Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 7 હું એવો ગુજરાતી (ગીત)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 7 હું એવો ગુજરાતી (ગીત)

કાવ્ય-પરિચય

‘હું એવો ગુજરાતી’ ગીતનો આરંભ ગુજરાતી હોવાના ગૌરવથી થાય છે. નદીઓ, પર્વતો, રણ, જંગલ અને સમુદ્રથી સુશોભિત ગુજરાતને પ્રકૃતિએ રળિયામણું બનાવ્યું છે. આ ભૂમિ નરસિંહનાં પ્રભાતિયાં, મીરાંની કરતાલ, પ્રેમાનંદનાં આખ્યાન, વિજાણંદનું વાજિંત્ર, દુહા-છંદની રમઝટથી ગુંજે છે. સંતો અને શૂરવીરોની આ ભૂમિ છે. ગુજરાતે જ ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષોની ભેટ આપી છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત પણ અનેરી છે. કવિ આ ભૂમિનું સંતાન છે એ વાતથી તેમની છાતી ગજ ગજ ફૂલે છે, તો પોતાને શિરે ભારતમાતાના આશિષ હોવાનો પણ તેમને ગર્વ છે.

કાવ્યની સમજૂતી

હું એવો ગુજરાતી છું જેની, હું ગુજરાતી છું એ જ વાતથી (મારી) છાતી ગર્વથી અતિશય હરખાય છે. [1-3]
(મારા) અંગેઅંગમાં નર્મદાનાં પાણી વહે છે, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. મારો દેહ અરવલ્લીનો બનેલો છે, શ્વાસમાં રત્નાકર ધબકે છે, હું સિંહની ગર્જના છું, હું જ ગરવી ગુજરાતી ભાષા છું. [4-6]
હું નવરાત્રિનો ગર્ભદીપ છું. હું શત્રુંજયનું શિખર છું. હું સૂર્યમંદિરના શ્વેત તેજરૂપી ભમરાનો ગુંજારવ છું. હું ગિરનારનો ગોખ છું અને હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમસુધાનો રસ પાઉં છું. [7–9]
હું દુહા-છંદની રમઝટ છું, હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું. હું જ મીરાંની કરતાલ છું, હું રોજ(કવિ પ્રેમાનંદ)નું એક આખ્યાન છું. હું વિજાણંદનું વાજિંત્ર છું અને હું જ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં છું. [10-12]
હું ગાંધીનું મૌન છું, હું જ સરદારની હાકલ છું. હું સત્યરૂપી શસ્ત્ર છું, જેની દશે દિશામાં ધાક છે. હું સંતોનું સૌમ્ય સ્મિત છું, હું શૂરવીરોની તીક્ષ્ણ (ધારદાર) તલવાર છું. [13-15]
હું મારી માટી(ગુજરાતની ધરતી)નો પુત્ર છું, હું જન્મે ગુજરાતી છું. મારા શિરે ભારતમાતાની પુષ્કળ આશિષ છે. હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશાં (ભારતમાતાનો) અંશ છું. [16-18]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

(1) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ યાં કયાં કારણોસર અનુભવે છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે : ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીનાં તેમજ ચરોતરની મહીસાગરનાં પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્યમંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારકાનગરીમાં કૃષ્ણ પ્રેમભક્તિનો અમૃતરસ પાય છે. આ ભૂમિ પર જ દુહા-છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરાં કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયાં છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી. ગાંધીજીના મૌન અને સરદારની એક હાકનો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે એનું કવિ ગૌરવ અનુભવે છે.
(2) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો.
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂરી છે. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા, મહીસાગર, વગેરે નદીઓ; અરવલ્લી, શત્રુંજય, ગિરનાર, વગે૨ે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઊઠ્યું છે. ગીરનાં સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રિ પ્રસંગે કાણાંવાળી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને એની ફરતે ગવાતાં રાસ-ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. સૂર્યમંદિરનો મહિમા પણ અનોખો છે. દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે. આ ભૂમિએ ભારતદેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો. સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો. આ ભૂમિ પર નરસિંહનાં પ્રભાતિયાં ઘેર ઘેર ગવાય છે. મીરાં અને પ્રેમાનંદ, વિજાણંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્રચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો, વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) સત્યના આયુધની કઈ વિશેષતા છે?
ઉત્તર : કવિએ ગાંધીજીના સત્યને આયુધ (શસ્ત્ર) કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાતજાતનાં આયુધોથી લડાયાં છે અને ભવિષ્યમાં પણ લડાશે; પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે.
(2) ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે?
ઉત્તર : ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીનાં પાણી વહે છે. એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે.
(3) કવિ ગુજરાતીને ‘મહાજાતિ’ કહે છે. શા માટે?
ઉત્તર : ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે. દેશ-વિદેશમાં એની ખ્યાતિ છે, કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત? આમ, સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીની બોલબોલને લીધે કવિ ગુજરાતીને ‘મહાજાતિ’ કહે છે.
(4) કવિ તીર્થોને કયા સંદર્ભસહિત યાદ કરે છે?
ઉત્તર : કવિ કહે છે : હું મહાતીર્થ શત્રુંજયનું શિખર છું. સૂર્યમંદિરના શ્વેત તેજરૂપી ભમરાનો ગુંજારવ છું. ગિરનારની ધૂણીનો ગોખ છું. દ્વારકાના કૃષ્ણની પ્રેમરસનો પિવડાવનાર પણ હું છું. આમ, વિવિધ સંદર્ભસહિત યાદ કરે છે.
(5) ‘હું સાવજની ત્રાડ’ એટલે શું?
ઉત્તર : સાવજ એ ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ છે. ‘હું સાવજ ત્રાડ’ એટલે હું ગુજરાતી છું એટલે એ ગૌરવવંતો સાવજ અને તેની ત્રાડ હું પોતે જ છું.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

“હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર.”
ઉત્તર : પ્રસ્તુત કાવ્યપંક્તિ દ્વારા કવિએ ભારતમાતાનો મહિમા ર્યો છે. કવિ કહે છે કે હું ભારતમાતાનો પુત્ર છું, ભલે જન્મે ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ ‘હું ગુર્જર ભારતવાસી’ છું. મારી નસોમાં ભારતમાતાનું લોહી છે, મારા માથે મારી ભારતમાતાની શુભાશિષ છે.

પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં ‘હું’ શો ભાવ દર્શાવે છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં ‘હું’ ગૌરવનો ભાવ દર્શાવે છે.
(2) કવિની છાતી શા માટે ગજ ગજ ફૂલે છે?
અથવા
કઈ વાતથી કવિની છાતી ગજ ગજ ફૂલે છે?
ઉત્તર : કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજ ગજ ફૂલે છે.
(3) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર વલ્લભભાઈની હાકલ(પડકાર)ને યાદ કરે છે.
(4) પાઠ્યપુસ્તકમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું કયું કાવ્ય છે?
ઉત્તર : પાઠ્યપુસ્તકમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું કાવ્ય ‘હું છું ગુજરાતી’ શીર્ષકરૂપે છે.
(5) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ શ્વાસોમાં કોને શ્વસતાં અનુભવે છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ શ્વાસોમાં મહીસાગરને શ્વસતાં અનુભવે છે.
(6) ગુજરાતનો પિંડદેહ શામાંથી બનેલો છે?
ઉત્તર : ગુજરાતનો પિંડદેહ અરવલ્લીથી બનેલો છે
(7) ગુજરાતના પ્રાણમાં કોણ સતત ધબકે છે?
ઉત્તર : ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકર ધબકે છે.
(8) ગિરનારના સિંહના ગૌરવ માટે કવિએ કયા શબ્દો પ્રયોજ્યા છે?
ઉત્તર : ગિરનારના સિંહના ગૌરવ માટે કવિએ ‘હું સાવજની ત્રાડ’ શબ્દો પ્રયોજ્યા છે.
(9) કવિએ ગરવી ગુજરાતી ભાષાને કેવી કહી છે?
ઉત્તર : કવિએ ગરવી ગુજરાતી ભાષાને લચકાતી કહી છે.
(10) કવિ પોતે, કોના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે?
ઉત્તર : કવિ પોતે, નવરાત્રિના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે.
(11) કવિ કાવ્યમાં કયા પર્વતના શૃંગનો ઉલ્લેખ કરે છે?
ઉત્તર : કવિ કાવ્યમાં શત્રુંજય પર્વતના શૃંગનો ઉલ્લેખ કરે છે.
(12) કવિએ ધવલ તેજનો ભ્રમર ક્યાં ગુંજારવ કરતો દર્શાવ્યો છે?
ઉત્તર : કવિએ ધવલ તેજનો ભ્રમર સૂર્યમંદિરે ગુંજારવ કરતો દર્શાવ્યો છે.
(13) ગાંધીજી પાસે ક્યું સશક્ત આયુધ હતું?
ઉત્તર : ગાંધીજી પાસે ‘સત્ય’ નામનું સશક્ત આયુધ હતું.
(14) ‘હું શત્રુંજય-શૃંગ’માંના ‘શૃંગ’ શબ્દ સાથે કવિએ કયો પ્રાસ યોજ્યો છે?
ઉત્તર : ‘હું શત્રુંજય-શૃંગ’માંના ‘શૃંગ’ શબ્દ સાથે કવિએ ‘ભૃગ’ પ્રાસ યોજ્યો છે.
(15) કવિ સુધારસનું પાન કરાવતી નગરી કોને કહે છે?
ઉત્તર : કવિ સુધારસનું પાન કરાવતી નગરી દ્વારિકાને કહે છે.
(16) દુહા-છંદની રમઝટ માટે કોણ જાણીતું છે?
ઉત્તર : દુહા-છંદની રમઝટ માટે ગુજરાત જાણીતું છે.
(17) કવિએ ધ્યાનને કયા રંગનું કહ્યું છે? .
ઉત્તર : કવિએ ધ્યાનને ભગવા રંગનું કહ્યું છે
(18) કવિએ કાવ્યમાં કઈ સંત-કવિયત્રીને યાદ કર્યાં છે?
ઉત્તર : કવિએ કાવ્યમાં મીરાંબાઈ(સંત-કવિયત્રી)ને યાદ કર્યાં છે.
(19) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ કયા સાહિત્યસ્વરૂપની વાત કરી નથી?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ સાહિત્યસ્વરૂપ પદની વાત કરી નથી.
(20) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં ‘સરદાર’ વિશેષણ કોના સંદર્ભમાં છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં ‘સરદાર’ વિશેષણ વલ્લભભાઈ પટેલના સંદર્ભમાં છે.
(21) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં મારી માટીનો જાયો એટલે કોનો જાયો?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં મારી માટીનો જાયો એટલે ગુજરાતની ધરતીનો જાયો એવો અર્થ છે.
(22) કવિએ શૂરાતનના પ્રતીક તરીકે કયા આયુધનો ઉલ્લેખ કર્યો છે?
ઉત્તર : કવિએ શૂરાતનના પ્રતીક તરીકે તલવારનો ઉલ્લેખ કર્યો છે.
(23) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ કોના મૌનની વાતો કરે છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ ગાંધીજીના મૌનની વાતો કરે છે.
(24) ગુજરાતની પ્રત્યેક દિશામાં કયા આયુધની ધાક રહી છે?
ઉત્તર : ગુજરાતની પ્રત્યેક દિશામાં સત્યના આયુધની ધાક રહી છે.
(25) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને કેવું કહ્યું છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને સૌમ્ય કહ્યું છે.
(26) ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિના શિરે કોના આશિષનો વિસ્તાર છે?
ઉત્તર : ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિના શિરે ભારતમાતાના આશિષનો વિસ્તાર છે.
(27) ‘હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ.’ આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે?
ઉત્તર : ‘હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ.’ આ પંક્તિ ગુજરાતીનો નિર્દેશ કરે છે.
(28) ભારતમાતાએ ગુજરાત ૫૨ શાનો વિસ્તાર કર્યો છે?
ઉત્તર : ભારતમાતાએ ગુજરાત પર આશિષનો વિસ્તાર કર્યો છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *