્તરોનાં નામ જણાવો.
ઉત્તર : પર્યાવરણના વિવિધ સ્તરો : વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જૈવાવરણ.
(2) વાયુની અગત્ય જણાવો.
ઉત્તર : વાયુ ઉષ્માનો મંદ વાહક હોવાથી પૃથ્વીના વાતાવરણના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન સ્થિર રાખે છે.
(3) પવન કેવી રીતે બને છે?
ઉત્તર : પૃથ્વી પર તાપમાન અને દબાણના તફાવતને લીધે પવન (હવાની ગતિ) સર્જાય છે.
(4) શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ કેટલા પ્રમાણમાં હોય છે?
ઉત્તર : શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ 95 – 97 % પ્રમાણમાં હોય છે.
(5) સજીવોમાં ઑક્સિજનની શું આવશ્યકતા છે?
ઉત્તર : સજીવોમાં યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો માટે ગ્લુકોઝના અણુઓ તોડીને ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઑક્સિજનની આવશ્યકતા છે.
(6) ચંદ્ર પર તાપમાન કેટલું રહે છે?
ઉત્તર : ચંદ્ર પર તાપમાન – 190°C થી 110°Cની વચ્ચે રહે છે.
(7) ઘણાં દરિયાઈ પ્રાણીઓ તેમનું કવચ કેવી રીતે બનાવે છે?
ઉત્તર : ઘણાં દરિયાઈ પ્રાણીઓ પાણીમાં ઓગળેલ CO2માંથી કાર્બોનેટ બનાવી, તેના વડે તેમનું કવચ બનાવે છે.
(8) હવાની બધા પ્રકારની ગતિ શાનું પરિણામ છે?
ઉત્તર : હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે.
(9) શાનાથી હવા અવરોધાય છે?
ઉત્તર : પૃથ્વીની પરિભ્રમણ ગતિથી અને પવનના માર્ગમાં આવતી પર્વતીય શ્રૃંખલાઓથી હવા અવરોધાય છે.
(10) વાતાવરણમાં પાણીનાં ટીપાંને જમા કરવા કોણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે?
ઉત્તર : વાતાવરણમાં પાણીનાં ટીપાંને જમા કરવા હવામાં રહેલા ધૂળના રજકણ અને અન્ય નિલંબિત ણ કેન્દ્રસ્થ ણના સ્વરૂપમાં કાર્ય કરે છે.
(11) અલાહાબાદથી ઉત્તર તરફ આવતા પવનોની દિશા શાના કારણે બદલાય છે?
ઉત્તર : અલાહાબાદથી ઉત્તર તરફ આવતા પવનોની દિશા હિમાલયના કારણે બદલાય છે.
(12) પાણીનાં ટીપાં હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં ક્યારે અવક્ષેપિત થાય છે?
ઉત્તર : જ્યા૨ે વાતાવરણની હવાનું તાપમાન ખૂબ ઓછું થઈ જાય છે, ત્યારે પાણીનાં ટીપાં હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં અવક્ષેપિત થાય છે.
(13) ભારતમાં ભૂમિવિસ્તારમાં મોટા ભાગે વરસાદ શાના કારણે થાય છે?
ઉત્તર : ભારતમાં ભૂમિવિસ્તારમાં મોટા ભાગે વરસાદ દક્ષિણપશ્ચિમ કે ઉત્તર-પૂર્વી વરસાદી પવનોને કારણે થાય છે.
(14) હવાના પ્રદૂષણમાં મુખ્યત્વે કયા ઑક્સાઇડનું વધારે પ્રમાણ જવાબદાર છે?
ઉત્તર : હવાના પ્રદૂષણમાં મુખ્યત્વે નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડનું વધારે પ્રમાણ જવાબદાર છે.
(15) પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કયા રોગો થવાની સંભાવનાઓ વધે છે ?
ઉત્તર : પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કૅન્સર, હૃદયરોગ, ઍલર્જી જેવા રોગો થવાની સંભાવનાઓ વધે છે.
(16) વરસાદના પાણીમાં શું ભળવાથી ઍસિડવર્ષા થાય છે?
ઉત્તર : વરસાદના પાણીમાં હવાઈ પ્રદૂષકો નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ ભળવાથી ઍસિડવર્ષા થાય છે.
(17) કયો. સજીવ હવાઈ પ્રદૂષકના નિર્દેશક તરીકે છે?
ઉત્તર : લાઇકેન સજીવ (સહજીવી વનસ્પતિ સમૂહ) હવાઈ પ્રદૂષકના નિર્દેશક તરીકે છે.
(18) જૈવવિવિધતા માટે કયાં પરિબળો મહત્ત્વનાં છે?
ઉત્તર : જૈવવિવિધતા માટે પાણીની પ્રાપ્યતા, તાપમાન, ભૂમિની પ્રકૃતિ વગેરે પરિબળો મહત્ત્વનાં છે.
(19) ઊંડા જળાશયમાં સપાટીના અને અંદરના સ્તરના પાણીમાં શો ફરક હોય છે? શા માટે?
ઉત્તર : ઊંડા જળાશયમાં સપાટીના પાણી કરતાં અંદરના સ્તરનું પાણી ઠંડું હોય છે, કારણ કે સપાટીનું પાણી સૂર્ય-ઉષ્મા દ્વારા ગરમ થાય છે.
(20) પાણીના તાપમાનમાં અચાનક પરિવર્તન પ્રત્યે શું સંવેદનશીલ હોય છે?
ઉત્તર : પાણીના તાપમાનમાં અચાનક પરિવર્તન પ્રત્યે વિવિધ પ્રકારનાં પ્રાણીનાં ઈંડાં અને ડિમ્ભ સંવેદનશીલ હોય છે.
(21) ભૂમિ-નિર્માણમાં ક્યાં અજૈવ પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવે છે?
ઉત્તર : ભૂમિ-નિર્માણમાં સૂર્ય, પાણી, પવન જેવાં અજૈવ પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(22) હ્યુમસ શું છે?
ઉત્તર : હ્યુમસ ભૂમિમાં મળી આવતા સડેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડા કે સડતા કાર્બનિક પદાર્થો છે.
(23) ભૂમિ-નિર્માણમાં મૉસ અને મોટાં વૃક્ષોના મૂળની શું ભૂમિકા છે?
ઉત્તર : ભૂમિ-નિર્માણમાં મૉસ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટાં વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ તિરાડોને વધારે ને વધારે પહોળી કરે છે.
(24) ભૂમિની ગુણવત્તા શાના આધારે નક્કી કરવામાં આવે છે?
ઉત્તર : ભૂમિની ગુણવત્તા તેમાં આવેલા હ્યુમસના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મ જીવોને આધારે નક્કી કરવામાં આવે છે.
(25) ભૂમિમાં મળી આવતાં ખનીજ પોષક તત્ત્વો શાના પર નિર્ભર છે?
ઉત્તર : ભૂમિમાં મળી આવતાં ખનીજ પોષક તત્ત્વો ભૂમિ ક્યા પથ્થરોમાંથી બની છે, તેના પર નિર્ભર છે.
(26) ઉપરિ-ભૂમિ કોને કહે છે?
ઉત્તર : ભૂમિક્શો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો ધરાવતા ભૂમિના ઉપરના સ્તરને ઉપરિ-ભૂમિ કહે છે.
(27) અળસિયાં શામાં મદદરૂપ છે?
ઉત્તર : અળસિયાં ભૂમિનાં પોષક દ્રવ્યોના પુનઃ ચક્રીયકરણમાં અને હ્યુમસ બનાવવામાં મદદરૂપ છે.
(28) મોટા પાયે જંગલોના નાશથી શું થાય છે?
ઉત્તર : મોટા પાયે જંગલોના નાશથી જૈવિવિધતાનો નાશ થાય છે અને ભૂમિનું ધોવાણ થાય છે.
(29) જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી કોનું સ્થળાંતર થાય છે?
ઉત્તર : જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી વિવિધ દ્રવ્યો (પદાર્થો) અને ઊર્જાનું સ્થળાંતર થાય છે.
(30) નાઇટ્રોજન ક્યા ક્યા જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે?
ઉત્તર : નાઇટ્રોજન એ પ્રોટીન, ન્યુક્લિઇક ઍસિડ (DNA અને RNA), કેટલાંક વિટામિન્સ, આહ્લૉઇડ, યૂરિયા વગેરે જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે.
(31) મૂળગંડિકા કોને કહે છે?
ઉત્તર : શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા (રાઇઝોબિયમ) એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, તેને મૂળગંડિકા કહે છે.
(32) ઓઝોનની અગત્ય શું છે?
ઉત્તર : ઓઝોન સૂર્યમાંથી આવતાં હાનિકારક વિકિરણોને શોષી પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે.
(33) ઓઝોનસ્તરમાં ગાબડાં ક્યાં મળી આવ્યાં છે?
ઉત્તર : ઍન્ટાર્કટિક ઉપરના ઓઝોનસ્તરમાં ગાબડાં મળી આવ્યાં છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1 થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર આપોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

(1) પૃથ્વી માટે સૌથી મોટો ઊર્જાસ્રોત કયો છે?
(2) શિમ્બી કુળની વનસ્પતિઓની મૂળગંડિકાઓમાં કયા બૅક્ટેરિયા હોય છે?
(3) રાત્રે સમુદ્રના કાંઠે પવનની ગતિ કઈ તરફ હોય છે?
(4) લાઇકેન કઈ રીતે ભૂમિ-નિર્માણમાં મદદ કરે છે?
(5 ) સજીવશરીરની રચના કરતાં બધાં જ કાર્બનિક સંયોજનોના બંધારણનાં મૂળતત્ત્વો ક્યાં છે?
(6) ઓઝોનસ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણ કયું છે?
(7) બૅક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી ?
(8) ચંદ્રની સપાટી પરનું તાપમાન કેટલું હોય છે?
(9) વાતાવરણમાં ઑક્સિજન પાછો મેળવવાની એકમાત્ર ક્રિયા કઈ છે?
(10) વિશ્વના સરેરાશ તાપમાનનો વધારો દર્શાવતી અસરને શું કહે છે?
(11) કોના વધારે દહનથી વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું જાય છે?
(12) ભૂમિમાં જોવા મળતા સડતા કાર્બનિક પદાર્થો શું છે?
(13) કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોમાં કોના ક્ષાર હોઈ શકે છે?
(14) શિયાળામાં હવાના પ્રદૂષકો સાથે પાણી સંઘનિત થતાં શું સર્જાય છે?
(15) ક્યા ગ્રહોના વાતાવરણમાં CO2 95% થી 97% સુધી હોય છે?
ઉત્તર :
(1) સૌર ઊર્જા
(2) નાઇટ્રોજન સ્થાપન કરતા
(3) જમીનથી સમુદ્ર તરફ
(4) તેની વૃદ્ધિ દરમિયાન સ્રાવ ખડકોની સપાટીને પાઉડર સ્વરૂપમાં ફેરવી નાખે છે.
(5) કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન
(6) CFC
(7) ઑક્સિજન
(8) –190 °Cથી 110 °C
(9) પ્રકાશસંશ્લેષણ
(10) ગ્રીનહાઉસ અસર
(11) અશ્મી બળતણ
(12) હ્યુમસ
(13) પારા
(14) ધુમ્મસ
(15) શુક્ર અને મંગળ

પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો : [પ્રત્યેકનો 1 ગુણ]

(1) શુક્ર અને મંગળના વાતાવરણનો મુખ્ય ઘટક ……… છે.
(2) ……… સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકે છે.
(3) ……… પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે.
(4) હવા, ભૂમિ અને પાણી ………. ના કારણે ગરમ થાય છે.
(5) હવામાં રહેલા ધૂળના રજકણ અને બીજા નિલંબિત કણ …….. ના સ્વરૂપમાં કાર્ય કરે છે.
(6) સમુદ્રના કિનારે દિવસ દરમિયાન પવનની દિશા …….. તરફ હોય છે.
(7) સળગ્યા વગરના કાર્બન કણ નિલંબિત કણ તરીકે હોય તેને ……. કહે છે.
(8) લાઇકેન નામના સજીવ ……… વનસ્પતિ સમૂહ છે.
(9) જળાશયોમાં ઉપરની સપાટીના પાણી કરતાં અંદરના સ્તરનું પાણી ……… હોય છે.
(10) વીજળીના ચમકારાના સમયે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજન ……. માં ફેરવાય છે.
(11) શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા ……… નામની વિશિષ્ટ સંરચના બનાવે છે.
(12) ઘણાં પ્રાણીઓના બાહ્ય અને અંતઃકંકાલ …….. ક્ષારોથી બનતા હોય છે.
(13) ઓઝોનસ્તરના વિઘટન માટે ……… જવાબદાર છે.
(14) કાર્બનના મૂળભૂત સ્વરૂપ ……… છે.
(15) કાર્બન ડાયૉક્સાઇડના સ્થાપનની મુખ્ય રીત ……… છે.
(16) વાતાવરણમાં ધુમ્મસ ………. તરફ સંકેત કરે છે.
(17) લાઇકેન હવામાં રહેલ …….. ના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.
(18) વનસ્પતિમાં થતી ……… ક્રિયા જલચક્રમાં ફાળો આપે છે.
(19) ………. નિવસનતંત્રમાં જોવા મળતું સૌથી અગત્યનું પોષક ચક્ર છે.
(20) વાતાવરણમાં એકત્રિત બાષ્પના ………. થી વરસાદ પડે છે.
ઉત્તર :
(1) કાર્બન ડાયૉક્સાઇડ
(2) વાતાવરણ
(3) વાતાવરણ
(4) ઉષ્મીય વિકિરણ
(5) કેન્દ્રસ્થ કણ
(6) સમુદ્રથી જમીન
(7) હાઇડ્રોકાર્બન
(8) સહજીવી
(9) ઠંડું
(10) નાઇટ્રોજન ઑક્સાઇડ
(11) મૂળગંડિકા
(12) કાર્બોનેટ
(13) CFC
(14) હીરો અને ગ્રેફાઇટ
(15) પ્રકાશસંશ્લેષણ
(16) હવાના પ્રદૂષણ
(17) સલ્ફર ડાયૉક્સાઇડ
(18) ઉસ્વેદન
(19) નાઇટ્રોજનચક્ર
(20) સંઘનન

પ્રશ્ન 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો : [પ્રત્યેકનો 1 ગુણ]

(1) દરિયાઈ જળને મીઠા જળમાં રૂપાંતિરત કરતું ચક્ર જલચક્ર છે.
(2) જીવાવરણ માત્ર જૈવિક ઘટકોથી બનેલું છે.
(3) પૃથ્વી પરના જલાવરણમાં ભૂગર્ભીય જળ પણ સમાવેશિત છે.
(4) દિવસે પવનની ગતિ જમીનથી દરિયા તરફની હોય છે.
(5) ધુમ્મસ હવાના પ્રદૂષણનો સંકેત છે.
(6) બધા જ સજીવોની જીવંત અવસ્થા માટે શરીરમાં પાણીની માત્રા સંતુલિત રાખવી જરૂરી છે.
(7) શુષ્ક અને પથરાળ વિસ્તારમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ વધારે સંખ્યામાં હોય છે.
(8) ખેતરોમાં ઉપયોગમાં લેવાતા ખાતરો અને કીટનાશકો પાણીના પ્રદૂષણ માટે કારણભૂત બને છે.
(9) ઍસિડવર્ષા માટે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ જવાબદાર છે.
(10) મોટાં વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોને વધારે પહોળી કરી, ભૂમિના ક્ષરણને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(11) વીજળીના ચમકારા વડે સલ્ફરનું નીચા દબાણે તેના ઑક્સાઇડમાં રૂપાંતર થાય છે.
(12) સજીવોમાં એમિનો ઍસિડનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે.
(13) દહનમાં અશ્મી બળતણના વધારાથી વાતાવરણમાં ઑક્સિજનની ટકાવારીમાં વધારો થયો છે.
ઉત્તર :
(1) ખરું
(2) ખોટું
(3) ખરું
(4) ખોટું
(5) ખરું
(6) ખરું
(7) ખોટું
(8) ખરું
(9) ખરું
(10) ખોટું
(11) ખોટું
(12) ખરું
(13) ખોટું

પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]

1. ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે?
A. CO
B. O3
C. O2
D. O4
2. નાઇટ્રાઇટ અને નાઇટ્રેટની મુક્ત નાઇટ્રોજનમાં ફેરવવાની ક્રિયામાં કોણ અગત્ય ધરાવે છે?
A. બૅક્ટેરિયા
B. લાઇકેન
C. મૉસ
D. આપેલ તમામ
3. સૂર્યનાં કિરણો ……….
A. જળાશયો કરતાં જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે.
B. જળાશયો કરતાં જમીનને ધીમી ગતિથી ગરમ કરે છે.
C. જળાશયો અને જમીન બંનેને સરખા પ્રમાણમાં ગરમ કરે છે.
D. જમીન અથવા પાણી બંનેમાં કોઈને પણ ગરમ કરતાં નથી.
4. ગ્રીનહાઉસ કોના સાથે સંબંધિત છે?
A. ધાબા બાગકામ
B. વૈશ્વિક તાપમાનના વધારા
C. રસોડા બાગકામ
D. સુપોષકતારણ
5. નીચે પૈકીનો કયો વાયુ વૈશ્વિક તાપમાનના વધારામાં મુખ્ય ભાગ ભજવે છે?
A. કાર્બન મોનૉક્સાઇડ
B. નાઇટ્રસ ઑક્સાઇડ
C. કાર્બન ડાયૉક્સાઇડ
D. સલ્ફર ડાયૉક્સાઇડ
6. વાતાવરણમાં ઓઝોનનું પડ શું અગત્ય ધરાવે છે?
A. સૂર્યનાં હાનિકારક વિકિરણોનું શોષણ
B. પૃથ્વીના તાપમાનનું નિયમન
C. પૃથ્વી પરથી પરાવર્તિત ઉષ્માનું શોષણ
D. વાતાવરણમાં O૰ના પ્રમાણની જાળવણી
7. વાયુની ગતિ શેના તફાવતને લીધે હોય છે?
A. તાપમાન
B. વરસાદ
C. ભેજ
D. પવન
8. વાતાવરણમાં CO૰નું નિયંત્રણ કઈ દેહધાર્મિક ક્રિયા કરે છે?
A. શ્વસન
B. પ્રકાશસંશ્લેષણ
C. ઉત્સર્જન
D. દહન
9. ભૂમિ-નિર્માણમાં કયો જૈવ ઘટક સંકળાયેલો છે?
A. બૅક્ટેરિયા
B. લીલ
C. લાઇકેન
D. પ્રજીવ
10. શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન નથી, કારણ કે ત્યાંના વાતાવરણનો મુખ્ય ઘટક છે.
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઇડ
C. નાઇટ્રોજન
D. ઓઝોન
11. હવા એ શાનું મિશ્રણ છે?
A. નાઇટ્રોજન, ઑક્સિજન, મિથેન, કાર્બન ડાયૉક્સાઇડ
B. નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, પાણીની બાષ્પ
C. નાઇટ્રોજન, કાર્બન ડાયૉક્સાઇડ, મિથેન, ઓઝોન
D. નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન મોનૉક્સાઇડ, પાણીની બાષ્પ
12. લાઇકેન વાતાવરણમાં કોના સ્તર પ્રત્યે વધુ સંવેદનશીલ છે?
A. કાર્બન ડાયૉક્સાઇડ
B. ઓઝોન
C. નાઇટ્રિક ઍસિડ
D. સલ્ફર ડાયૉક્સાઇડ
13. ભૂમિ-નિર્માણનો મુખ્ય સ્રોત કયો છે?
A. પથ્થરો
B. બરફ આચ્છાદિત પહાડ
C. નદીકિનારો
D. દરિયાકિનારો
14. નીચેના પૈકી કયો રોગ પ્રદૂષિત પાણીથી થાય છે?
A. ક્ષય
B. કૉલેરા
C. સિફિલિસ
D. આપેલ તમામ
15. ભૂમિનું ક્ષરણ કોના દ્વારા થાય છે?
A. તીવ્ર પવનો
B. ભારે વરસાદ
C. A અને B
D. વનસ્પતિનાં મૂળ
16. ઓઝોનસ્તરમાં છિદ્રો ક્યાં મળી આવ્યાં છે?
A. વિષુવવૃત્ત
B. કર્કવૃત્ત
C. મકરવૃત્ત
D. ઍન્ટાર્કટિકા
17. એમિનો ઍસિડનો ઉપયોગ કરી કોનું નિર્માણ કરવામાં આવે છે?
A. પ્રોટીન
B. લિપિડ
C. કાર્બોદિત
D. ન્યુક્લિઇક ઍસિડ
18. વૈશ્વિક તાપમાનમાં વધારા માટે શું જવાબદાર છે?
A. ઓઝોનસ્તરનું વિઘટન
B. ગ્રીનહાઉસ અસર
C. ઍસિડવર્ષા
D. વીજળીના ચમકારા
19. ભૂમિ-નિર્માણ સંદર્ભે સાચી જોડ પસંદ કરો :
A. સૂર્ય-ઉષ્મા → પથ્થરોનું ભૂમિકણોમાં રૂપાંતર
B. પવન → પથ્થરોની તિરાડો પહોળી કરે
C. પાણી → પથ્થરોનું સંકોચન અને વિસ્તરણ પ્રેરે
D. લાઇકેન → પથ્થરોની સપાટી નાના કણોમાં ફેરવે
20. હ્યુમસ બનાવવામાં મદદરૂપ કોણ છે?
A. લાઇકેન
B. મૉસ
C. અળસિયાં
D. આપેલ તમામ
21. વાતાવરણના ઑક્સિજનનો ઉપયોગ કઈ પ્રક્રિયામાં થાય છે?
A. શ્વસન
B. દહન
C. નાઇટ્રોજન ઑક્સાઇડના નિર્માણ
D. આપેલ તમામ
22. કેટલાક નાઇટ્રોજન સ્થાપક બૅક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા કરતા નથી?
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઇડ
C. પાણી
D. હ્યુમસ
23. એમોનિયાનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
A. એમોનિફિકેશન
B. નાઇટ્રિફિકેશન
C. નાઇટ્રોજન સ્થાપન
D. ડિનાઇટ્રિફિકેશન
24. ડિનાઇટ્રિફિકેશન ક્રિયામાં શું થાય છે?
A. નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર
B. નાઇટ્રોજનનું નાઇટ્રિક ઍસિડમાં રૂપાંતર
C. નાઇટ્રેટનું મુક્ત નાઇટ્રોજનમાં રૂપાંતર
D. એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર
25. હવાની ગતિ …
A. ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.
B. નીચા દબાણવાળા વિસ્તારથી ઊંચા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.
C. ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા તાપમાનવાળા વિસ્તાર તરફ થાય છે.
D. નીચા તાપમાનવાળા વિસ્તારથી ઊંચા દબાણવાળા વિસ્તાર તરફ થાય છે.
ઉત્તર :
1. O3
2. બૅક્ટેરિયા
3. જળાશયો કરતાં જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે.
4. વૈશ્વિક તાપમાનના વધારા
5. કાર્બન ડાયૉક્સાઇડ
6. સૂર્યનાં હાનિકારક વિકિરણોનું શોષણ
7. તાપમાન
8. પ્રકાશસંશ્લેષણ
9. લાઇકેન
10. કાર્બન ડાયૉક્સાઇડ
11. નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, પાણીની બાષ્પ
12. સલ્ફર ડાયૉક્સાઇડ
13. પથ્થરો
14. કૉલેરા
15. A અને B
16. ઍન્ટાર્ક્ટિકા
17. પ્રોટીન
18. ગ્રીનહાઉસ અસર
19. લાઇકેન → પથ્થરોની સપાટી નાના કણોમાં ફેરવે
20. અળસિયાં
21. આપેલ તમામ
22. ઑક્સિજન
23. નાઇટ્રિફિકેશન
24. નાઇટ્રેટનું મુક્ત નાઇટ્રોજનમાં રૂપાંતર
25. ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)

(1) તમારી શાળા છૂટવાના સમયે તમારી શાળાના મેદાનમાં પાર્ક થયેલી કારના વિન્ડોગ્લાસ બંધ છે અને તમે તેમાં સૂતેલું બાળક જોયું. કારની આજુબાજુ તેનાં માતાપિતા દેખાતાં નથી. તમે આ સ્થિતિમાં તાત્કાલિક શું નિર્ણય લેશો?
(a) ખુલ્લામાં કારના બધા વિન્ડોગ્લાસ બંધ કરી કાર પાર્ક કરવાથી શું થશે?
(b) બંધ વિન્ડોગ્લાસ ધરાવતી કારમાં સૂતેલું બાળક શા માટે સલામત નથી?
(c) આ સ્થિતિને તમે શાની સાથે સરખાવશો?
ઉત્તર : આ સ્થિતિમાં શાળાના પટાવાળા કે મેદાનમાં વ્યાયામ શિક્ષક જે પણ મળે તેમને જાણ કરી, કારના દરવાજા તાત્કાલિક ખોલાવીશ.
(a) ખુલ્લામાં કારના બધા વિન્ડોગ્લાસ બંધ કરી કાર પાર્ક કરવાથી અંદરનું તાપમાન વધી જશે.
(b) બંધ વિન્ડોગ્લાસ ધરાવતી કારમાં સૂતેલું બાળક સલામત નથી, કારણ કે અંદરના ઉષ્ણ તાપમાનને કારણે બાળકને ખૂબ પરસેવો વળે છે અને શરીરમાં પાણીનું સમતોલન ગુમાવી શકે છે.
(c) આ સ્થિતિને ગ્રીનહાઉસ અસર સાથે સરખાવી શકાય.
(2) ઉનાળામાં આપણા રાજ્યમાં પાણીની કટોકટી સર્જાઈ છે. રાજ્યની ઘણી નદીઓના સૂકાપટનાં ચિત્રો સમાચારપત્રોમાં આવે છે. તમારી શાળાએ ‘પાણી બચાવો’ કાર્યક્રમ હેઠળ શાળાના વાલીઓની ચર્ચાપરિષદ યોજી છે. તમે આ ચર્ચાપરિષદમાં હાજરી આપી છે. તમે મેળવેલી જાણકારીના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) પાણી બચાવવા માટે વ્યક્તિગત રીતે કયા ઉપાય હાથ ધરશો?
(b) તમારા ઘરે પાણી બચાવવા શું ઉપાય સૂચવશો?
(c) પાણી બચાવવું કેમ આવશ્યક છે?
ઉત્તર :
(a) વ્યક્તિગત રીતે પાણી બચાવવા શાવર(ફુવારા)ને બદલે ડોલ(બાલદી)માં પાણી લઈ નહાવા માટે ઉપયોગ કરીશું અને બ્રશ કરતી વખતે નળ બંધ રાખીશું.
(b) ઘરે પાણી બચાવવા માટે વાહનોની સફાઈ માટે પાણી ડોલમાં લઈશું. કપડાં-વાસણની સફાઈ માટે શક્ય એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીશું.
(c) પૃથ્વી પર મોટા ભાગનું પાણી સમુદ્રમાં ખારા પાણી તરીકે છે. મીઠા પાણીનો જથ્થો ખૂબ ઓછો છે અને તે માટેનો આધાર વરસાદ  છે. વરસાદ ઓછો થાય કે લંબાય તે સ્થિતિમાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે પાણી બચાવવું આવશ્યક છે.
(3) તમારા સંબંધી ઓઢવના ઔદ્યોગિક વિસ્તારની નજીક રહે છે. તેમને વારંવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહે છે. તમે તેમને ઉદ્ભવતા નીચેના પ્રશ્નોના શું ઉત્તર આપશો ?
(a) રહેઠાણ વિસ્તારમાં વારંવાર ધૂંધળું વાતાવરણ શા માટે થઈ જાય છે?
(b) આ વિસ્તારમાં લાંબો સમય રહેવાથી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતા છે?
(c) ચોમાસામાં વરસાદના પાણીમાં પલળતાં ચામડી પર બળતરા શા માટે થાય છે?
ઉત્તર :
(a) રહેઠાણ વિસ્તારમાં હવાના પ્રદૂષણને કારણે ધુમાડા અને નિલંબિત કણોને કારણે વાતાવરણ વારંવાર ધૂંધળું થઈ જાય છે.
(b) આ વિસ્તારમાં લાંબો સમય રહેવાથી શ્વાસસંબંધી રોગો, હૃદયરોગ, ઍલર્જી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્ભવવાની શક્યતાઓ છે.
(c) હવામાં સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઈડ્સ વરસાદના પાણી સાથે ઍસિડ બનાવે છે. આથી ચોમાસામાં વરસાદના ઍસિડયુક્ત પાણીમાં પલળતાં ચામડી પર બળતરા થાય છે.
(4) તમારા રહેઠાણ વિસ્તારના બગીચામાં તમને ચોમાસામાં અને તે પછી થોડો સમય વૃક્ષોની શાખાઓની છાલ પર લીલા અને સફેદ રંગના સ્તર જોવા મળે છે. પરંતુ તમને દિવાળીના તહેવારના થોડા દિવસ પછી આ સ્તર જોવા મળતા નથી. તમારા અભ્યાસ આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) વૃક્ષોની શાખાઓની છાલ પર લીલા અને સફેદ સ્તર શું છે?
(b) દિવાળીના તહેવાર પછી આ સ્તર શા માટે જોવા મળતા નથી?
(c) આ સ્થિતિમાં હવાની ગુણવત્તા વિશે શું કહેશો?
ઉત્તર :
(a) વૃક્ષોની શાખાઓની છાલ ૫૨ લીલા અને સફેદ સ્તર લાઇકેન છે.
(b) દિવાળીના તહેવાર દરમિયાન દારૂખાનું ફૂટતાં તેમાંથી સલ્ફર ડાયૉક્સાઇડ પ્રદૂષણ તરીકે વાતાવરણમાં ઉમેરાય છે. લાઇકેન સલ્ફર ડાયૉક્સાઇડના સ્તર પ્રત્યે સંવેદનશીલ હોવાથી નષ્ટ પામે છે. આથી તહેવારો પછી આ સ્તર જોવા મળતા નથી.
(c) આ સ્થિતિમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે અને તેનો શ્વાસમાં ઉપયોગ કરતાં શ્વાસસંબંધી સમસ્યાઓ સર્જાય છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *