Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Vyakaran – વ્યાકરણવિભાગ
1. ધ્વનિઓ, સંજ્ઞા, વિશેષણ, સર્વનામ
સંજ્ઞા સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેની રેખાંક્તિ સંજ્ઞા, ક્યા પ્રકારની છે તે જણાવોઃ
(1) સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી.
A. જાતિવાચક
B. ક્રિયાવાચક
C. ભાવવાચક
D. વ્યક્તિવાચક
(2) માગણી ર્યે તો ત્રણ વરસ થઈ ગયાં.
A. ભાવવાચક
B. વ્યક્તિવાચક
C. દ્રવ્યવાચક
D. ક્રિયાવાચક
(3) શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે.
A. વ્યક્તિવાચક
B. દ્રવ્યવાચક
C. ભાવવાચક
D. જાતિવાચક
(4) અમરતકાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું.
A. જાતિવાચક
B. ભાવવાચક
C. ક્રિયાવાચક
D. વ્યક્તિવાચક
(5) ઉપર ધાર ચોખ્ખા ઘીની અને પીરસનારો આપણો દેવલો.
A. જાતિવાચક
B. વ્યક્તિવાચક
C. ક્રિયાવાચક
D. દ્રવ્યવાચક
ઉત્તર :
(1) જાતિવાચક
(2) ક્રિયાવાચક
(3) ભાવવાચક
(4) વ્યક્તિવાચક
(5) દ્રવ્યવાચક
પ્રશ્ન 2. નીચે આપેલાં વાક્યોમાં રેખાંક્તિ જાતિવાચક સંજ્ઞાના સ્થાને વ્યક્તિવાચક સંજ્ઞા લખો :
(1) ગુરુના આતમાની ગુલાબી કોળી’તી એવી તો ભલભલા
(2) ગુરુ તેડી લાવ્યા ઘેર, મને કેમ વીસરે રે.
(3) હાથનાં ત્રાજવાં દીકરી કેમ અછતાં રહેશે રે.
(4) ભગવાનને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું.
(5) નદીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને નદી મને સાંભળતી જાય.
ઉત્તર :
(1) માંડણ ભગત
(2) સાંદીપનિ ઋષિ
(3) તેજમલ ઠાકોર
(4) રામજી
(5) માર્કડી, માર્કડી
પ્રશ્ન 3. નીચે આપેલાં વાક્યોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો :
(1) જીવનજંગે જગત ભમ્યા પણ વિસર્યા નહિ ગૃહમાયા.
(2 ) અય કાળ, કંઈ નથી ભય તું થાય તે કરી લે!
(3) ભાગ્યે જ બાળકોને એ લાડ કરતાં.
(4) પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ!
(5) એ જ સુસંસ્કૃત આનંદ છે.
ઉત્તર :
(1) માયા
(2) ભય
(3) લાડ
(4) કારુણ્ય
(5) આનંદ
પ્રશ્ન 4. નીચે આપેલાં વાક્યોમાંથી ક્રિયાવાચક સંજ્ઞા શોધો :
(1) બીજે ખાજ લેવા જાવું પડશે ને?
(2) લણણીના દિવસો હોય …
(3) ડોશીએ ઘણી મથામણ કરી જોઈ.
(4) આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ.
(5) વૉલીબૉલની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત આપી.
ઉત્તર :
(1) ખાજ
(2) લણણી
(3) મથામણ
(4) અર્પણ
(5) રમત, લડત
પ્રશ્ન 5. નીચે આપેલાં વાક્યોમાંથી સમૂહવાચક સંજ્ઞા શોધો :
(1) ઘણી વાર તો કીડીઓ સટુંબ મિત્રમંડળ સહિત આવે છે.
(2) ભરવાડીના કાફ્લા, ગોળગાયના ભપકા ને વીંછીનો ચિરસ્મરણીય સ્પર્શ.
(3) એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું.
ઉત્તર :
(1) મિત્રમંડળ
(2) કાલા
(3) અઠવાડિયું
વિશેષણ સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધો :
(1) ગરમ ગરમ ચા પી લે.
(2) અખૂટ મણિમોતીકોષ, લઈ બ્હાર એ આવિયા.
(3) એમાં આ તો પારકું ધન.
(4) પણ એ તો બહુ પુરાણી વાત થઈ.
(5) માર્કેડીનો મંદ પવન જરૂર બોલાવવાનો.
ઉત્તર :
(1) ગરમ ગરમ
(2) અખૂટ
(3) પારકું
(4) બહુ પુરાણી
(5) મંદ
પ્રશ્ન 2. નીચેનાં વાક્યોમાંથી ક્યો વિકલ્પ વિશેષણ નથી તે શોધો :
(1) એક ખેડુ માણસે આવીને પ્રણામ કરી કંઈ ફળ ભેટ ધર્યા.
A. ખેડુ
B. એક
C. પ્રણામ
D. કંઈ
(2) વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તથા બહુ ગાઢ અને ગૂઢ ચિંતન ચાલ્યું છે.
A. ચિંતન
B. વિવિધ
C. ગાઢ
D. ગૂઢ
(3) મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ.
A. મારી
B. ચાર, ચાર
C. સોહે
D. સોહામણી
(4) પણ એ તો બહુ પુરાણી વાત થઈ.
A. એ
B. વાત
C. પુરાણી
D. બહુ
(5) એ મીઠો બોળો : અને એથીયે મીઠી એની સાચુકલી ગાળો!
A. મીઠો
B. બોળો
C. મીઠી
D. સાચુકલી
ઉત્તર :
(1) પ્રણામ
(2) ચિંતન
(3) સોહે
(4) વાત
(5) બોળો
પ્રશ્ન 3. નીચેનાં વાક્યોમાંથી સંખ્યાવાચક વિશેષણ શોધો :
(1) આપણ બે મહિના સાથે રહ્યા, તને સાંભરે રે.
(2) સાત-સાત દીકરીએ દાદો વાંઝિયો કહેવાણો રે.
(3) હજારો વરસોનો આપણો પુરાતન દેશ છે.
(4) જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત …
(5) ઈ … ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો’તો.
ઉત્તર :
(1) બે
(2) સાત-સાત
(3) હજારો
(4) બીજા
(5) ચોથી
પ્રશ્ન 4. નીચેનાં વાક્યોમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો :
(1) આવડો મોટો મલક આપણો.
A. સંખ્યાવાચક
B. સંબંધવાચક
C. ગુણવાચક
D. માત્રાવાચક
(2) થોડાક શિકારીઓ ગોરડ બાવળનાં જાળાંઝાંખરામાંથી ઊતરતા હતા.
A. ગુણવાચક
B. માત્રાવાચક
C. સંબંધવાચક
D. આકારવાચક
(3) ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં?
A. સંબંધવાચક
B. ગુણવાચક
C. સંખ્યાવાચક
D. ક્રમિકવાચક
(4) તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો.
A. ગુણવાચક
B. સંખ્યાવાચક
C. સંબંધવાચક
D. માત્રાવાચક
ઉત્તર :
(1) ગુણવાચક
(2) માત્રાવાચક
(3) સંબંધવાચક
(4) સંખ્યાવાચક
પ્રશ્ન 5. નીચેનાં વાક્યોમાં વિકારી વિશેષણના યોગ્ય રૂપથી ખાલી જગ્યા પૂરો :
(1) ……… તે વાતુંનાં ગાડાં ભરાય … (ઝાઝું)
(2) ભગતના પડખામાં ……. ગીંગોડો ચડી ગયો છે. (કાળું)
(3) એકદમ ……… ગાયન. (સૂરીલુ)
(4) તમે મારા ભલા માટે ……… પગ કાપશો ને ! (મારું)
ઉત્તર :
(1) ઝાઝી
(2) કાળો
(3) સૂરીલાં
(4) મારો
સર્વનામ સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેનાં વાક્યોમાં કયો વિકલ્પ સર્વનામ નથી?
(1) ઈના રેશમી લૂગડાથી મારું નાક લૂછ્યું ને હું તો મૂંઝાઈ ગિયો.
A. ઈના
B. લૂગડું
C. મારું
D. હું
(2) કોઈ કોઈ ગાંડાં તમાચા મારી જાય તોપણ એ લોકો એના ઉપર ખિજાતાં નથી કે એને મારતાં નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી.
A. કોઈ કોઈ
B. એના
C. એમને
D. તમાચા
ઉત્તર :
(1) લૂગડું
(2) તમાચા
પ્રશ્ન 2. નીચેનાં વાક્યોમાં રેખાંકિત સર્વનામને સ્થાને નામ મૂકો :
(1) પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો.
(2) તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે?
(3) નદી તો મારી નાનપણની સખી છે.
(4) અનેસ્થેશિયા વિના એના પગનું ઑપરેશન થયું!
(5) માથે મદ્રાસી શેલું બંધાવી એને ભૂંભલી પહોંચાડી દીધો.
ઉત્તર :
(1) કરમચંદ
(2) ગોપાળબાપા (આવશે)
(3) માર્કંડી
(4) અરુણિમાના
(5) સોંડાને
પ્રશ્ન 3. નીચેનાં વાક્યોમાંથી માત્ર પુરુષવાચક સર્વનામ શોધો :
(1) એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને !
(2 ) ભારત અમારી જન્મભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા.
(3) તું આરામ કર થાક્યોપાક્યો.
(4) તે ગીતો ગાતી રહે છે.
(5) તેમણે કહ્યું, ‘દેશસેવા એ પ્રથમ ધર્મ છે.’
ઉત્તર :
(1) આપણે
(2) અમે
(3) તું
(4) તે
(5 ) તેમણે
પ્રશ્ન 4. નીચેનાં વાક્યોમાંથી માત્ર પ્રશ્નાર્થક સર્વનામ શોધો :
(1) શું લીધું?
(2) ઝેર કોણ આપે ?
(3) ત્યાં વળી પાણાની મૂરતિયું ક્યાં પધરાવવી?
(4) હવે બેમાંથી કયો વર પસંદ કરવો?
(5) નામ શીદ લખછ, બાપા?
ઉત્તર :
(1) શું
(2) કોણ
(3) ક્યાં
(4) કયો
(5) શીદ
પ્રશ્ન 5. નીચેનાં વાક્યોમાંથી અનિશ્ચિત સર્વનામ શોધો :
(1) ફાગણના લીલા કુંજાર, કોઈ ઝાડવાનું પાન એમ થાય નહિ સૂકું.
(2) બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી-ખાતું આપશે.
(3) આપણે તો આમાં કાંઈ નો હમજીએ.
(4) પણ કોઈ એની મદદે આવ્યું નહિ.
(5) તારા જેવા તો કૈંક આવે ને જાય!
ઉત્તર :
(1) કોઈ
(2) કંઈ
(3) કાંઈ
(4) કોઈ
(5) કૈંક
પ્રશ્ન 6. નીચેનાં વાક્યોમાં રેખાંકિત સર્વનામના પ્રકાર દર્શાવો :
(1) આપણ હૃદિયા સાથે ચાંપિયા, તને સાંભરે રે.
(2) જેને ભોજન કરવું હોય તે કરે.
(3) મેં તો અમેરિકાના ત્યાંના ખેલાડીઓને સંભળાવ્યું.
(4) પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે.
(5) ઈ તો આપણો દેવલો હતો.
ઉત્તર :
(1) આપણ – પુરુષવાચક, તને – પુરુષવાચક
(2) જેને – પુરુષવાચક, તે – સાપેક્ષ સર્વનામ
(3) મેં – પુરુષવાચક, ત્યાંના – સ્થાનવાચક
(4) એને – પુરુષવાચક, કંઈક – અનિશ્ચિતવાચક
(5) ઈ – દર્શકવાચક, આપણો – પુરુષવાચક
પ્રશ્ન 7. નીચેનાં વાક્યોમાં સાર્વનામિક વિશેષણ દર્શાવો :
(1) અહીં અમારાં તનધન અŕ.
(2) મારી અડવી ભીંતોને એનાં આંગળાં.
(3) ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ રે.
(4) તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે.
(5) એના મોઢા સામું જોયું ત્યારે તો દિંગ જ થઈ ગિયો.
ઉત્તર :
(1) અમારાં
(2) મારી, એનાં
(3) મારા
(4) તમારા
(5) એના
2. ધાતુ-પ્રત્યય
કાળ-અવસ્થા સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેનાં વાક્યોમાં રેખાંતિ ક્રિયાને વર્તમાનકાળમાં ફેરવો :
(1) આળ કરી આલિંગન દીધું.
(2) ખૂંઘાં મરણનાં તમોમય તળો અને પામિયા
અખૂટ મણિમોતીકોષ, લઈ બ્હાર આવિયા.
(3) એણે મહાદેવને પ્રસન્ન કર્યા.
(4) તેણે મનોમંથન કર્યું.
(5) ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું.
ઉત્તર :
(1) આળ કરી આલિંગન દે છે.
(2) ખૂંદે છે મરણનાં તમોમય તળો અને પામે છે
અખૂટ મણિમોતીકોષ, લઈ બ્હાર આવે છે.
(3) એ મહાદેવને પ્રસન્ન કરે છે.
(4) તે મનોમંથન કરે છે.
(5) ઋષિ ધર્મપત્નીને પૂછે છે.
પ્રશ્ન 2. નીચેનાં વાક્યોને ભવિષ્યકાળમાં ફેરવો :
(1) અમે અહીં રોયાં કલ્લોલ્યાં,
અહીં ઊઠ્યાં પછડાયાં.
(2) ગાઓ જયજયકાર પ્રીતે.
(3) હઠ્યા ન લવ તો ય, સાહસિક કૂદી પડ્યા
અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહ્વરે.
(4) જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે.
(5) ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો.
ઉત્તર :
(1) અમે અહીં રોશું ક્લોલશું,
અહીં ઊઠશું પછડાશું.
(2) ગાશે જયજયકાર પ્રીતે.
(3) હઠશે ન લવ તો ય, સાહસિક કૂદી પડશે
અગાધ જળમાં, પ્રવેશ કરશે કાળને ગહ્ન૨ે.
(4) જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરશે.
(5) ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેસશે.
પ્રશ્ન 3. નીચેનાં વાક્યોને ભૂતકાળમાં ફેરવો :
(1) બે વખત આંગળીઓ સૂંધે છે.
(2) પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી.
(3) અહીં શા સારુ જમીન માંગો છો?
(4) માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે.
(5) કાગળ ઉપર કરે કરામતું ને
છાપાં ચોંટાડે ભીંતે.
ઉત્તર :
(1) બે વખત આંગળીઓ સૂંઘી.
(2) પહેલાંની પેઠે એણે મારી સાથે ગેલ ન કરી.
(3) અહીં શા સારુ જમીન માંગી?
(4) માથાનો અંબોડો દાદા મોળીડામાં રહ્યો રે.
(5) કાગળ ઉપર કરી કરામતું ને
છાપાં ચોંટાડ્યાં ભીંતે.
3. રવાનુકારી, અંગસાધક પ્રત્યય, સંધિ
રવાનુકારી શબ્દો સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેનાં વાક્યોમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય રવાનુકારી શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો:
(છબછબિયાં, ઝરમર ઝરમર, ટપટપ, ગડગડાટ)
(1) નેવામાંથી પાણી …… ટપકતું હતું.
(2) વરસાદ …….. વરસતો હતો.
(3) બાળકો પાણીમાં ……. કરતાં હતાં.
(4) આકાશમાં વાદળાંના …….. થવા લાગ્યા.
ઉત્તર :
(1) ટપટપ
(2) ઝરમર
(3) છબછબિયાં
(4) ગડગડાટ ઝરમર
પ્રશ્ન 2. નીચેનાં વાક્યોમાં આપેલા શબ્દોમાંથી શ્રવણાનુકારી, દશ્યાનુકારી અને સ્પર્ણાનુકારીમાંથી યોગ્ય રવાનુકારી શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો :
(તમતમ, રેબઝેબ, બણબણ, ઝળહળ ઝળહળ)
(1) લગ્નમંડપમાં પ્રગટાવેલી લાઇટોથી વાતાવરણ ………….. ……… થઈ ગયું.
(2) મજૂરો પરસેવાથી ……… થઈ જાય એટલી મહેનત કરતા હોય છે.
(3) ઉકરડામાં માખીઓ ……… કરતી હતી.
(4) તીખું ……… ખાવાથી પિત્ત થઈ જાય.
ઉત્તર :
(1) ઝળહળ ઝળહળ
(2) રેબઝેબ
(3) બણબણ
(4) તમતમ
પ્રશ્ન 3. નીચેનાં વાક્યોમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય રવાનુકારી શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો :
(ભડભડ, ખિલખિલાટ, ખળખળ ખળખળ, મરક મરક)
(1 ) જોયું તો બોલનાર ………. હસી રહ્યો હતો.
(2) એમનું ઘર બાળ પૌત્ર-પૌત્રીઓથી …….. હસી ઊઠતું.
(3) પગ મૂક્યો કે તરત જ …….. એવો અવાજ શરૂ થાય.
(4) આઘેની ભેખડે કરે ……… બળતી ચેહ રાતી સ્મશાને.
ઉત્તર :
(1) મરક મરક
(2) ખિલખિલાટ
(3) ખળખળ ખળખળ
(4) ભડભડ
સંધિ સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો :
(1) અંતરાત્મા
(2) કાર્યાલય
(3) સહાનુભૂતિ
(4) વિદ્યાર્થી
ઉત્તર :
(1) અંતરાત્મા = અંતર + આત્મા
(2) કાર્યાલય = કાર્ય + આલય
(3) સહાનુભૂતિ = સહ + અનુભૂતિ
(4) વિદ્યાર્થી = વિદ્યા + અર્થી
પ્રશ્ન 2. નીચે આપેલી શબ્દોની સંધિમાંથી સાચી સંધિ અલગ તારવો :
(1) દેવેન્દ્ર
A. દેવ + એન્દ્ર
B. દેવ + ઇન્દ્ર
C. દેવા + ઇન્દ્ર
D. દેવ + ઈન્દ્ર
(2) ચન્દ્રોદય
A. ચન્દ્ર + ઊદય
B. ચન્દ્રા + ઉદય
C. ચન્દ્ર + ઉદય
D. ચન્દ્રો + ઉદય
(3) પ્રસંગોચિત
A. પ્રસંગ + ઉચિત
B. પ્રસંગો + ચિત
C. પ્રસંગ + ચિત
D. પ્રસંગ + ઊચિત
ઉત્તર :
(1) દેવ + ઇન્દ્ર
(2) ચન્દ્ર + ઉદય
(3) પ્રસંગ + ઉચિત
પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોની સંધિ કરો :
(1) સમ્ + યમ
(2) સમ્ + હાર
(3) સમ્ + તાન
(4) સમ્ + અર્પણ
(5) સમ્ + આધાન
ઉત્તર :
(1) સમ્ + યમ = સંયમ
(2) સમ્ + હાર = સંહાર
(3) સમ્ + તાન= સંતાન
(4) સમ્ + અર્પણ = સમર્પણ
(5) સમ્ + આધાન = સમાધાન
પ્રશ્ન 4. નીચે આપેલાં વાક્યોમાંથી સંધિ થયેલા શબ્દો શોધો :
1.
(1) પણ અમને સંતોષ ન થયો.
(2) સદ્ગુણી બાળક ફક્ત સોળ જ વ૨સ ભલે જીવે, એ જ કુલોદ્ધારક થશે.
(3) હું પર્વતારોહણ કરીશ.
(4) લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ અંતરાત્મા નહિ.
(5) એના ઉજ્જ્વળ ભાવિને કચડતી ગઈ.
(6) એના અડગ મનોબળે એને મજબૂત બનાવી.
ઉત્તર :
(1) સંતોષ
(2) સદ્ગુણી, કુલોદ્વારક
(3) પર્વતારોહણ
(4) અપંગ, અંતરાત્મા
(5) ઉજ્જ્વળ
(6) મનોબળ
2.
(1) એનામાં અનેરાં હિંમત અને ઉત્સાહ ભરી દીધાં.
(2) તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા.
(3) એક વિકલાંગ … છોકરી ધારે તો શું ન કરી શકે?
(4) અમરતકાકીએ એવો નિર્ણય કર્યો.
(5) એમણે કોતરને છેડે એક જીર્ણ શિવાલય બતાવ્યું.
ઉત્તર :
(1) ઉત્સાહ
(2) પર્વતારોહક
(3) વિકલાંગ
(4) નિર્ણય
(5) શિવાલય
પ્રશ્ન 5. નીચે આપેલાં વાક્યોમાં સંધિ થયેલા શબ્દોની સંધિ છૂટી પાડો :
(1) યાસ્કાચાર્યે કહ્યું, ‘સનાતનનો નિત્યનૂતન’.
(2) ગૃહસ્થાશ્રમમાં મર્યાદા દાખલ કરવાથી વસ્તી-નિયંત્રણમાંયે મદદ મળે છે.
(3) કોઈ યોગાભ્યાસના નામે થયા.
(4) કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ.
(5) પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી.
(6) અરુણિમાએ અર્ધબેભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી.
(7) જે દર્શન કાશીમાં થાય છે તે જ રામેશ્વરમાં યે થાય છે.
ઉત્તર :
(1) યાસ્ક + આચાર્ય
(2) ગૃહ + સ્થ + આશ્રમ
(3) યોગ + અભ્યાસ
(4) માંસ + આહાર
(5) વૃદ્ધ + અવસ્થા
(6) અર્ધબેભાન + અવસ્થા
(7) રામ + ઈશ્વર
4. સમાસ
સ્વાધ્યાય સમાસ
પ્રશ્ન 1. નીચે આપેલ પંક્તિઓ અને વાક્યોમાંથી સમાસ શોધીને તેનો પ્રકાર જણાવો :
1.
(1) સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે.
(2) કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું.
(3) પછી દારિદ્ર ખોવા દાસનું, સોમષ્ટિ કરી.
(4) આંખમાંથી શ્રાવણ-ભાદરવો શરૂ થયો.
(5) જીવનજંગે જગત ભમ્યા પણ વીસર્યા નહિ ગૃહમાયા.
ઉત્તર :
(1) વૃંદાવન – તત્પુરુષ
(2) દીપમાળા – તત્પુરુષ
(3) સોમદષ્ટિ – કર્મધારય
(4) શ્રાવણ-ભાદરવો – દ્વન્દ્વ
(5) જીવનજંગ – તત્પુરુષ, ગૃહમાયા – તત્પુરુષ
2.
(1) શિક્ષણ ઉપર રાજ્યસત્તાનો અધિકાર ન હોવો જોઈએ.
(2) પોતાના અરીસામાં એ મૃગનક્ષત્ર બતાવતી.
(3) મોડી રાત સુધી હર્ષનાદો થતા સંભળાય છે.
(4) શયનખંડ ને શય્યા મળશે.
(5) નાચગાન બંધ થયા.
ઉત્તર :
(1) રાજ્યસત્તા – તત્પુરુષ
(2) મૃગનક્ષત્ર – કર્મધારય
(3) હર્ષનાદો – તત્પુરુષ
(4) શયનખંડ – તત્પુરુષ
(5) નાચગાન – દ્વન્દ્વ
પ્રશ્ન 2. નીચે આપેલ પંક્તિઓ અને વાક્યોમાં રેખાંકિત સમાસનાં પદો છૂટાં પાડો :
1.
(1) હું પર્વતારોહણ કરીશ.
(2) ક્ષુધાતુર અને તાપમાં તપેલા શિકારીને એ ખાટી અને શીતળ વસ્તુ મીઠી લાગી.
(3) એ કળજગ જાત, શાણા સમજે સાનમાં.
(4) દીકરો તો છાણ-વાસીદું કરવા ન ગયો.
(5) દેશસેવા એ પ્રથમ ધર્મ છે.
ઉત્તર :
(1) પર્વતનું આરોહણ
(2) ક્ષુધાથી આતુર
(3) કળ (કળિ) એ જ જગ (યુગ)
(4) છાણ અને વાસીદું
(5) દેશની સેવા
2.
(1) હરિ હળધરનો વીરો.
(2) એક જીર્ણ શિવાલય બતાવ્યું.
(3) ગાયમાતા કેવી રીતે ખાઈ શકે?
(4) ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા.
(5) ભારતનો વિચાર-વૈભવ ખરેખર અદ્વિતીય છે.
ઉત્તર :
(1) હળને ધારણ કરનાર
(2) શિવનું આલય
(3) ગાય એ જ માતા
(4) ત્રિશૂળ ધારણ કરનાર
(5) વિચારનો વૈભવ
પ્રશ્ન 3. નીચે આપેલ પંક્તિઓ અને વાક્યોમાં રેખાંકિત પદોનો વિગ્રહ કરેલો છે તેને ઓળખી તે સમાસનું નામ જણાવો :
(1) આપણા પૂર્વજો ગૌરવ રૂપી શિખર ઉપર પહોંચી ગયા.
(2) તરંગ ગિરિની માળ (માળા) શા હ્રદય ઉપ૨ે આથડ્યા.
(3) એણે તપશ્ચર્યા કરી મહા દેવને પ્રસન્ન કર્યા.
(4) કાળોતરા ને માંજરના જીવન અને મરણના સંગ્રામો ખેલાતા હોય છે.
(5) જમ્યા વગર તો ઇન્દ્રોનો રાજા જવા દે?
ઉત્તર :
(1) ગૌરવશિખર – કર્મધારય
(2) ગિરિમાળ – તત્પુરુષ
(3) મહાદેવ – કર્મધારય
(4) જીવનમરણ – દ્વન્દ્વ
(5) ઇન્દ્રરાજા – તત્પુરુષ
પ્રશ્ન 4. નીચે આપેલી પંક્તિઓ અને વાક્યોમાં રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો :
(1) તેમ ગોવાળમાં ગિરધર શોભે.
A. કર્મધારય
B. ઉપપદ
C. તત્પુરુષ
D. ઉત્ત્ત
(2) બધી માલમિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે.
A. દ્વન્દ્વ
B. ઉપપદ
C. તત્પુરુષ
D. કર્મધારય
(3) વિશ્વવાડીને સુલિત કરવા નસનસથી રસ અર્યાં.
A. તત્પુરુષ
B. ઉપપદ
C. કર્મધારય
D. ઉત્ત્ત
(4) ભારત અમારી પુણ્યભૂમિ છે.
A. ઉપપદ
B. દ્વન્દ્વ
C. તત્પુરુષ
D. કર્મધારય
(5) એની આયુધારા હજી વહે છે.
A. તત્પુરુષ
B. કર્મધારય
C. દ્વન્દ્વ
D. ઉપપદ
ઉત્તર :
(1) ઉપપદ
(2) દ્વન્દ્વ
(3) કર્મધારય
(4) તત્પુરુષ
(5) કર્મધારય
5. વાક્યપ્રકાર
વાક્યપ્રકા૨ સ્વાધ્યાય
પ્રશ્ન 1. કૌંસમાં આપેલી સૂચના પ્રમાણે નીચે આપેલાં વાક્યોનું રૂપાંતર કરો :
(1) આ કોતર મને યોગ્ય કિંમતે આપો. (વિરુદ્ધાર્થ બનાવો.)
(2)એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને! (કર્તરિમાંથી કર્મણિ કરો.)
(3) મીને શો લાભ? (પ્રશ્નાર્થમાંથી નિર્દેશાર્થ કરો.)
ઉત્તર :
(1) આ કોતર મને અયોગ્ય કિંમતે આપો. અથવા આ કોતરો મને યોગ્ય કિંમતે ન આપો.
(2)એ આપણાથી અર્પણ કરાય છે સમાજને!
(3) મરીને કોઈ લાભ નથી.
પ્રશ્ન 2. નીચે આપેલાં પ્રયોજનલક્ષી વાક્યોના પ્રકાર શોધો :
(1) હલો બાબુરાજ ! જમવા પધારો.
(2) હૈં! એને અરુ આભડી ગયો !
(3) કેરીના રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે.
(4) પરવાનગી સિવાય અંદર આવવું નહિ.
(5) હવે બેમાંથી ક્યો વર પસંદ કરવો?
ઉત્તર :
(1) આજ્ઞાર્થ
(2) ઉદ્ગારવાચક
(3) વિધ્યર્થ
(4) નિષેધાર્થ
(5) પ્રશ્નાર્થ
6. અલંકાર
અલંકાર સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચે આપેલ વાક્યોના અલંકાર ઓળખાવો:
(1) જાણે એને મટ્યું હોય તેમ અમરતકાકી મંગુનાં લગ્નની યોજના પણ વિચારવા મંડી જતાં.
(2) દીકરાનાં બાળકો એમને દીઠાં ગમતાં નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતા નથી.
(3) મહારાજ, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોયે ઘણું છે.
(4) આશ્ચર્યથી સયાજીરાવ મહારાજ ગોપાળદાસે ધરેલાં મીઠાં લીંબુ જેવા બોરને જોઈ રહ્યા.
(5) ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો.
ઉત્તર :
(1) ઉત્પ્રેક્ષા
(2) રૂપક
(3) રૂપક
(4) ઉપમા
(5 ) ઉપમા
પ્રશ્ન 2. નીચે આપેલ વાક્યોના અલંકાર ઓળખાવોઃ
(1) ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે મારા સાલુડાની કોર.
(2) રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
(3) વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અŕ.
(4) ‘સુદામાના વૈભવ આગળ તો કુબેર કોણ માત્ર?
(5) તું તો જાણે છોકરો વયો ગ્યો હોય એવું કરેસ.
(6) પછી રોતાં માબાપ વચ્ચેથી મને ફૂલની જેમ ઊંચકી લીધો.
(7) ચિંતા ચિતા સમાન છે દેહદમન કરનાર.
(8) ખેતર ખેડીને કરો સીમ સોહામણી.
ઉત્તર :
(1) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઈ)
(2) પ્રાસસાંકળી
(3) રૂપક
(4) વ્યતિરેક
(5) ઉત્પ્રેક્ષા
(6) ઉપમા
(7) અતિશયોક્તિ
(8) વર્ણાનુપ્રાસ (વર્ણસગાઈ)
हमसे जुड़ें, हमें फॉलो करे ..